Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/5_1597128995.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/5_1597128995.jpg. Show all posts

Tuesday, August 11, 2020

રિયા ચક્રવર્તીએ બોલિવૂડના ટોચના ડિરેક્ટર પાસે મદદ માગી હતી, રિપોર્ટ્સમાં દાવો- એકટ્રેસ ઈચ્છતી હતી કે કેટલાંક જર્નિલસ્ટ તેના પક્ષમાં આર્ટિકલ લખે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં EDએ રિયા તથા તેના પરિવારની પૂછપરછ કરી હતી. આ દરમિયાન એક નવા જ સમાચાર સામે આવ્યા છે. કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રિયાએ બોલિવૂડના ટોચના ડિરેક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસે મદદની અપીલ કરી હતી. તે ઈચ્છતી હતી કે કેટલાંક જર્નલિસ્ટ તેના પક્ષમાં આર્ટિકલ લખે.

ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉને EDના સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે કહેવામાં આવ્યું છે કે રિયા ફ્રેન્ડલી મીડિયા પાસેથી પોતાના પક્ષમાં આર્ટિકલ લખાવવા માગતી હતી. આથી જ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના ડિરેક્ટરનો ફોન પર સંપર્ક કરીને મદદની અપીલ કરી હતી. EDને આ વાતની માહિતી રિયાના ફોન કૉલમાંથી મળી હતી.

રિયાએ જર્નિલસ્ટના નંબર માગ્યા હતા
ખાસ વાત એ છે કે આ ડિરેક્ટર મહેશ ભટ્ટ નથી. રિયાએ 8 જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યું હતું અને ત્યારથી લઈ 13 જૂન સુધી રિયાએ 16 વાર મહેશ ભટ્ટ સાથે વાત કરી હતી. EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, રિયાએ તે ડિરેક્ટર પાસે તેની ફેવરમાં આર્ટિકલ લખી શકે તેવા કેટલાંક જર્નલિસ્ટના નંબર માગ્યા હતા.

10 કલાક પૂછપરછ કરવામાં આવી
EDએ 10 ઓગસ્ટના રોજ રિયા તથા તેના ભાઈ શોવિક, પિતા ઈન્દ્રજીત તથા મેનેજર શ્રુતિ મોદીની 10 કલાક પૂછપરછ કરી હતી. આ જ દિવસે પહેલી જ વાર સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થની પણ છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

રિયા આવકનો સોર્સ બતાવી ના શકી
EDએ કરેલી અત્યાર સુધીની પૂછપરછમાં રિયા પોતાની આવકનો સ્ત્રોત કહેવામાં નિષ્ફળ રહી રહી છે. ઈનકમ ટેક્સ રિટર્નમાં હોમ લોન પર મળતી છૂટનો ઉલ્લેખ પણ નથી. આ ઉપરાંત તેની અચળ સંપત્તિના સ્ત્રોત પર પણ સવાલ કરવામાં આવ્યો છે.

પરિવારની માગઃ મર્ડરના એન્ગલથી પણ તપાસ થાય
CBIની ટીમ સોમવાર (10 ઓગસ્ટ)ના રોજ હરિયાણાના ફરીદાબાદ ગઈ હતી. અહીંયા સુશાંતની બહેન પ્રિયંકા રહે છે. હાલ સુશાંતના પિતા તથા નાની બહેન મીતુ પણ અહીંયા છે. એડિશનલ SP અનિલ કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે બે કલાક સુધી પરિવારના સભ્યોના નિવેદન લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંતની બહેને CBI ટીમને કેસની તપાસ મર્ડર એન્ગલથી થવી જોઈએ તેમ કહ્યું હતું.

14 જૂને સુશાંતનું મોત થયું
14 જૂનના રોજ સુશાંત પોતાના બ્રાંદ્ર સ્થિત ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદથી મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરતી હતી. મુંબઈ પોલીસે 40થી વધુ વ્યક્તિઓના નિવેદન લીધા હતા. સુશાંતના પિતાએ પટનામાં પોલીસ ફરિયાદ કર્યા બાદ બિહાર પોલીસની એક ટીમ મુંબઈ આવી હતી. હાલમાં આ કેસ CBI પાસે છે. આ કેસની તપાસ ED પણ કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rhea Chakraborty sought help from Bollywood's top director, reports claim - the actress wanted some journalists to write articles in her favor


from Divya Bhaskar https://ift.tt/3iuwUpb
https://ift.tt/3iyyk1J

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...