Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/02/frnd-4_1596351434.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/02/frnd-4_1596351434.jpg. Show all posts

Sunday, August 2, 2020

DGPએ કહ્યું, ‘અમને મુંબઈ પોલીસે મદદ કરી નથી, તેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે સીસીટીવી ફૂટેજ પણ દેખાડ્યા નથી’

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસને લઈને મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચેની ખેંચતાણ હજુ બંધ થઇ નથી. DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, આ કેસમાં મુંબઈ પોલીસ અમારી મદદ કરી રહી નથી. તેમણે અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ નથી આપ્યો કે સીસીટીવી ફૂટેજ કે અત્યાર સુધીની તપાસમાં જે માહિતીઓ સામે આવી છે તે પણ જણાવી નથી.

‘હકીકત સામે લાવીને રહીશું’
DGPએ કહ્યું કે, ‘સુશાંતનો કેસ મોટી મિસ્ટ્રી થઈ ગઈ છે. તેની પરથી પડદો ઉઠવો જ જોઈએ. આ કેસની સાચી હકીકત જલ્દી સામે આવવી જોઈએ. બિહાર પોલીસ તપાસ માટે સક્ષમ છે. પરિવારજનો ઈચ્છે છે કે આ કેસ CBIને સોંપવામાં આવે. આ કેસમાં જેને આરોપી કહી રહ્યા છે તે બધા ભાગી રહ્યા છે. બિહાર પોલીસ સહેલાઈથી આ કેસને હાથમાંથી છૂટવા નહિ દે. હકીકત સામે લાવીને રહીશું.’

‘આરોપીને ચોક્કસથી ફાંસી પર લટકાવીશું’
આની પહેલાં શનિવારે મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે, સુશાંતના પિતા કે. કે સિંહ માગ કરશે તો CBI તપાસ થઇ શકે છે. FIR ફાઈલ થયા પછી બિહાર પોલીસ મુંબઈમાં પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસે તેમને મદદ કરવી જોઈએ. આ તપાસમાં બે રાજ્યોના ઝઘડાની વાતને કોઈ સ્થાન નથી. નીતીશની વાત પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેની પાસે પણ કોઈ પ્રૂફ કે જાણકારી હોય તે લઇને આવે. આરોપીને ચોક્કસથી ફાંસી પર લટકાવીશું.

CBI તપાસની માગ
14 જૂને સુશાંત સિંહે મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના પરિવારજનોએ 28 જુલાઈએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ FIR કરી હતી. ચાર અધિકારીઓ તપાસ માટે મુંબઈ ગયા અને લોકલ પોલીસ સાથે મળીને પૂછપરછ કરી રહ્યા છે. જો કે, આરોપો એવા લાગી રહ્યા છે કે, મુંબઈ પોલીસ બિહાર પોલીસ સાથે કોઓપરેટ કરી રહી નથી. બીજી તરફ સુશાંતના મૃત્યુ પછી CBI તપાસની માગ થઇ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
There Is A Problem As We Haven't Yet Received Even The Basic Documents Related To Sushant Singh Rajput Death Case, Bihar DGP Gupteshwar Pandey


from Divya Bhaskar https://ift.tt/3gndS3g
https://ift.tt/39PJcpa

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...