Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/09/3_1596957664.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/09/3_1596957664.jpg. Show all posts

Sunday, August 9, 2020

એક વર્ષમાં સુશાંતના બે CAના ખાતામાં 2.63 કરોડ રૂ. ટ્રાન્સફર થયા, બે FDમાંથી પણ બે દિવસમાં 2.5 કરોડ ઉપાડી લેવામાં આવ્યાં હતાં

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હવે નાણાકીય બાબતો પર ખુલાસો થયો હતો. રિપોર્ટ્સના મતે, સુશાંતના ખાતામાંથી મે 2019થી એપ્રિલ 2020 સુધી 2.63 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન બે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના ખાતામાં થયા હતા. આમાંથી એકનું નામ સંદીપ શ્રીધર છે. સંદીપ સુશાંતના મોતથી પહેલા એક વર્ષ સુધી તેની માટે કામ કરતો હતો.

બે ફિક્સ ડિપોઝિટમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનો દાવો
ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, સુશાંતે પોતાની બહેન રાની માટે બે ફિક્સ ડિપોઝિટ કરી હતી. આ બંને ડિપોઝિટની કુલ રકમ 4.5 (2.5+2) કરોડ રૂપિયા હતી. જોકે, બે દિવસ બાદ જ ફિક્સ ડિપોઝિટમાંથી 2.5 (1.5+1) કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યાં હતાં. 26 નવેમ્બર, 2019ના રોજ બંને ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી હતી અને 28 નવેમ્બરના રોજ આ ફિક્સ ડિપોઝિટમાંથી પૈસા ઉપાડીને એક-એક કરોડની નવી ડિપોઝિટ કરવામાં આવી હતી.

રિયાના ઈશારે આ લેવડ-દેવડ થઈ?
સુશાંતના પરિવારનો આક્ષેપ છે કે બંને CAના ખાતામાં 2.63 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને ફિક્સ ડિપોઝિટમાંથી 2.5 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા તે પાછળ રિયાનો હાથ છે. જોકે, આ અંગે હજી સુધી એક પણ CAની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી અને રિયાએ પણ આ મુદ્દે કોઈ ખુલાસો કર્યો નથી.

EDએ રિયાના ભાઈની 20 કલાક પૂછપરછ કરી
ED રિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. શુક્રવાર (સાત ઓગસ્ટ)ના રોજ રિયાની સાડા આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. શનિવાર (આઠ ઓગસ્ટ)ના રોજ તેના ભાઈ શોવિકની 20 કલાક સુધી પૂછપરછ થઈ હતી. શોવિક બીજા દિવસે એટલે કે રવિવાર સવારે EDની ઓફિસમાંથી બહાર આવ્યો હતો. આ કેસમાં રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, CA રિતેશ શાહ તથા સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

સોમવારે ફરી રિયાની પૂછપરછ થશે
શુક્રવાર (સાત ઓગસ્ટ)ના રોજ રિયાએ અનેક સવાલના જવાબ યોગ્ય રીતે આપ્યા નહોતા. તે પોતાના તથા પિતા ઈન્દ્રજીતના નામ પર રજિસ્ટર્ડ બે ફ્લેટ અંગે સ્પષ્ટ રીતે બોલી શકી નહોતી. તે પોતાની આવક તથા ખર્ચા અંગે યોગ્ય ખુલાસા આપી શકી નહોતી. આથી જ EDએ સોમવાર (10 ઓગસ્ટ)ના રોજ રિયાને ફરીવાર પૂછપરછ માટે બોલાવી છે. માનવામાં આવે છે કે રિયાને આગળના સવાલ-જવાબ શોવિક સાથે થયેલી પૂછપરછના આધારે કરવામાં આવશે.

સુશાંતના પરિવારનો રિયા પર આક્ષેપ
સુશાંતના પરિવારે રિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે સુશાંતના પરિવારના સભ્યોના ઈન્શ્યોરન્સ તથા અન્ય સંપત્તિને હાંસલ કરવા માટે રિયા, સુશાંત પર દબાણ કરતી હતી. સૂત્રોના મતે, રિયાએ સુશાંત પર પરિવારથી અલગ થવાનું દબાણ કર્યું હતું.

રિયાએ આ દરમિયાન 15 કરોડ રૂપિયાની હેરાફેરીના આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યાં હતાં. તેણે કહ્યું હતું કે તેણે પોતાની કરિયરમાં અત્યાર સુધી સાત ફિલ્મ કરી અને તેણે ફિલ્મમાંથી થયેલી કમાણીમાંથી પોતાની જરૂરિયાત પૂરી કરી છે. સુશાંત તેની પર પૈસા ખર્ચ કરતો હતો પરંતુ તે પોતાની મરજી તથા સમજણથી કરતો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput case, 2 and half crore transfer in CA in just one year


from Divya Bhaskar https://ift.tt/2XKJ9Wy
https://ift.tt/2F7Wz8P

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...