Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/04/26-7-6_1596525144.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/04/26-7-6_1596525144.jpg. Show all posts

Tuesday, August 4, 2020

સુશાંતના પિતાની અપીલ બાદ બિહાર સરકારે પણ હવે CBI તપાસની ભલામણ કરી, બિહારના DGPએ કહ્યું, મુંબઈ પોલીસ તપાસમાં મદદ નથી કરી રહી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં બે દિવસમાં બે મોટા વળાંક આવ્યા છે. સોમવારે સુશાંતના પિતા કે. કે. સિંહે વીડિયો જાહેર કરીને મુંબઈ પોલીસ પર આક્ષેપ કર્યા બાદ હવે બિહાર સરકારે પણ સત્તાવાર રીતે આ કેસમાં CBI તપાસની માગ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, ‘આ મુદ્દે પરિવારની સહમતિ બાદ જ નિર્ણય લેવાનો હતો. અમે અગાઉ પણ કહેલું કે પરિવાર માગ કરશે એ પછી જ અમે આ દિશામાં આગળ વધીશું. આજે સુશાંતના પિતાએ અમારી પાસે આ માગ કરી છે એટલે હવે અમે પણ આ દરખાસ્ત આગળ મોકલી દઈશું. તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.’ મંગળવારે સવારે સુશાંતના પિતાએ મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વાત કરીને તેમની સમક્ષ આ કેસમાં CBI તપાસની માગ કરી હતી.

બીજી બાજુ આ કેસમાં બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેયે મંગળવારે કહ્યું કે, ‘અમારા IPS ઓફિસર વિનય કુમાર તિવારીને બળજબરીપૂર્વક ક્વોરન્ટીન કરી દેવાયા છે. જો મહારાષ્ટ્ર સરકારને પોતાની પોલીસ પર ગર્વ હોય તો તેઓ અમને જણાવે કે સુશાંતના મૃત્યુને પચાસ દિવસ વીતી જવા છતાં એમણે શું કર્યું. મુંબઈ પોલીસના અધિકારીઓ અમારી સાથે વાત સુદ્ધાં નથી કરતા. આ બધું જ એ દિશામાં આંગળી ચીંધે છે કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે.’

પાંડેયે આક્ષેપ કર્યો કે IPS અધિકારી વિનય તિવારી જાણે કોઈ ગુનેગાર હોય એવું વર્તન એમની સાથે કરાયું. એમને હાઉસ અરેસ્ટ કરી દેવાયા છે. અમારા ચાર ઓફિસર મુંબઈ પોલીસના ડરથી ત્યાં છુપાઈ ગયા છે. પાંડેયે કહ્યું કે રિયા ચક્રવર્તી નિર્દોષ હોય તો આગળ આવીને તપાસમાં મદદ શા માટે નથી કરતી. એ માત્ર મુંબઈ પોલીસની જ મદદ શા માટે કરી રહી છે? પાંડેયે તો એવું પણ કહ્યું કે સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનનું નામ સાંભળીને જ મુંબઈ પોલીસ શા માટે ભડકી ઊઠે છે?

મુંબઈ પાલિકા બિહારના ચાર પોલીસ ઓફિસરોને શોધે છે
બૃહદમુંબઈ મહાનગરપાલિકા (BMC)ના અધિકારીઓ બિહાર પોલીસના ચાર ઓફિસરને શોધી રહી છે, જે સુશાંત કેસની તપાસ માટે મુંબઈ આવ્યા હતા. BMCએ રવિવારે પટનાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિનય તિવારીને ક્વોરન્ટીન કરી દીધા હતા. પટનાના IG સંજય સિંહે કહ્યું કે અમારી ટીમ મુંબઈમાં આ લોકોને શોધી રહી છે, પરંતુ હજી સુધી તેમની ભાળ મળી નથી.

અપડેટ્સ
લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખીને આ કેસમાં CBI તપાસની માગ કરી હતી. એમણે તો મુંબઈમાં બિહાર પોલીસ સાથે થઈ રહેલા ખરાબ વ્યવહારની પ્રધાનમંત્રીને ફરિયાદ કરવાની પણ માગ કરી હતી.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે બિહાર પોલીસના અધિકારીને મુંબઈમાં બળજબરીથી ક્વોરન્ટીન કરી દેવા એ યોગ્ય નથી. એમણે કહ્યું કે ક્યાંક દાળમાં કંઈક કાળું છે. NIA અને EDએ પણ આ કેસમાં ગહન તપાસ કરવી જોઈએ.

પટનાના IGએ BMC કમિશનરને પત્ર લખીને SPને છોડવા હાકલ કરી
બિહાર પોલીસે આક્ષેપ કર્યો કે મુંબઈ પોલીસના ઈશારે તેમની તપાસમાં વિક્ષેપ ઊભો કરવામાં આવી રહ્યો છે. ટનાના IG સંજય સિંહે BMCના કમિશનર ઈકબાલ ચહલને પત્ર લખીને SP વિનય તિવારીને મુક્ત કરવાની અપીલ કરી છે. સંજય સિંહે પત્રમાં લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર તપાસમાં રોકાયેલા અધિકારીઓને ડ્યુટી કરતા રોકી શકાતા નથી.

અગાઉ સુશાંતની બહેન શ્વેતા સિંહે પણ વડાપ્રધાન મોદીને ઓપન લેટર લખીને CBI તપાસની માગ કરી હતી. તેણે લખ્યું હતું કે, મારું દિલ કહે છે તમે સત્યની સાથે ઊભા રહેશો.

કેકે સિંહે કહ્યું, મુંબઈ પોલીસને ફેબ્રુઆરીમાં જ ફરિયાદ કરી હતી
કેકે સિંહે વીડિયોમાં એવું પણ કહ્યું છે કે, તેમના પરિવારે મુંબઈ પોલીસને 25 ફેબ્રુઆરી,2020ના રોજ સંપર્ક કરી ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે સુશાંતનો જીવ જોખમમાં છે. 14 જૂને સુશાંતનું મૃત્યુ થયું. અમે જ પીડિત પક્ષ છીએ અને અમને જ આરોપી જાહેર કરવામાં આવી રહ્યા છે. પોલીસને કરેલ ફરિયાદમાં અમે આરોપીઓના નામ પણ આપ્યા હતા પરંતુ તે લોકો વિરુદ્ધ કોઈ એક્શન લેવાયા નહીં.

ત્યારબાદ હું તરત અમારા પોલીસ સ્ટેશન રાજીવનગર ગયો અને FIR ફાઈલ કરાવી. પટના પોલીસ તરત એક્ટિવ થઇ ગઈ. જે ગુનેગાર છે તેઓ ભાગી રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર અને મંત્રી સંજય ઝાનો આભારી છું કે તેમણે આ દુઃખની સ્થિતિમાં સત્યનો સાથ આપ્યો.

View this post on Instagram

હવે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ વિડિયો મૂકીને સનસનાટી મચાવી છે. સુશાંતના પિતા કે. કે. સિંહે પહેલી જ વાર વીડિયો મૂકીને આક્ષેપ કર્યો છે કે એમણે 25 ફેબ્રુઆરીએ જ ધાસ્તી વ્યક્ત કરી હતી કે એમના દીકરા સુશાંતનો જીવ જોખમમાં છે. પરંતુ મુંબઈ પોલીસે કશું જ ન કર્યું. ચાલીસ દિવસ પછી પણ મુંબઈ પોલીસે કોઇ કાર્યવાહી ન કરી એટલે એમણે બિહાર પોલીસમાં કેસ દાખલ કર્યો. આ વીડિયોએ નવેસરથી ચકચાર જગાવી છે. #SushantSinghRajput

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on Aug 3, 2020 at 9:21am PDT

સુશાંતના પિતાનું આ સ્ટેટમનેટ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના સ્ટેટમેન્ટ પછી આવ્યું જેમાં તેમણે કહ્યું કે સુશાંતના પિતા કે તેમના પરિવારના કોઈ મેમ્બરે સુશાંત આત્મહત્યા કેસમાં કોઈ પર આરોપ લગાવ્યો ન હતો. સ્પષ્ટ છે કે મુંબઈ પોલીસ પટના પોલીસને અટકાવવા માટે જેટલી મહેનત કરી રહી છે તેનો અડધો સમય પણ તપાસ કરવામાં આપ્યો હોત તો સુશાંત આજે આપણી વચ્ચે હયાત હોત.

મુંબઈ પોલીસના DCPને વોટ્સએપ પર ફરિયાદ, તેમાં રિયા અને તેના પરિવારનું નામ

  • 25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને મોકલેલ વોટ્સએપ મેસેજ પણ સોમવારે જાહેર થયા હતા. તેમાં સુશાંતના જીજુ જે હરિયાણા કેડરના IPS છે તેમણે DCP પરમજીત દહિયાને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. તેમાં સુશાંતનો નંબર આપીને કહેવામાં આવ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે, તેની સાથે વાત કરી લો. બુદ્ધા (સિદ્ધાર્થ પીઠાણી), જે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સુશાંતનો ક્લાસમેટ હતો અને તેની સાથે જ રહે છે. તે તમને બધું બેકગ્રાઉન્ડ સમજાવી દેશે. આ મેસેજને રોજર સર કહીને એક્નોલેજ કરવામાં આવ્યો હતો.
  • બીજા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે રિયાના પિતા રિટાયર્ડ ડોક્ટર છે. થોડા દિવસની ઓળખાણ બાદ જ તે સુશાંતના ઘરે એવું કહીને રહેવા આવી ગઈ કે તે તેને ડિપ્રેશનમાંથી બહાર લાવશે. રિયા અને તેનો પરિવાર સુશાંતને એરપોર્ટ પાસેના એક રિસોર્ટમાં લઇ ગયા અને ઘણા મહિનાઓ સુધી ત્યાં જ રાખ્યો. તે સમયથી તેઓ સુશાંત અને તેના બિઝનેસને મેનેજ કરી રહ્યા છે અને ત્યારથી જ સુશાંતનો કરિયર ગ્રાફ ડાઉન થઇ રહ્યો હતો.
  • એક બીજા મેસેજમાં લખ્યું હતું કે, જ્યારે સ્થિતિ કન્ટ્રોલ બહાર જવા લાગી ત્યારે 25 ફેબ્રુઆરીએ સુશાંતે મારી પત્નીને જીવ બચાવવા માટે કોલ કર્યો. તે અમારી સાથે બે-ત્રણ દિવસ રહ્યો. પછી શૂટિંગનું કહીને મુંબઈ ચાલ્યો ગયો. સુશાંતની ત્રીજી બહેન જે દિલ્હીમાં વકીલાત કરે છે અને તે તેમની સાથે રહે છે, તે ઘણીવાર આવતી જતી રહેતી હતી. તે ડરેલી છે. તેનું કહેવું છે કે સુશાંતે મેનિપ્યુલેટિવ ગ્રુપ સામે સરેન્ડર કર્યું છે અને તેનો જીવ જોખમમાં છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's Father Said As Much As The Emphasis Of The Mumbai Police On Stopping The Patna Police, Bihar government now recommends CBI probe after KK Singh's plea


from Divya Bhaskar https://ift.tt/3gpTYVy
https://ift.tt/2PiREUm

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...