Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/7_1597210418.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/7_1597210418.jpg. Show all posts

Wednesday, August 12, 2020

સંજય દત્તના ફેફસાંના કેન્સર પર બે વાતો સામે આવી, પરિવાર આજે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને સ્થિતિ સ્પષ્ટ કરશે

મંગળવાર, 11 ઓગસ્ટના રોજ ચર્ચા હતી કે સંજય દત્તને થર્ડ સ્ટેજનું ફેફસાંનું કેન્સર છે. જોકે, દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સંજય દત્તના નિકટના મિત્રે આ ન્યૂઝ પર આશ્ચર્ય પ્રગટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હજી સુધી તો સંજય દત્તનો બાયોપ્સી ટેસ્ટ કરવામાં આવ્યો નથી તો લંગ કેન્સરની વાત કેવી રીતે આવી. કેન્સરની વાત સામે આવતા દત્ત પરિવાર આજે એટલે કે 12 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરીને સ્થિતિ સ્પષ્ટ કરશે.

સંજયના મિત્રે કહ્યું હતું કે સંજયે કોરોનાનો બે વાર ટેસ્ટ કરાવ્યો હતો અને બંને ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. હાલમાં તે મુંબઈમાં જ છે. આ પહેલાં એવી ચર્ચા હતી કે સારવાર માટે સંજય દત્ત અમેરિકા જવા રવાના થઈ ગયો.

કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી
સંજય દત્તે 11 ઓગસ્ટના રોજ બપોરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી.

ફેફસાંનાં કેન્સરનું સ્ટેજ-3 કેટલું જોખમી?
અહેવાલ પ્રમાણે સંજય દત્ત લંગ કેન્સરના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જે જીવલેણ માનવામાં આવે છે. ડોક્ટરના મતે લંગ કેન્સર બે પ્રકારના હોય છે- સ્મોલ સેલ કેન્સર અને નોન સ્મોલ સેલ કેન્સર. સ્મોલ સેલ લંગ કેન્સર ઝડપથી ફેલાય છે, જ્યારે નોન સ્મોલ સેલ લંગ કેન્સર ઓછી ઝડપથી ફેલાય છે.

અર્લી સ્ટેજ-આ સ્ટેજમાં કેન્સરની શરૂઆત થાય છે. આ સમયે શરીરના કોઈ એક અંગમાં અનેક કોશિકાઓ બમણી ઝડપથી વધવાની શરૂઆત કરે છે. આ સ્ટેજમાં ઓપરેશનથી એક લંગ અથવા તે હિસ્સો હટાવી દેવામાં આવે છે, જેમાં કેન્સરના લક્ષણ જોવા મળે છે.

ઈન્ટરમીડિએટ સ્ટેજ- જ્યારે કેન્સર સેલ શરીરના અંગથી બીજા અંગમાં ફેલાવા લાગે છે. આ સ્ટેજમાં કીમોથેરાપી, રેડિયોથેરાપી સાથે ઓપરેશનની જરૂર પડે છે.

એડવાન્સ સ્ટેજ- જ્યારે શરીરના અન્ય ભાગોમાં કેન્સરની કોશિકાઓ સંપૂર્ણપણે ફેલાઈ જાય છે. આ સ્ટેજમાં દર્દીને સારું થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, પણ એડવાન્સ કીમોથેરાપીથી લાંબા સમય સુધી ઈલાજ ચાલી શકે છે.

એક દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા મળી હતી
એક દિવસ પહેલા સંજયને સોમવારે (10 ઓગસ્ટ) હોસ્પિટલમાંથી રજા મળી હતી. 61 વર્ષીય સંજય દત્તને આઠ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt's health update, family likely to released a statement today


from Divya Bhaskar https://ift.tt/3kDmvJK
https://ift.tt/2CkKDj1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...