Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/06/2020-08-061596702788_1596705275.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/06/2020-08-061596702788_1596705275.jpg. Show all posts

Thursday, August 6, 2020

મુંબઈ ગયેલી બિહાર પોલીસ પરત ફરી, અધિકારીઓએ કહ્યું- મુંબઈમાં કામ કરવું મુશ્કેલ હતું, અમારી તપાસ CBI માટે મહત્ત્વની સાબિત થશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની તપાસ કરવા માટે મુંબઈ આવેલી બિહાર પોલીસની ચાર અધિકારીઓની ટીમ બુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ પટના પરત ફરી હતી. એરપોર્ટ પર ટીમે કહ્યું હતું કે ત્યાં કામ કરવું બહુ જ મુશ્કેલ હતું. સીનિયર અધિકારીઓનો સપોર્ટ મળ્યો અને તેને કારણે કામ કરવું શક્ય બન્યું. તેમની તપાસમાં તે વિગતો સામે આવી છે તે CBI તપાસ માટે મહત્ત્વની સાબિત થશે.

મુંબઈ ગયેલી ટીમમાં પોલીસ અધઇકારી કેસર, મનોરંજન ભારતી, નિશાંત તથા દુર્ગેશ સામેલ હતા. તેમણે કહ્યું હતું કે આ કેસ હવે CBIની પાસે છે અને તેથી જ તેઓ હાલ તપાસ અંગે કોઈ વાત કરી શકે તેમ નથી. તેમણે ક્ષમતા પ્રમાણે પોલીસ તપાસ કરી હતી. SPને ક્વૉરન્ટીન કર્યા બાદ તેમણે કેવી રીતે પોતાને બચાવ્યા? આ સવાલ પર અધિકારીએ કહ્યું હતું કે પોલીસ ટ્રેનિંગમાં આ બધું શીખવવામાં આવે છે. સીનિયરનો આદેશ મળ્યો અને ત્યારબાદ તેઓ પટના પરત ફર્યાં.

હવે પોલીસ અધિકારી SSP ઉપેન્દ્ર શર્મા તથા IG સંજય સિંહને મળશે. તેઓ મુંબઈમાં કરેલી તપાસનો રિપોર્ટ આપશે. ત્યારબાદ SSP તથા IG પોલીસ કાર્યાલય જઈને DGPને મળશે. પટના પોલીસ મુંબઈમાં કરેલી તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપશે. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસમાં બિહાર સરકારને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bihar police return, officials say - It was difficult to work in Mumbai, our investigation will be important for CBI


from Divya Bhaskar https://ift.tt/3idtS8v
https://ift.tt/3kl9Yu7

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...