સુશાંત આત્મહત્યા કેસમાં રોજ કોઈને કોઈ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. સુશાંતના પિતા અને તેના પરિવારે એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે તે તેની મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ચેડાં કરી ઓવરડોઝ આપી રહી હતી. એવો પણ આરોપ લગાવ્યો છે કે રિયા સુશાંતને તેના પરિવારથી દૂર રાખતી હતી. હવે આ બાબતે સુશાંતના જૂના કૂકની પ્રતિક્રિયા સામે આવી છે. કૂકે કહ્યું કે, ગયા વર્ષે સપ્ટેમ્બર સુધી સુશાંત કોઈપણ મેડિસિન લેતા ન હતા અને પરિવાર સાથે પણ સંપર્કમાં હતા.
આ બાબતે ANI સાથે વાતચીત દરમ્યાન કૂક અશોકે કહ્યું, હું સુશાંતના ઘરમાં કૂક હતો. મેં ત્યાં સપ્ટેમ્બર 2019 સુધી ત્રણ-ચાર વર્ષ કામ કર્યું છે. હું જ્યાં સુધી તેમના ઘરે હતો ત્યાં સુધી તો બધું બરાબર લાગતું હતું. મેં ક્યારેય તેમને દવા લેતા જોયા ન હતા. મને નથી ખબર ત્યારબાદ શું થયું.
પરિવાર સાથે વારંવાર વાત કરતા હતા
કૂક અશોકનું કહેવું છે કે, તેઓ જ્યાં સુધી સુશાંતના ઘરે કામ કરતા હતા ત્યાં સુધી સુશાંત તેમના પરિવારના સંપર્કમાં હતા. તેણે કહ્યું, હું પણ કોઈ ખાસ પ્રસંગે તેમના પરિવાર સાથે વાત કરતો હતો. તેઓ સુશાંતને ફોન કરતા હતા. તે સ્ટ્રોંગ વ્યક્તિ હતા, તેઓ ડિપ્રેસ કઈ રીતે હોઈ શકે છે.
રિયા પર લગાવવામાં આવેલ આરોપ ખોટા
સુશાંતને ઓવરડોઝ દેવાના, ઘરમાં તાંત્રિક બોલાવીને પૂજા કરવાના આરોપ બાબતે કૂકનું કહેવું છે કે, રિયા વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપ ખોટા લાગી રહ્યા છે. મેં ક્યારેય ઘરમાં આ પ્રકારની વસ્તુ જોઈ નથી. જેટલું પણ કહેવામાં આવી રહ્યું છે તે બધું હું જ્યાં સુધી ઘરે હતો ત્યાં સુધી ક્યારેય નથી થયું. મારી આ બધી વાતો મુંબઈ અને બિહાર પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં લખેલી છે.
સુશાંતના પિતા કેકે સિંહે રિયા અને તેના પરિવાર સહિત 6 લોકો વિરુદ્ધ પટનામાં કેસ ફાઈલ કરેલ છે. રિયા પર પરિવારે ખોટી રીતે પૈસા વાપરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ એન્ગલથી તપાસ કરવા માટે ED પણ હવે કેસમાં તપાસ કરી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gwt1zk
https://ift.tt/2DoNFTE