Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/10/bosco31596981180_1597044291.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/10/bosco31596981180_1597044291.jpg. Show all posts

Monday, August 10, 2020

'રોકેટ ગેંગ'થી કોરિયોગ્રાફર બોસ્કો ડિરેક્ટર તરીકે એન્ટ્રી લેશે, રિઅલ ટાઈમ વર્ચ્યુઅલ રિઆલિટી ફોર્મેટમાં શૂટ થનાર પહેલી બોલિવૂડ ફિલ્મ હશે

હાલમાં જ બે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા અને હની ત્રેહાને ફિલ્મ ડિરેક્શનમાં એન્ટ્રી લીધી છે. હવે ફેમસ કોરિયોગ્રાફર જોડી બોસ્કો-સીઝરનો બોસ્કો લેસ્લી માર્ટિસ પણ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવાનો છે. તેની ફિલ્મનું નામ રોકેટ ગેંગ હશે. ફિલ્મ અનાઉન્સમેન્ટ સમયે જ તેણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

બોસ્કોએ જણાવ્યું કે તેમની આ ફિલ્મ ડાન્સ-હોરર-કોમેડી જોનરની ફિલ્મ હશે. તેના જણાવ્યા મુજબ આ ભારતની પહેલી એવી ફિલ્મ હશે જે રિઅલ ટાઈમ વર્ચ્યુઅલ રિઆલિટી ફોર્મેટમાં શૂટ થશે. આ ટેક્નિકની મદદથી હોલિવૂડમાં ધ જંગલ બુક, ધ મેન્ડેલોરિયન અને ધ લાયન કિંગની લાઈવ રિમેક ફિલ્મનું શૂટિંગ થયું હતું.

Q. કોરિયોગ્રાફર અને કાસ્ટિંગ ડિરેક્ટર્સ પણ ડિરેક્શનમાં એન્ટ્રી લઇ રહ્યા છે? આખરે વાત શું છે?

બોસ્કો: આ સ્વાભાવિક સ્ટેપ બાય સ્ટેપ પ્રોગેસ થતી જર્ની રહી. અમે બધા પણ ક્રિએટિવ લોકો છીએ. પહેલાં ગીત પાંચથી છ મિનિટના હતા પરંતુ હવે તે સાડા ત્રણથી ચાર મિનિટના જ હોય છે. આવામાં ક્રિએટિવિટી દેખાડવાની અમારી ઈચ્છા અધૂરી રહી જાય છે. તો તે ડિરેક્શનમાં આવીને પૂરી થાય છે. અહીંયા બેથી અઢી કલાક મળશે અમને ક્રિએટિવિટી દેખાડવા માટે.

Q. આ રિઅલ ટાઈમ વર્ચ્યુઅલ રિઆલિટી ટેક્નિક શું છે?

બોસ્કો: આ ટેક્નિકમાં તમે શૂટ દરમ્યાન જ સીનમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ જનરેટ કરી શકો છો. બાકી અત્યાર સુધી એવું થતું કે તમે પહેલા આખી ફિલ્મનું શૂટિંગ પૂરું કરો, ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં સ્ટુડિયોમાં જાઓ, ત્યાં VFXની મદદથી સીનમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ એડ કરવામાં આવતા. તેણે આગળ જણાવ્યું કે, આ ટેક્નિકની મદદથી રિઅલ ટાઈમ એટલે કે શૂટ દરમ્યાન તે જ સમયે એક ડિરેક્ટર તેના મોનિટરમાં કેરેક્ટરની આસપાસ તેના ઇમેજિનેશનની દુનિયા બનાવી શકે છે.

Q. આ ટેક્નિક કોણે ડેવલપ કરી?

બોસ્કો: આને ઝી સ્ટુડિયો સાથે મળીને કસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. વિચાર શારિક પટેલનો હતો. આનાથી ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ તો ઓછું થશે જ સાથે સેટ પર પણ ઓછા મેન પાવરમાં કામ થઇ જશે. આ બધી બાબતે લોકડાઉનમાં ઘણી ચર્ચા થઇ.

Q . ફિલ્મમાં મેન લીડ આદિત્ય સીલ અને કબીર સિંહ ફેમ નિકિતા દત્તા છે. પાંચ બાળકો પણ છે. રેમો અને ફરાહ જેવા કોરિયોગ્રાફર તો મોટા સ્ટારને કાસ્ટ કરે છે?

બોસ્કો: મને એવા એક્ટર્સ જોઈતા હતા જે સારા ડાન્સર પણ હોય. આ ટેક્નોલોજિકલ હાઈ એન્ડ કન્સેપ્ટવાળી ફિલ્મ છે. આવી ફિલ્મમાં સ્ટાર કાસ્ટમાં નવા ફેસ હોય છે. અહીંયા સ્ટોરી મોટી હોય છે અને સાથે જ મોટા સ્ટાર્સ આવતા જ ફિલ્મનું બેગેજ પણ વધી જાય છે. હું પ્રેશરમાં આવવા ઈચ્છતો ન હતો. જો ફિલ્મને કઈ થાય તો હું સંપૂર્ણ જવાબદારી લઇ શકું છું તે ભલે પછી તે હિટ હોય કે ફ્લોપ.

Q. આમાં તમે હોરરનો એલિમેન્ટ પણ એડ કર્યો છે. ડાન્સ તો છે જ. આ વિચાર કઈ રીતે આવ્યો?

બોસ્કો: આ સ્ટોરી એવા લોકોની છે જેના સપના પૂરા નથી થતા, ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. મર્યા પછી શું તે પૂરા થઇ શકે છે, આના પર ફિલ્મ છે. સાથે જ આ ટિપિકલ હોરર સ્ટોરી નથી. આ અમુક અંશે ભૂતનાથ જોનરવાળી ફિલ્મ છે જેથી બાળકો પણ હોરરનો આનંદ લઇ શકે. અમે આનું નામ રોકેટ ગેંગ શું કામ રાખ્યું છે, તે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. લોકડાઉન સંપૂર્ણ રીતે પૂરું થશે ત્યારપછી અમે શૂટ શરૂ કરશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બોસ્કોના જણાવ્યા મુજબ રિઅલ ટાઈમ વર્ચ્યુઅલ રિઆલિટી ટેક્નિકમાં તમે શૂટ દરમ્યાન જ સીનમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ જનરેટ કરી શકો છો


from Divya Bhaskar https://ift.tt/3iu7Mir
https://ift.tt/3kry06N

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...