Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/29/deepika1596004047_1596016289.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/29/deepika1596004047_1596016289.jpg. Show all posts

Wednesday, July 29, 2020

સુશાંતની મેન્ટલ હેલ્થ પર સવાલ ઊઠતા દીપિકા પાદુકોણ પર કંગના રનૌત ભડકી, કહ્યું- ડિપ્રેશનનો ધંધો ચલાવનારાને રિમાન્ડ પર લેવા જોઈએ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ કોઈ નવા લોકોનું નામ સામેલ થતું જાય છે. CBI તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલ વકીલ ઇશકરણ ભંડારીએ હાલમાં જ રિપબ્લિક ટીવીની ડિબેટમાં દાવો કર્યો હતો કે, સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલાંથી જ એક PR (પબ્લિક રિલેશન) ટીમ તેની મેન્ટલ હેલ્થ પર ટાર્ગેટ કરી રહી છે. આ સાંભળ્યા બાદ કંગના રનૌતે દીપિકા પાદુકોણને આડે હાથ લીધી છે જે મેન્ટલ હેલ્થ માટે એક ફાઉન્ડેશન ચલાવે છે.

કંગના રનૌતે હાલમાં જ એક ટીવી ચેનલની ડિબેટ રીપોસ્ટ કરીને લખ્યું કે, મુંબઈ પોલીસ મોટા પાયે એક્સપોઝ થઇ છે. સુશાંતના પરિવારે કહ્યું છે કે તેમને તેઓ પર ભરોસો નથી. ઉપરાંત બોલિવૂડમાં રિપીટ આફ્ટર મી ગેંગ, ડિપ્રેશનનો ધંધો ચલાવનારાઓને પણ રિમાન્ડમાં લેવા જોઈએ. કંગનાની ટીમે દીપિકા પાદુકોણને ટેગ પણ કરી હતી.

ટ્વિટર પર એક યુઝરે દીપિકાએ સુશાંતના મૃત્યુ બાદ શેર કરેલ પોસ્ટ ટ્વીટ કરી. યુઝરે સુશાંતના મૃત્યુ પર સવાલ ઊઠાવી લખ્યું, માસ્ટર કોણ છે. તેના જવાબમાં કંગનાની ટીમે લખ્યું કે, રિંગ માસ્ટર એ છે જે બુલી- વૂડમાં સૌથી ઉપર અને મોટા છે, જે ફિલ્મો અને ફેવર માટે પોતાની આંગળીઓ પાસે ચિલ્લર રાખે છે. આ ટ્વીટમાં દીપિકા અને રિયાને મેંશન કરવામાં આવ્યા છે.

ડિપ્રેશનનો શિકાર બન્યા બાદ દીપિકાએ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી
દીપિકા પાદુકોણ તેની મેન્ટલ હેલ્થ પર જાહેરમાં વાત કરતા ખચકાતી નથી. તે ડિપ્રેશનનો શિકાર બની હતી. તે ખુદ ડિપ્રેશનમાંથી બહાર આવી અને પોતાના જેવા લોકો માટે લિવ, લવ, લાફ ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. સુશાંતના મૃત્યુ પછી દીપિકાએ સતત તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લોકોને ડિપ્રેશન સાથે જોડાયેલ અમુક વાતો શેર કરી અને ખુલ્લીને બોલવાની સલાહ આપી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Seeing Questions On Sushant's Mental Health, Kangana Ranaut Targets Deepika Padukpne Says Metal Health Ka Dhandha


from Divya Bhaskar https://ift.tt/2Dc0Ve2
https://ift.tt/39E7NwX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...