Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/untitled-8_1597133435.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/11/untitled-8_1597133435.jpg. Show all posts

Tuesday, August 11, 2020

પોતાનું નામ આવતા સૂરજ પંચોલી નારાજ, મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના કેસમાં પોતાનું નામ આવવાથી એક્ટર સૂરજ પંચોલી નારાજ થયો છે અને તેણે હવે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સૂરજ ઈચ્છે છે કે તેનું માનસિક શોષણ કરનાર લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

સાત પાનાની ફરિયાદમાં સૂરજે આક્ષેપ કર્યો છે કે દિશા સલિયનને તે ઓળખતો પણ નથી અને તે ક્યારેય તેને મળ્યો પણ નથી. સૂરજે પોતાની ફરિયાદમાં કેટલાંક ટોચના મીડિયા હાઉસ તથા યુ ટ્યૂબ ચેનલના નામ પણ લખ્યા છે. હાલમાં વર્સોવા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જો આમાં કોઈ સાચી વાત સામે આવશે તો FIR કરીને પૂછપરછ કરવામાં આવશે.

વાઈરલ તસવીરને કારણે સૂરજ તથા દિશા વચ્ચે સંબંધ હોવાનું કહેવામાં આવ્યું
થોડાં સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક તસવીર વાઈરલ બની હતી. આ તસવીરમાં સૂરજ પંચોલની સાથે દિશા સલિયન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, સૂરજે આ તસવીરને લઈ સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે તે તેની મિત્ર અનુશ્રી ગૌર છે અને તે હવે ભારતમાં રહેતી નથી.

કપડાં વગર બૉડી મળ્યા હોવાની વાતને મુંબઈ પોલીસે ફગાવી
પહેલાં દાવો કરવામાં આવતો હતો કે દિશા સલિયનની ડેડ બૉડી કપડાં વગર મળી આવી હતી. જોકે, મુંબઈ પોલીસના વિશાલ ઠાકુરે કહ્યું હતું કે દિશા સલિયનની બૉડી પર કપડાં ના હોવાની વાત ખોટી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તરત જ મુંબઈ પોલીસ પહોંચી ગઈ હતી. દિશાના પેરેન્ટ્સની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું.

આઠ જૂનના રોજ દિશાએ આત્મહત્યા કરી હતી
દિશા સલિયને આઠ જૂનના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના 14મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. છ દિવસ બાદ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આથી જ સોશિયલ મીડિયામાં આ બંને કેસને એકબીજા સાથે સાંકળવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Annoyed, Suraj Pancholi lodged a complaint at the Versova police station in Mumbai


from Divya Bhaskar https://ift.tt/33UhKFs
https://ift.tt/33JPEgh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...