Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/11_1597146958.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/11_1597146958.jpg. Show all posts

Tuesday, August 11, 2020

રોહિતાશ ગૌરથી લઈ સ્નેહા વાઘ સુધી, ટીવી સેલેબ્સે આ રીતે જન્માષ્ટમીનો તહેવાર મનાવ્યો

કોરોનાને કારણે આ વખતે સ્ટાર્સે ઘરમાં જ જન્માષ્ટમી સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો છે. ટીવી સ્ટાર્સ પોતાના ઘરે જ પરિવાર સાથે આ તહેવાર સેલિબ્રેટ કરશે. ‘હપ્પુ કી ઉલટન પલટન’ ફૅમ યોગેશ ત્રિપાઠી તથા કામના પાઠક, ‘કહત હનુમાન જય શ્રી રામ’ ફૅમ સ્નેહા વાઘ, ‘ભીબીજી ઘર પર હૈં’ ફૅમ રોહિતાશ ગૌર, ‘સંતોષી માં સુનાએ વ્રત કથાયેં’ની ગ્રેસી સિંહ તથા ‘ગુડિયા હમારી સભી પે ભઆરી’ની સારિકા બહરોલિયા તથા કરમ રાજપાલ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી.

મારો દીકરો કનૈયાની જેમ તૈયાર થાય છેઃ યોગેશ ત્રિપાઠી
યોગેશ ત્રિપાઠીએ કહ્યું હતું, ‘દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન અમે ઘરે ભગવાન કૃષ્ણા માટે પારણું તૈયાર કરીએ છીએ અને તેને ફૂલો તથા ઘરેણાંથી સજાવી છીએ. માખન, મિસરી, ખીર, મીઠી મઠરી તથા ઘૂઘરા જેવી મીઠાઈઓ પ્રસાદ તરીકે ધરાવીએ છીએ. મારો દીકરા દિશુ કનૈયાની જેમ તૈયાર થાય છે.’

નાનપણથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ખાસ લગાવઃ સ્નેહા વાઘ
સ્નેહા વાઘે કહ્યું હતું, ‘આ તહેવારનું મારા જીવનમાં અલગ જ સ્થાન છે, મને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ખાસ લગાવ છે. હું ચાર-પાંચ વર્ષની હતી ત્યારે જન્માષ્ટમીના મેળામાં ગઈ હતી. અહીંયા મેં મારી જ ઉંમરના એક છોકરાને શ્રીકૃષ્ણ બનેલો જોયો હતો. તેને જોઈને હું શ્રીકૃષ્ણને વધું પ્રેમ કરવા લાગી હતી. જેમ જેમ મોટી થતી ગઈ તેમ ભગવાનના ઉપદેશો વાંચતી ગઈ અને મારા જીવનની તકલીફો દૂર થતી ગઈ. આ બધાની અસર મારા જીવનમાં હકારાત્મક થઈ હતી.’

માતાની હાથની ખીર મિસ કરીશઃ કામના પાઠક
કામના પાઠકે કહ્યું હતું, ‘એક વ્યક્તિ વ્યક્તિગત રીતે જે વિશ્વાસ ધરાવે છે તે તેવી જ બની જાય છે. આપણાં રોજિંદા જીવનમાં આપણે હકારાત્મક રહેવું જોઈએ અને હંમેશાં આશાવાદી બનવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણના બોધપાઠ સમયથી આગળ હતા અને આજે પણ તે ઉપયોગી છે. તેમની પાસે મન તથા હૃદયનું યોગ્ય સંતુલન હતું. જોકે, આ તહેવાર દરમિયાન હું મારી માતાના હાથે બનાવેલી ખીરને મિસ કરીશ.’

View this post on Instagram

Radhe Radhe Bol Rahe Rahe✨✨

A post shared by Kamna Pathak (@kamna03) on Aug 10, 2020 at 10:03pm PDT

નાનપણમાં હું જ કનૈયો બની જતો હતોઃ રોહિતાશ ગૌર
રોહિતાશ ગૌરે કહ્યું, ‘ભગવાન શ્રીકૃષ્ણ દ્વેષ-વેરભાવનો નાશ કરે છે અને આથી જ જન્માષ્ટમીએ સત્યના વિજયનો તહેવાર છે. નાનપણમાં હું હંમેશાં કનૈયાની જેમ તૈયાર થતો હતો. આ વખતે કોરોનાને કારણે અમે ઘરમાં જ પૂજા કરીશું.’

ઘરમાં જ પૂજા કરીશું, કંઈ જ ભવ્ય નહીં હોયઃ ગ્રેસી સિંહ
ગ્રેસી સિંહે કહ્યું હતું, ‘અમે ઘરે જ પૂજા કરીશું. આ વખતે કોઈ ભવ્ય રીતે સેલિબ્રેશન કરવામાં આવશે નહીં.’

મા

તાનાં હાથનાં બનેલાં પકવાનો વગર તહેવાર અધૂરોઃ સારિકા
સારિકા બહરોલિયાએ કહ્યું હતું, ‘ગ્વાલિયરમાં મારી માતા દર જન્માષ્ટમીએ કૃષ્ણ મંદિરમાં પ્રાર્થના કરવા જતી હતી. પછી આ પરંપરા બની ગઈ હતી. હું ઘણીવાર બારીમાંથી દહીં-હાંડીનો પ્રોગ્રામ જોતી હતી. માતાએ બનાવેલા પકવાન વગર આ દિવસ પૂરો થઈ શકે નહીં. આ દિવસે પરિવાર સાથે રહેવાનું પસંદ કરું છું.’

દહીં-હાંડી પ્રોગ્રામ ના હોવાની ઊણપ વર્તાશેઃ કરમ રાજપાલ
કરમ રાજપાલે કહ્યું હતું, ‘આ વખતે કોરોનાને કારણે દહીં-હાંડીનો ઉત્સવ સેલિબ્રેટ થશે નહીં. અમે ઘરમાં જ નાનકડું સેલિબ્રેશન કરવાનો નિર્ણય લીધો છે. અડધી રાત્રે પૂજા કરીશું, પંજરી, ખીર, માખણ, મિસરી સહિતનો પ્રસાદ ભગવાનને અર્પણ કરીશું.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
From Rohitash Gaur to Sneha Wagh, TV celebs celebrated Janmashtami like this


from Divya Bhaskar https://ift.tt/2XOvLkp
https://ift.tt/31Iu0X0

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...