Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/08/om-5_1596875948.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/08/om-5_1596875948.jpg. Show all posts

Saturday, August 8, 2020

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું, મુંબઈ પોલીસ હજુ પણ સુશાંતના કેસની તપાસ કરી રહી છે, CBIને પટનામાં ફાઈલ થયેલો કેસ સોંપ્યો છે

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે દાવો કર્યો કે, મુંબઈમાં ફાઈલ એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ હજુ સુધી CBIને ટ્રાન્સફર કર્યો નથી. આજે આ મામલે રાજ્ય સરકાર તરફથી કેસનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે. સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી ત્યારે મુંબઈ પોલીસે IPC કલમ 174 હેઠળ ADR(એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ) ફાઈલ કર્યો હતો.

ગૃહમંત્રી અનિલ દેશમુખે મીડિયાને જણાવ્યું કે, હાલ મુંબઈ પોલીસની તપાસ ચાલુ જ છે, આ કેસ હજુ CBIને ટ્રાન્સફર કર્યો નથી. મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા ખોટા છે.

‘CBIએ પટનાનો કેસ પોતાને હસ્તક લીધો છે’
વધુમાં અનિલ દેશમુખે કહ્યું કે, CBIએ સુશાંત સિંહના પિતાએ પટનામાં ફાઈલ કરેલા કેસની તપાસ શરુ કરી છે. કેન્દ્ર દ્વારા બિહાર સરકારના આ કેસને CBIને ટ્રાન્સફર કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ આમ કરવામાં આવ્યું. સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે બે અલગ-અલગ કેસ છે. મુંબઈ પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે અને CBIએ તેમનો કેસ લીધો નથી. સુપ્રીમ કોર્ટે 19 ઓગસ્ટે આવનારી સુનાવણીની તારીખ નક્કી કરી છે.

‘મુંબઈ પોલીસ પાસે તપાસ કરવાનો અધિકાર છે’
અનિલે જણાવ્યું કે, મુંબઈ પોલીસ પ્રોફેશનલ રીતે તમામ તપાસ કરી રહી છે અને તે સાચી દિશામાં આગળ પણ વધી રહી છે. ભલે બિહાર પોલીસે પટનામાં કેસ ફાઈલ કર્યો હોય પરંતુ તેની તપાસ અને પૂછપરછ તે જ પોલીસ કરી શકે છે, જેના વિસ્તારમાં કેસ ફાઈલ થયો હોય.

રિયાની અરજી પર સુશાંતના પિતાનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
સુશાંતના પિતા તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં રિયાની ટ્રાન્સફરની અરજીનો વિરોધ કરીને કહ્યું હતું કે, રિયા આ કેસ સાથે જોડાયેલી સાબિતીઓને પ્રભાવિત કરી શકે છે. તેણે સિદ્ધાર્થ પીઠાણીને ફોર્સ કર્યો હતો તેથી રિયાની અરજી નામંજૂર થવી જોઈએ. રિયાએ જાતે જ CBI તપાસની માગ કરી હતી, તો હવે તે આ કેસ કેમ ટાળી રહી છે. આ બાબતે સુનાવણી 11 ઓગસ્ટે થશે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી તેના ચાહકો અને અન્ય સંસ્થાઓ તરફથી CBI તપાસની માગ કરવામાં આવી રહી હતી. સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. આ કેસને CBIને આપ્યા હોવાનો ગૃહમંત્રીએ દાવો કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Maharashtra Home Minister Anil Deshmukh Claims, Case Filed In Mumbai Not Yet Given To CBI; Father Opposes Riya's Appeal In Supreme Court


from Divya Bhaskar https://ift.tt/33zJuPM
https://ift.tt/31AvqmB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...