Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/29/6_1596004122.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/29/6_1596004122.jpg. Show all posts

Wednesday, July 29, 2020

વકીલનો આરોપ- મુંબઈ પોલીસે ફરિયાદ ના લીધી, ચાર મહિના પહેલા જ પિતાએ પોલીસને રિયા અંગે જાણ કરી હતી

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં પરિવારના વકીલ વિકાસ સિંહે મુંબઈ પોલીસ પર આ કેસને અલગ જ રૂપ આપવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે મુંબઈ પોલીસ આ કેસમાં પૂરી રીતે સહયોગ આપતી નથી. મુંબઈમાં FIR કરી શકયા નહીં અને તેથી જ આ કેસ પટનામાં કરવામાં આવ્યો.

વકીલે ખુલાસો કર્યો હતો કે સુશાંતના અવસાનના ચાર મહિના પહેલા તેના પિતાએ બાંદ્રા પોલીસના DCPને રિયા એક્ટર સુશાંતને હેરાન કરે છે તે અંગેની માહિતી આપી હતી. જોકે, પોલીસે તે સમયે કંઈ જ કર્યું નહોતું.

આ ક્રાઈમ માટે રિયાએ લાંબું પ્લાનિંગ કર્યું હતું
વકીલે એવો પણ આક્ષેપ કર્યો છે કે રિયા સતત સુશાંતના મગજને કંટ્રોલ કરતી હતી અને તેને પરિવારથી એકલો પાડી દીધો હતો. તેણે સુશાંતને પરિવારથી અલગ કરી દીધો હતો. આ ક્રાઈમમાં રિયાનું લાંબું પ્લાનિંગ હતું. તે તમામ મેડિકલ ફાઈલ લઈને જતી રહી હતી. સુશાંતની માનસિક સ્થિતિ એકદમ નાજુક હતી ત્યારે જ રિયાએ સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો.

મુંબઈ પોલીસે ફરિયાદ ના લીધી
સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહે મુંબઈ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પરિવાર આઘાતમાં હતો અને તેથી જ ફરિયાદ કરવામાં દોઢ મહિના જેટલો સમય થયો. મુંબઈ પોલીસ ફરિયાદ નોંધતી નહોતી. મુંબઈ પોલીસે પરિવાર પર દબાણ કર્યું હતું કે તમે મોટા મોટા પ્રોડક્શન હાઉસના નામ આપો. વકીલે વધુમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસ તપાસને અન્ય દિશામાં લઈ જવાનો પ્રયાસ કરે છે.

પરિવાર ઈચ્છે છે કે પટના પોલીસ કેસની પૂરી તપાસ કરે
વકીલના મતે, ‘અમે ઈચ્છીએ છીએ કે પટના પોલીસ જ આ કેસની પૂરી તપાસ કરે.’ વકીલે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો આભાર માન્યો હતો.

બિહાર પોલીસે રિયાને પૂછપરછ માટે નોટિસ આપી નથી
પટના સિટી SP વિનય તિવારીએ કહ્યું હતું, ‘ફરિયાદ બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે એમ ના કહી શકાય કે કોની પૂછપરછ કરવામાં આવશે. સુશાંતના પિતાએ જે નામ આપ્યા છે, તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.’ તેમણે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે હજી સુધી કોઈને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું નથી.

આ કલમ હેઠળ ફરિયાદ થઈ
પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે. SSP ઉપેન્દ્ર શર્માએ તપાસ માટે ચાર પોલીસ અધિકારીઓની એક ટીમ પણ મુંબઈ મોકલી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
late bollywood actor sushant singh rajput suicide case latest update


from Divya Bhaskar https://ift.tt/336j6wO
https://ift.tt/31359gu

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...