એકતા કપૂરના અપકમિંગ શો ‘નાગિન 5’ કાસ્ટિંગને લઈને પહેલેથી જ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હિના ખાન, મોહિત મલ્હોત્રા અને ધીરજ ધૂપર પ્રોમોમાં દેખાયા હતાં. તો બીજી તરફ શોની લીડ એક્ટ્રેસ સુરભિ ચંદનાએ પણ શૂટિંગ શરુ કરી દીધું છે. આ માટે સુરભિએ દેખાવમાં પણ ફેરફાર કર્યા છે. આ સીઝનમાં શરદ મલ્હોત્રા અને મોહિત સેહગલ પણ દેખાશે.
નાગિન માટે લુક ચેન્જ
ન્યૂઝ વેબસાઈટ પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, સુરભિએ શોનું શૂટિંગ શરુ કરી દીધું છે. થોડા દિવસ પહેલાં તેણે હેર સ્ટાઇલ બદલીને લુક ચેન્જ કર્યો છે. શોનું ટીઝર આવ્યા પછી એક્ટ્રેસ ઓનબોર્ડ આવી ગઈ છે. દરેકને તેના ફર્સ્ટ લુકની રાહ છે. સૂત્રો પ્રમાણે નાગિન બનેલી સુરભિનો પ્રોમો આ જ અઠવાડિયે કલર્સ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.
આ સીઝનમાં હિના ખાન અને મોહિત મલ્હોત્રા નાગ-નાગિન છે. તો ધીરજ ધૂપર પણ ચીલના રોલમાં છે. મોહિત અને હિનાનો આ શોમાં કેમિયો છે પણ પ્રોમોમાં મળેલા રિસ્પોન્સને જોઇને મેકર્સ બંનેને વધારે સમય સુધી શોમાં રાખી શકે છે. હિનાની સ્ટોરી પૂરી થઇ ગયા પછી સ્ટોરીને આગળ સુરભિ લઇ જશે.
એકતા કપૂરે હાલમાં જ ‘નાગિન 4’ના ક્લાઈમેક્સની ઝલક શેર કરી છે. જેમાં દરેક નાગિન સુરભિ જ્યોતિ, નિયા શર્મા અને અદા ખાન દેખાઈ રહી છે. આ દરેક ઈચ્છાધારી નાગિન હિના ખાનની રાહ જોઈ રહ્યા છે. રવિવાર 9 ઓગસ્ટે ‘નાગિન 4’ના ક્લાઈમેક્સ એપિસોડની સાથે જ નાગિન 5ને શરુ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gMiBvG
https://ift.tt/2F7xDyc