Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/9_1597140488.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/9_1597140488.jpg. Show all posts

Tuesday, August 11, 2020

સલમાન ખાને મહેબૂબ સ્ટૂડિયોમાં ‘બિગ બોસ 14’નો પ્રોમો શૂટ કર્યો, શોમાં 13 સેલેબ્સ-3 કોમનર્સ જોવા મળશે

‘બિગ બોસ 14’નું ટીઝર સામે આવતા જ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સીઝન પણ સલમાન ખાન જ હોસ્ટ કરવાનો છે. સલમાન ખાને ટીઝરનું શૂટિંગ પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં કર્યું હતું. શોના પ્રોમોનું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું હતું.

ફાર્મહાઉસમાં જ શો હોસ્ટ કરશે
સલમાન ખાન પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં જ શો હોસ્ટ કરવાનો છે પરંતુ તેણે પ્રોમોનું શૂટિંગ મહેબૂબ સ્ટૂડિયોમાં કર્યું હતું. ઓગસ્ટ એન્ડ સુધીમાં પ્રોમો રિલીઝ કરવામાં આવશે. આ વખતે શોની થીમ કોરોનાવાઈરસ તથા લૉકડાઉન સાથે જોડાયેલી છે.

શોમાં કોમનર્સ પણ જોવા મળશે
આ વખતે શોમાં ટોટલ 16 સ્પર્ધકો જોવા મળશે, જેમાં 3 કોમનર્સ હશે એટલે કે 13 સેલિબ્રિટી હશે. વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી અલગ સ્પર્ધકો ભાગ લેશે. કોમનર્સની પસંદગી આ વખતે ઓનલાઈન જ કરવામાં આવશે.

27 સપ્ટેમ્બરે શો શરૂ થશે
ગયા વર્ષે આ શો 29 સપ્ટેમ્બરે શરૂ થયો હતો જ્યારે આ વર્ષે શો 27 સપ્ટેમ્બરે શરૂ થશે. સ્પર્ધકો ઘરની અંદર બે દિવસ પહેલા જતા રહેશે. ચર્ચાઈ રહ્યું છે કે આ વખતે શોમાં રેડ તથા ગ્રીન ઝોન જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan shoots promo of 'Bigg Boss 14' at Mehboob Studios, show will feature 13 celebs-3 commoners


from Divya Bhaskar https://ift.tt/2XM2XZB
https://ift.tt/33KfTTP

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...