Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/09/omh1-7_1596974186.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/09/omh1-7_1596974186.jpg. Show all posts

Sunday, August 9, 2020

એક્ટરના અકાઉન્ટમાંથી EDને 15 કરોડ રૂપિયા ન મળ્યા, શંકા-રિયા અને તેના ભાઈ શોવિકે ફેક શેલ કંપનીઓ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કર્યા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હાલ ED રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે તપાસ કરી રહ્યા છે. એક્ટરના પિતા કે. કે સિંહે આરોપ મૂક્યો છે કે, સુશાંતના ખાતામાંથી કરોડો રૂપિયાની હેરફેર થઇ છે. જો કે, ED સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે. EDને સુશાંતના અકાઉન્ટમાં 15 કરોડ રૂપિયા મળ્યા નથી. તો બીજી તરફ તપાસમાં 10 કરોડ રૂપિયાથી વધારે હોવાની વાત સામે આવી છે.

સુશાંતના કેસમાં શોવિક સાથે 18 કલાકની પૂછપરછ
EDને શંકા છે કે, સુશાંતના અકાઉન્ટમાંથી જે રૂપિયા ટ્રાન્સફર થયા છે તે બધા ફેક શેલ કંપનીથી કર્યા છે. શેલ કંપનીઓ સાથે રિયા અને તેનો ભાઈ સંપર્કમાં છે. આ દરમિયાન શનિવારે EDએ શોવિકની પૂછપરછ કરી. તે 18 કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. સુશાંતના કેસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી પૂછપરછ છે. શોવિક શનિવારે સવારે 11 વાગ્યે ઓફિસ પહોંચ્યો હતો અને બીજે દિવસે સવારે આશરે 6:25 વાગ્યે ઘરે જવા રવાના થયો હતો.

EDને શોવિકના જવાબોથી સંતોષ નથી
EDએ શોવિકને રિયા ચક્રવર્તીના નામે રજિસ્ટર કંપનીઓ, ફ્લેટ્સ, આવક, ખર્ચા અને સુશાંતને લઇને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત શોવિક પર પોતાની કંપનીમાં સુશાંતના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. રિપોર્ટ પ્રમાણે, પૂછપરછ આટલી લાંબી ચાલી તો પણ EDને શોવિકના જવાબોથી સંતોષ મળ્યો નથી. તેણે પ્રશ્નોના જવાબ ગોલમાલ કરીને આપ્યા. આની પહેલાં શુક્રવારે શોવિક સાથે આશરે 5 કલાક પૂછપરછ ચાલી હતી.

સોમવારે રિયા ચક્રવર્તીની ફરીથી પૂછપરછ થશે
રિયા ચક્રવર્તી સાથે શુક્રવારે આશરે સાડા 8 કલાક પૂછપરછ ચાલી હતી. આ દરમિયાન તે પોતાના અને પિતાના નામે રજીસ્ટર બે ફ્લેટ્સ વિશે સરખી જાણકારી આપી શકી નહિ. એટલું જ નહિ પણ પોતાની આવક અને ખર્ચા પર પણ તેણે જવાબ ન આપ્યાં. આથી જ EDએ તેને સમન મોકલ્યું છે અને સોમવારે ફરીથી હાજર રહેવાનું કહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, શોવિકની પણ ફરીથી પૂછપરછ થઇ શકે છે.

સિદ્ધાર્થ પીઠાણી ED સમક્ષ હાજર ન થયો
ED અત્યાર સુધી રિયા, તેનો ભાઈ અને પિતા ઉપરાંત એક્ટ્રેસનો CA રિતેશ શાહ અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી ચૂક્યું છે. શનિવારે સુશાંતના રૂમમેટ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને પણ બોલાવ્યો હતો પણ તે હાજર ન થયો. સુશાંતના મૃત્યુ પછી સિદ્ધાર્થ મુંબઈથી બેંગલુરુ શિફ્ટ થઇ ગયો છે. સિદ્ધાર્થે સૌપ્રથમ સુશાંતની ડેડ બોડી જોઈ હતી. તે રિયાનો પણ મિત્ર છે. પરંતુ એક ન્યૂઝ ચેનલ સિદ્ધાર્થે રિયાના મિત્ર હોવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Bank Account Did Not Have 15 Crore Rupees, Says Inforcement Directorat


from Divya Bhaskar https://ift.tt/2PCa1nd
https://ift.tt/3krJHum

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...