ટૂંક સમયમાં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર MX પ્લેયરની ‘ડેન્જરસ’ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં નતાશા સુરી પણ લીડ રોલમાં છે. એક્ટ્રેસ થોડા દિવસ પહેલાં મુંબઈથી પુણે ગઈ હતી. ત્યાંથી પરત આવીને તેને નબળાઈ અને તાવ જેવા કોરોના લક્ષણો દેખાયા. નતાશાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવી.
મુંબઈથી પુણે ગઈ હતી
બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું, 6 દિવસ પહેલાં માટે એક અર્જન્ટ કામ માટે પુણે જવું પડ્યું હતું. ત્યાંથી આવ્યા પછી મને બીમાર હોઉં તેવો અનુભવ થવા લાગ્યો. ત્રણ દિવસ પહેલાં મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેમાં હું પોઝિટિવ આવી. હાલ હું હોમ ક્વોરન્ટીન છું. હાલ મને તાવ અને શરીરમાં નબળાઈ છે. મારી સારવાર ચાલુ જ છે હું ઈમ્યુનિટી બુસ્ટર લઇ રહી છું. હું મારી દાદી અને બહેન સાથે રહું છું આથી તેમનો ટેસ્ટ પણ કરાવીશ.
ફિલ્મ ડેન્જરસના પ્રમોશનમાં સામેલ નહિ થાય
નતાશા, બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની ફિલ્મ 14 ઓગસ્ટે MX પ્લેયર પર રિલીઝ થશે. ફિલ્મની પ્રમોશન ઇવેન્ટ ટૂંક સમયમાં શરુ થશે જેમાં હવે એક્ટ્રેસ સામેલ થશે નહિ. નતાશાએ જણાવ્યું કે, 10 ઓગસ્ટથી પ્રમોશન શરુ થશે અને મને દુઃખ છે કે હું તેમાં સામેલ થઇ શકીશ નહિ. પણ આ પ્રોજેક્ટનો ભાગ બની અને સારા એક્ટર્સ સાથે સ્ક્રીન શેર કરવા પર હું ઘણી ખુશ છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30G2wlB
https://ift.tt/3kuAXDy