Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/02/frnd-6_1596360449.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/02/frnd-6_1596360449.jpg. Show all posts

Sunday, August 2, 2020

સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનની માતાનો દાવો, ‘મારી દીકરીનાં મૃત્યુ સાથે એક્ટરને કોઈ લેવા-દેવા નથી’

સુશાંતના પિતાએ બિહારમાં કેસ ફાઈલ કર્યા પછી રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. એક્ટરના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીએ હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આત્મહત્યા કર્યાની એક રાત પહેલાં સુશાંત તેની પૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુમાં તેનું નામ જોડાવાને લઇને ચિંતામાં હતો. હવે આ વાત પર દિશાની માતાએ કહ્યું કે, દિશાના સુસાઈડ કેસનો સુશાંત સાથે કોઈ સંબંધ નથી. સુશાંત સાથે કામ છોડ્યા પછી દિશાની તેના સાથે કોઈ વાતચીત પણ થતી નહોતી.

હાલમાં જ ઝી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં દિશાની માએ કહ્યું કે, ઘણા દિવસો સુધી દિશા સુશાંત સાથે કામ કરે છે તે વાતની જાણ નહોતી. એક્ટરનું કામ છોડ્યા પછી દિશાએ તેનો કોન્ટેક્ટ ક્યારેય કર્યો નહોતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ કોઈ સાથે દિશાની વાતચીત થતી નહોતી.

તેમણે વધુમાં કહ્યું કે, સુશાંતની પહેલાં તે ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ‘જ્ઝ્બા’ અને ‘એ દિલ હૈ મુશ્કેલ’માં કામ કરી ચૂકી છે. દિશાને રણવીર કપૂર સાથે પણ કામ કરવું હતું અને તે શક્ય ન થયું તો તે થોડી ચિંતિત થઇ ગઈ હતી.

રિપબ્લિક ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં સુશાંતના રૂમમેટ અને મિત્ર સિદ્ધાર્થે કહ્યું કે, સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલાં જ તે મળ્યો હતો. 13 જૂનની રાતે આશરે 1 વાગ્યે સિદ્ધાર્થ સુશાંતને મળ્યું ત્યારે દિશાના મૃત્યુને લઇને તે ચિંતામાં હતો. દિશા એક્ટરની પૂર્વ મેનેજર હતી જેને લઇને સુશાંત પર કેટલાક બ્લાઈન્ડ આઈટમ પણ લખી રહ્યા હતા. આ બધું જોઈને સુશાંત દુઃખી હતો. અમુક સૂત્રો પ્રમાણે દિશા અને સૂરજ પંચોલી રિલેશનમાં હતાં આથી સૂરજ અને સુશાંત વચ્ચે ઝઘડો પણ થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's X Manager Disha Saliyan's Mother Claims, 'Actor Has Nothing To Do With Daughter's Death'


from Divya Bhaskar https://ift.tt/3k5ggOj
https://ift.tt/319ZQf5

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...