Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/30/kamlo-1_1596080151.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/30/kamlo-1_1596080151.jpg. Show all posts

Thursday, July 30, 2020

મહારાષ્ટ્ર સરકારે CBIને કેસ ટ્રાન્સફર કરવાની ના પાડી, ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું-‘મુંબઈ પોલીસ જ તપાસ કરશે’

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના કેસને CBIને હેન્ડઓવર કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ કેસની તપાસ મુંબઈ પોલીસ જ કરશે. બુધવારે થયેલી બેઠક પછી આ નિર્ણય લેવાયો છે. આની પહેલાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે અનિલ દેશમુખે ઓફિસર્સની બેઠક બોલાવી હતી. તેમાં ગૃહમંત્રીએ બિહાર પોલીસની મુંબઈમાં હાજરી દરમિયાન ચર્ચા કરી.

‘આશાઓ પર પાણી ફરી વળ્યું’
સુશાંતના મૃત્યુની CBI તપાસની માગ કરનારા લોકોમાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, પપ્પુ યાદવમ શેખર સુમન, ચિરાગ પાસવાન અને ઉપમુખ્યમંત્રી અજીત પવારના દીકરા પાર્થનું નામે સામેલ છે. આ ઉપરાંત સુશાંતના લાખો ચાહકોએ પણ સોશિયલ મીડિયાની મદદથી CBI તપાસની માગ કરી હતી, પણ હવે અનિલ દેશમુખના નિર્ણય પછી આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

બિહાર પોલીસ પૂછપરછ માટે તૈયાર
મુંબઈ આવેલી બિહાર પોલીસ ટીમ હવે સુશાંતના અકાઉન્ટમાંથી થયેલા ટ્રાન્જેક્શનની તપાસ કરશે. સાથે જ આ કેસ સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરશે. સુશાંત વારંવાર સિમકાર્ડ કેમ બદલતો હતો તેની તપાસ પણ થશે. આ દરેક નંબરની કોલ હિસ્ટ્રી પણ ખોલવામાં આવશે. બિહાર પોલીસની ટીમ સુશાંતની સારવાર કરતા ડોક્ટરની પણ પૂછપરછ કરી શકે છે.

પટના પોલીસને રિયા અને તેનો પરિવાર ન મળ્યા
હાલની પરિસ્થિતિઓને જોઈને રિયા ચક્રવર્તીએ વકીલ સતીશ માનશિંદેની મદદથી સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. જેમાં તેણે પટનામાં ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગ કરી છે. પટનામાં FIR ફાઈલ થયા પછી પોલીસની ટીમ મુંબઈ આવી ગઈ છે. પટના પોલીસ રિયાની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી પણ તેમને એવી માહિતી આપવામાં આવી કે તે અને તેનો પરિવાર ત્યાં નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Maharashtra Home Minister Anil Deshmukh Decides Sushant Singh Rajput Suicide Case Will Not Transfer To Central Bureau Of Investigation


from Divya Bhaskar https://ift.tt/3gcOAER
https://ift.tt/2DgbrAX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...