Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/manushi_1597213673.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/manushi_1597213673.jpg. Show all posts

Wednesday, August 12, 2020

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે કહ્યું, સોશિયલ મીડિયાની લાઇક્સ અને કમેન્ટ્સથી યંગસ્ટર્સ પર પ્રેશર વધી રહ્યું છે, પરંતુ આ જ સર્વસ્વ નથી

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને એક્ટ્રેસ માનુષી છિલ્લર યુનિસેફ જેવા વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કામ કરે છે. યુનાઇટેડ નેશન્સ આજે 12 ઓગસ્ટે ઇન્ટરનેશનલ યુથ ડે સેલિબ્રેટ કરે છે અને આ વર્ષની થીમ યુથ એન્ગેન્જમેન્ટ ફોર ગ્લોબલ એક્શન છે. આ થીમનો હેતુ એવા ઉપાયો શોધવાનો છે જેમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર યુવાનો જોડાય. માનુષીએ કહ્યું કે, ડિજિટલાઈઝેશન અને ટેક્નોલોજીનો પ્રોગ્રેસ આપણા દેશના યુવાનો માટે એક વરદાન અને શ્રાપ બંને છે.

માનુષીએ જણાવ્યું કે, આ દેશના યુવાનો ટેક્નોલોજીની લહેર પર સવાર છે. એક બાજુ તેના ઘણા ફાયદા છે તો ઘણા નુકસાન પણ છે. ત્યાં નફરત ફેલાવતું વાતાવરણ પણ છે. ત્યાં આ પ્રકારની ભાવનાઓ ભડકાવવા કરતાં ભૂલોમાંથી શીખવું જોઈએ. પોતાની ઓળખ બનાવવી જોઈએ. હું પ્રાર્થના કરું છું કે રોજ સામે આવતી આ નેગેટિવિટીનો સામનો કરવા માટે આપણે સંપૂર્ણપણે સ્ટ્રોંગ હોઈએ અને શું સાચું શું ખોટું તેનો ભેદ ઓળખવા સક્ષમ હોય.

લાઇક્સ, શેર અને કમેન્ટ્સ જ સર્વસ્વ નથી
માનુષીએ વધુમાં ઉમેર્યું કે, સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ વર્લ્ડમાં લાઇક્સ, શેર અને કમેન્ટ્સ નિશ્ચિતપણે પ્રેશર આપી રહ્યા છે અને હું ઈચ્છું છું કે યુવાનોને હંમેશાં આ વાતની જાણકારી રહે કે રિઅલમાં આ જ સર્વસ્વ નથી. ભલે સંખ્યા કે તેની દ્રષ્ટિએ આપણે તેને પસંદ કરીએ પણ આ હકીકત નથી.

મહત્ત્વનું છે કે આપણે કોણ છીએ, આપણા પાયાના મૂલ્ય શું છે, આપણે બીજા સાથે કેવું વર્તન કરીએ છીએ અને આપણે આપણા પરિવાર, મિત્રો, પર્યાવરણ અને દેશ પ્રત્યે કેટલા જવાબદાર છીએ.

ફ્યુચર પ્લાનિંગ પર કોઈ અસર ન થવી જોઈએ
માનુષી માને છે કે કોરોના મહામારીએ યુવાનો માટે નવી પ્રાથમિકતાઓ નિર્ધારિત કરી છે. યુવાનો અને બાળકો આજે એક જેવા વાતાવરણમાં મોટા થઇ રહ્યા છે જ્યાં તેઓ એક મહામારીની વચ્ચે છે. તે કહે છે કે, મને આશા છે કે તે યુવાનોના ટેલેન્ટને નુકસાન નહીં પહોંચાડે. યુવાનોએ નવી શોધ કરવામાં અને કોઈ ડર વગર જીવન લીડ કરવામાં શરમ રાખવી ન જોઈએ કારણકે આપણે આપણા ભવિષ્યની શોધ કરવાના છીએ.

આશા છે કે આ માત્ર વિકાસની પ્રક્રિયાનો ભાગ હશે
ટેક્નોલોજીના આ યુગમાં યુવાનો ઝડપથી મોટા થઇ રહ્યા છે અને માનુષી આ વાતને સહર્ષ સ્વાગત કરે છે. તેણે કહ્યું કે, બધા પડકારોનો નિશ્ચિત રૂપે પ્રભાવ પડશે પણ મને આશા છે કે આ બધું યુવાનોની વિકાસની પ્રક્રિયાનો એક ભાગ બનશે અને અનુભવ મેળવવા માટે તેઓ પાછળ ડગલાં નહીં ભરે. યુવાનોએ કોઈ ડર વગર જીવવું જોઈએ, સ્વતંત્ર રહેવું જોઈએ અને હંમેશાં એવું ફીલ કરવું જોઈએ કે તેઓ સૂરજની પાછળ દોડી રહ્યા છે.

યુવાનો બહારના પ્રેશર સામે નમતું ન મૂકે અને સપના જોતા રહે
આગળ કહ્યું કે, ઇન્ટરનેશનલ યુથ ડે પર હું ઈચ્છું છું કે આપણા દેશના યુવાનો આ બહારના પ્રેશર સામે નમતું ન મૂકે અને સપના જોતા રહે. આ વિચાર આ દુનિયાના ભવિષ્યને આકાર આપશે અને તેઓ પોતાના માટે અને આવનારી પેઢી માટે શું બનાવીને રાખે છે તે જોવા માટે હું સૌથી વધુ ઉત્સુક છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
14 મે 1997માં જન્મેલ માનુષી છિલ્લર 2017માં મિસ વર્લ્ડ બની હતી.


from Divya Bhaskar https://ift.tt/33SVYCi
https://ift.tt/2PR1I73

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...