Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/5_1597205643.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/5_1597205643.jpg. Show all posts

Wednesday, August 12, 2020

પરિવારે સંજય રાઉતને 48 કલાકની અંદર માફી માગવાની નોટિસ મોકલી, જન્માષ્ટમીની રજા હોવાથી ED આજે કોઈના નિવેદન લેશે નહીં

શિવસેના નેતા સંજય રાઉતે સુશાંત સિંહ રાજપૂતના પિતા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ સુશાંતનો પિતરાઈ ભાઈ તથા ભાજપના નેતા નીરજ કુમાર સિંહ બબલુએ સંજય રાઉતને લીગલ નોટિસ મોકલી છે. ઈમેલથી મોકલવામાં આવેલી આ નોટિસમાં 48 કલાકની અંદર પોતાના નિવેદન પર માફી માગવાનું કહેવામાં આવ્યું છે. જો શિવસેના સાંસદ માફી નથી માગતા તો પરિવાર કોર્ટમાં માનહાનિનો કેસ કરશે. રાઉતે કહ્યું હતું કે સુશાંત પિતાના બીજા લગ્નથી નારાજ હતો.

શિવસેનાના પ્રવક્તા મહેશ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે મુંબઈ પોલીસની તપાસમાં બિહાર પોલીસે હસ્તક્ષેપ કર્યો છે. આની પાછળ રાજકારણ છે.

આજે રજા હોવાથી આ કેસમાં કોઈની પૂછપરછ થશે નહીં
આજે એટલે કે 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની રજા હોવાથી ED કોઈની પણ પૂછપરછ કરશે નહીં. EDએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સાથે બેવાર, ભાઈ શોવિક સાથે ત્રણ વાર, પિતા ઈન્દ્રજીતની એકવાર પૂછપરછ કરી હતી. આ ઉપરાંત મેનેજર શ્રુતિ મોદી તથા રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંતની બહેન મીતુ સિંહનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું.

કેકે સિંહઃ મારા દીકરાને કોઈએ ગળેફાંસો ખાતા જોયો નથી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં પિતા કેકે સિંહે 11 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે હવે તેમના અંતિમ સંસ્કારમાં મુખાગ્નિ આપનાર કોઈ નથી. તે પટનાના છે અને દીકરા વગર તેમના અંતિમ સંસ્કાર કોણ કરશે. કોઈએ તેમના દીકરાને ગળેફાંસો ખાતા જોયો નથી. દીકરી જ્યારે ફ્લેટ પર આવી તો સુશાંત પલંગ પર પડ્યો હતો. આ કેસની તપાસ થવી જરૂરી છે.

સુશાંત કેસમાં ED અને CBIએ તપાસ શરૂ કરી દીધી છે. રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે 13 ઓગસ્ટ સુધી આ કેસના તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું છે.

FIR મોડી કરવા પાછળનું આ કારણ જણાવ્યું
કેકે સિંહના વકીલ વિકાસ સિંહે જસ્ટિસ ઋષિકેશ રૉયની બેંચને કહ્યું હતું કે સુશાંતના આકસ્મિક મોતથી તેઓ શોકમાં હતા અને શોકમાંથી બહાર આવ્યા બાદ તેમણે પટનામાં પોલીસ ફરિયાદ કરી અને આથી જ મોડું થયું.

રિયા બોલિવૂડમાંથી આમિર ખાન-શ્રદ્ધા કપૂરના સંપર્કમાં હતી
રિયા ચક્રવર્તીના કૉલ રેકોર્ડ પ્રમાણે તે આમિર ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, આદિત્ય રોય કપૂર, રાણા દગ્ગુબતી, સની સિંહ તથા સ્વર્ગીય સરોજ ખાન સહિતની અનેક હસ્તીઓના સંપર્કમાં હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Family sends notice to Sanjay Raut to apologize within 48 hours, ED will not take anyone's statement today as it is Janmashtami holiday


from Divya Bhaskar https://ift.tt/3gOKTWh
https://ift.tt/33QOZd2

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...