Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/10/new-project-37_1597034493.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/10/new-project-37_1597034493.jpg. Show all posts

Monday, August 10, 2020

રિયા ચક્રવર્તીની 3 કરોડની પ્રોપર્ટીની ED તપાસ કરી રહ્યું છે, વર્ષ 2018 અને ત્યારબાદ તેણે 3 ફ્લેટ્સ ખરીદ્યા હતા

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ થયો છે. ED (ડિરેક્ટોરેટ ઓફ અન્ફોર્સમેન્ટ)એ રિયાની આવક, ખર્ચ અને પ્રોપર્ટીની તપાસ શરૂ કરી છે. ED રિયાની જે પ્રોપર્ટી વિશે તપાસ કરી રહ્યું છે, તેમાંથી 1 ખાર વિસ્તારમાં છે, બીજી જુહૂ અને ત્રીજી નવી મુંબઈમાં છે. આ તમામ પ્રોપર્ટીની કુલ કિંમત આશરે 3 કરોડ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ 3 પ્રોપર્ટી રિયાએ વર્ષ 2018 અને ત્યારબાદ ખરીદી છે.

રિયાએ માત્ર 1 પ્રોપર્ટી વિશે જ સ્પષ્ટતા કરી છે
રિયાએ EDને આ 3 પ્રોપર્ટીમાંથી 1 વિશે જ સ્પષ્ટતા કરી છે. તે ખાર વિસ્તારમાં આવેલો 1BHK ફ્લેટ છે. 322 સ્ક્વેર ફૂટના આ ફ્લેટની આજે માર્કેટ કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે. તેને રિયાઓ વર્ષ 2018માં 76 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 51 હજાર રૂપિયામાં તેણે આ ફ્લેટ બુક કર્યો હતો, જ્યારે વર્ષ 2018માં મે મહિનામાં તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

માત્ર 10% જ ચૂકવણી પોતાના ખાતાંથી કરી હતી
રિયાએ આ ફ્લેટની 10% ચૂકવણી જ પોતાના ખાતાંમાંથી કરી હતી. ત્યારબાદ બાકી રહેતી રકમની ચૂકવણી સ્લેબમાં કરી હતી. GST, સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ચાર્જ મળીને આ ફ્લેટ માટે રિયાએ 84 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. રિયાએ HDFC બેંકમાંથી 55થી 60 લાખ રૂપિયાની લોન લીધી હતી અને બાકીની ચૂકવણી રોકડમાં કરી હતી. આ ફ્લેટમાં રિયાએ તેની માતા સંધ્યા ચક્રવર્તીને નોમિની બનાવ્યા છે.

ફેબ્રુઆરી 2023 સુધી આ પ્રોજેક્ટ પૂરો થશે
આ ફ્લેટને બનાવનાર બિલ્ડરથી જોડાયેલા નજીકના સૂત્રએ જણાવ્યું કે, રિયા પોતે 2 વખત બિલ્ડરના ઓફિસે ગઈ હતી. રિયાએ પ્રોડક્ટ મેનેજર સાથે પણ મુલાકાત કરી હતી. રિયાના પેરેરેન્ટ્સ ઈન્દ્રજીત ચક્રવર્તી અને સંધ્યા ચક્રવર્તીએ પણ ઓફિસની મુલાકાત કરી હતી. આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2022માં પૂરો થશે, પરંતુ લોકડાઉનને લીધે કામ અટકી પડતાં હવે તે વર્ષ 2023માં પૂરો થશે.

બિલ્ડર તમામ ડોક્યુમેન્ટ્સ EDને આપવા તૈયાર
આ કેસમાં EDએ બિલ્ડર સાથે કોઈ પૂછપરછ નથી કરી. જોકે બિલ્ડર આ કેસમાં EDને સહયોગ આપશે તેવી વાતો વહેતી થઈ છે. સાથે જ બિલ્ડર EDને તમામ ડોક્યુમેન્ટ્સ આપવા પણ તૈયાર છે.

આ 2 ફ્લેટ્સ વિશે રિયાએ કોઈ સ્પષ્ટતા આપી નથી
રિયાની 1 પ્રોપર્ટી જુહૂમાં તારા રોડ સાંતાક્રુઝ સ્થિત પ્રાઈમ રોઝ નામની બિલ્ડિંગના પહેલા માળે છે. 102 નંબરના આ ફ્લેટની માર્કેટ પ્રાઈઝ આશરે 1.5 કરોડ રૂપિયા છે. રિયા આ ફ્લેટમાં પરિવાર સાથે રહે છે. ડિસેમ્બર 2019માં યુરોપ ટૂરથી પરત આવ્યા બાદ સુશાંતને તે આ ફ્લેટમાંજ લાવી હતી. ત્યાં સુધી રિયાએ બાન્દ્રા સ્થિત 4BHK ફ્લેટ ભાડે લીધો ન હતો. ED તપાસ કરી રહી છે કે આ ફ્લેટ રિયા કે તેના પરિવારના કોઈ સભ્યએ ભાડે લીધો હતો કે તેને ખરીદવામાં આવ્યો હતો.

રિયાનો અન્ય એક ફ્લેટ નવી મુંબઈના ઉલ્વેમાં છે. આ ફ્લેટની માર્કેટ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હોવાની સામે આવ્યું છે. સાંતાક્રુઝ અને ઉલ્વેની પ્રોપ્રટી વિશે રિયા કોઈ સ્પષ્ટતા કરી શકી નથી. આજે એટલે કે સોમવારે EDએ આ 2 ફ્લેટ મામલે પૂછપરછ કરવા ફરી રિયાને બોલાવી છે.

EDની પૂછપરછ

  • શનિવારે EDએ શોવિકની પૂછપરછ કરી. તે 18 કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. સુશાંતના કેસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી પૂછપરછ છે. શોવિક શનિવારે સવારે 11 વાગ્યે ઓફિસ પહોંચ્યો હતો અને બીજે દિવસે સવારે આશરે 6:25 વાગ્યે ઘરે જવા રવાના થયો હતો.
  • EDએ શોવિકને રિયા ચક્રવર્તીના નામે રજિસ્ટર કંપનીઓ, ફ્લેટ્સ, આવક, ખર્ચા અને સુશાંતને લઇને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત શોવિક પર પોતાની કંપનીમાં સુશાંતના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. રિપોર્ટ પ્રમાણે, પૂછપરછ આટલી લાંબી ચાલી તો પણ EDને શોવિકના જવાબોથી સંતોષ મળ્યો નથી. તેણે પ્રશ્નોના જવાબ ગોલમાલ કરીને આપ્યા. તે પહેલાં શુક્રવારે શોવિક સાથે આશરે 5 કલાક પૂછપરછ ચાલી હતી.
  • ED અત્યાર સુધી રિયા, તેનો ભાઈ અને પિતા ઉપરાંત એક્ટ્રેસનો CA રિતેશ શાહ અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી ચૂક્યું છે. શનિવારે સુશાંતના રૂમમેટ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને પણ બોલાવ્યો હતો પણ તે હાજર ન થયો. સુશાંતના મૃત્યુ પછી સિદ્ધાર્થ મુંબઈથી બેંગલુરુ શિફ્ટ થઇ ગયો છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રિયા ચક્રવર્તીએ 1 ફ્લેટ માટે 55થી 60 લાખ રૂપિયાની લોન લીધી હતી.


from Divya Bhaskar https://ift.tt/2XMogKH
https://ift.tt/3fFx0sl

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...