Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/29/3_1595995302.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/29/3_1595995302.jpg. Show all posts

Wednesday, July 29, 2020

બિગ બીએ બ્લોગમાં આરાધ્યાને ગળે લગાવવાની વાત કહી, ચેપગ્રસ્ત વ્યક્તિ માટે આ નિયમોની વિરુદ્ધ છે

અમિતાભ બચ્ચન કોરોનાથી મુક્ત થઈ ગયા? બિગ બીના બ્લોગ પરથી આ સવાલ ઘણાંના મનમાં થઈ રહ્યો છે. સોમવાર, 27 જુલાઈના રોજ અમિતાભે બ્લોગમાં ઐશ્વર્યા તથા આરાધ્યા પર વાત કરી હતી. જોકે, આ સાથે જ તેમને બ્લોગમાં એક વાત એવી પણ કહી હતી કે જેનાથી સંકેત મળે છે કે અમિતાભ હવે કોરોના મુક્ત છે.

બિગ બીએ શું લખ્યું હતું?
બિગ બીએ બ્લોગમાં લખ્યું હતું, લિટલ વન (આરાધ્યા) તથા વહુ રાણી ઘરે જતા રહ્યા અને મારી આંખમાંથી આંસુ આવી ગયા. આરાધ્યાએ મને ગળે લગાવીને કહ્યું કે રડો નહીં. તેને વિશ્વાસ અપાવ્યો કે તમે પણ જલદી ઘરે આવી જશો. મારે તેની વાત પર વિશ્વાસ કરવો જોઈએ.

શું આ વાત કોરોના મુક્ત હોવાનો સંકેત કરે છે?
બિગ બીના શબ્દો પર ધ્યાન આપવામાં આવે તો તેમણે આરાધ્યાને ગળે લગાવવાની વાત કરી છે. કોવિડ 19ના નિયમો પ્રમાણે, વાઈરસની ઝપેટમાં આવેલી વ્યક્તિ પૂરી રીતે આઈસોલેશનમાં રહે છે. કોઈને ગળે લગાવી શકે નહીં. જો તે વ્યક્તિ હોસ્પિટલમાં હોય તો કોઈને મળવાની પણ પરવાનગી હોતી નથી. બિગ બી સતત કોરોનાને લઈ ચાહકોને સતત જાગૃત કરી રહ્યા છે અને તે પોતે પૌત્રીને જોખમમાં મૂકે નહીં.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની વાત પર ગુસ્સે થયા હતા
થોડાં દિવસ પહેલાં જ એક ન્યૂઝ ચેનલે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે અમિતાભનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ વાત પર અમિતાભ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું, આ ન્યૂઝ ખોટા, ગેરજવાબદાર, ફૅક છે.

બચ્ચન પરિવારની તબિયત પર કોઈ અપડેટ નથી
અમિતાભ બચ્ચન 11 જુલાઈથી નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ તેમની તબિયતને લઈ બચ્ચન પરિવાર અને હોસ્પિટલ તંત્રે કોઈ અપડેટ આપ્યા નથી. હોસ્પિટલના પ્રવક્તા યશ પંડિતે થોડાં દિવસ પહેલાં એમ કહ્યું હતું કે જ્યારે બિગ બીની સ્વસ્થ થઈ જશે એટલે તેમને રજા આપી દેવામાં આવશે.

27 જુલાઈના રોજ અભિષેક બચ્ચને ઐશ્વર્યા તથા આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા મળી તે અંગેની ટ્વીટ કરી હતી. જોકે, આ ટ્વીટમાં અભિષેકે એમ કહ્યું હતું કે તે અને તેના પિતા હોસ્પિટલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actor Amitabh Bachchan Fully Recovered From COVID 19, Here Is What He Indicates In His Blog


from Divya Bhaskar https://ift.tt/30Z5Ney
https://ift.tt/3jWslpl

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...