Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/01/4_1596271653.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/01/4_1596271653.gif. Show all posts

Saturday, August 1, 2020

બિહાર પોલીસ ‘દિલ બેચારા’ના કલાકારોની પૂછપરછ કરશે, રિયા સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે બિહાર પોલીસ શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ એક્ટરની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કરી ચૂકેલા કલાકારોની પૂછપરછ કરશે. આ પહેલાં 31 જુલાઈના રોજ ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરા સાથે બિહાર પોલીસે વાત કરી હતી. બિહાર પોલીસ જાણવા માગે છે કે અંતિમ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર કેવું વાતાવરણ હતું. બિહાર પોલીસ ફિલ્મના કલાકારો પાસેથી રિયા તથા સુશાંતના સંબંધો અંગે વિસ્તૃત માહિતી મેળવવા ઈચ્છે છે.

સૂત્રોના મતે, ‘દિલ બેચારા’ ફિલ્મમાં કામ કરનાર સાહિલ વૈદ્ય ઉપરાંત સુશાંતના નવા ડ્રાઈવર તથા સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. બિહાર પોલીસ ફિલ્મ એક્ટ્રેસ સંજના સાંઘીની ફોન પર પૂછપરછ કરી શકે છે. સંજના હાલમાં દિલ્હીમાં પોતાના પરિવાર સાથે છે. આ ઉપરાંત બિહાર પોલીસ રિયા તથા તેના ભાઈની પણ પૂછપરછ કરવાનો પ્રયાસ કરશે. બિહાર પોલીસ જાણવા માગે છે કે જો સુશાંત માનસિક રીતે અસ્વસ્થ હતો તો નવી ફિલ્મની સ્ટોરી પર કેવી રીતે વાતચીત કરતો હતો?

હાઉસ કીપર તથા બેંકરની પણ પૂછપરછ
બિહાર ટીમે શુક્રવાર (31 જુલાઈ)ના રોજ સુશાંતના ઘરના હાઉસ કીપર તથા એક્ટરના બેંક અકાઉન્ટનું ધ્યાન રાખનાર બેંકરની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે હાઉસ કીપરે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીની પરવાનગી વગર કોઈ પણ ઘરમાં આવી શકતું નહોતું અને સુશાંતને કોઈ પણ વ્યક્તિ મળી શકતી નહોતી. ત્યાં સુધી કે કોઈને પણ સુશાંતના રૂમમાં જવાની પરવાનગી નહોતી.

બિહાર પોલીસ સુશાંતના ફ્લેટમાં જઈને તપાસ કરશે
સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. 31 જુલાઈ, શુક્રવારના રોજ પટના પોલીસ આ ફ્લેટ પર આવી હતી. સુશાંતના નોકર નીરજ, અપાર્ટમેન્ટના ગાર્ડ, સોસાયટીના મેનેજર તથા ફ્લેટના માલિકની પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંત તથા રિયાના સંબંધોની સાથે એ માહિતી પણ લેવામાં આવી હતી કે અહીંયા કોણ કયા સમયે આવતું હતું. ફ્લેટમાં રહેનારા લોકોની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે, સુશાંતના ફ્લેટમાંથી કેટલીક વસ્તુઓ બિહાર પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી અને હવે તેની તપાસ કરવામાં આવશે.

બિહાર પોલીસની ટીમ કૂપર હોસ્પિટલ પણ ગઈ હતી
સુશાંતનું કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બિહાર પોલીસ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની પૂછપરછ કરવાના આશયથી હોસ્પિટલ ગઈ હતી. જોકે, ડૉક્ટરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેમણે મુંબઈ પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલા જ આપી દીધો છે. બિહાર પોલીસ ઈચ્છે તો મુંબઈ પોલીસ પાસેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવી શકે છે.

મુકેશ છાબરાએ પોલીસને આ નિવેદન આપ્યું
બિહાર પોલીસ સૂત્રોના મતે, મુકેશ છાબરાએ કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું અને એડિટિંગ પર કામ ચાલતું હતું. તે સમયે સુશાંત માનસિક રીતે સ્વસ્થ હતો. જોકે, રિયા ચક્રવર્તીના આવ્યા બાદ સુશાંતના જીવનમાં ઘણું જ પરિવર્તન આવી ગયું હતું. સુશાંત સિંહ પોતાના ખાસ મિત્ર મહેશ શેટ્ટીને 10 મહિના બાદ મે મહિનામાં છેલ્લીવાર મળ્યો હતો.

બિહાર પોલીસ આ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે

  • બેંક અકાઉન્ટમાં કેટલા રૂપિયા હતા અને પૈસા ક્યારે અને કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા, આની તપાસ થઈ રહી છે
  • રિયા ચક્રવર્તીની આમાં શું ભૂમિકા છે? 15 કરોડ રૂપિયા પર રિયાની કંપનીની પણ તપાસ થશે
  • સુશાંતના ડિપ્રેશનની વાતમાં કેટલી સચ્ચાઈ છે?
  • સુશાંતના નિકટના લોકો પાસેથી આ અંગેની માહિતી ભેગી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

બિહાર પોલીસે મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે
મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઈ તથા બિહાર પોલીસ વચ્ચે આ કેસમાં કોઈ તાલમેલ નથી અને આથી જ પટનાના SPએ બાંદ્રાના DCPને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ આવેલી બિહાર પોલીસની ટીમને કાર આપવામાં આવે અને ટીમમાં એક મહિલા પોલીસની વ્યવસ્થા કરી આપવામાં આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant suicide case Bihar police will interrogate the cast of 'Dil Bechara' and try to contact Rhea again


from Divya Bhaskar https://ift.tt/2XfE5cL
https://ift.tt/2PbayfI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...