Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/nita-2_1597229889.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/12/nita-2_1597229889.jpg. Show all posts

Wednesday, August 12, 2020

રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ શોથી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી, સોન્ગ અને ફિલ્મ સાથે જોડાયેલી વાતો યાદ કરી

હાલમાં ટીવી શો ‘અનુપમા’માં મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનાં ‘હવા હવાઈ સોન્ગ’ પર રૂપાલી ગાંગુલીએ શૂટ કર્યું છે. રૂપાલીએ આ શો માટે સોન્ગને ફરીથી રિક્રિએટ કર્યું છે. આ સિક્વન્સને શૂટ કરતી વખતે રૂપાલી ગાંગુલીને સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી સાથે જોડાયેલી કેટલીક વાતો યાદ આવી.

આ શૂટ વિશે રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, શ્રીદેવી સાથે કદમ મિલાવી શકે તેવું આ દુનિયામાં કોઈ નથી. મને આ શોમાં એક મોકો આપવા બદલ રાજન શાહીનો આભાર. હું તેમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. આ શોના માધ્યમથી મારા દરેક સ્વપ્ન અને ઈચ્છાઓ પૂરી થઇ ગઈ. મને યાદ છે કે, મિસ્ટર ઇન્ડિયા ફિલ્મને મેં અજંતામાં ટ્રાયલ શો તરીકે જોઈ હતી. શો હાઉસફુલ હતો અને દરેક બાળકો નીચે બેઠા હતા અને ત્યારબાદ મેં ફિલ્મ સત્યમ થિયેટરમાં જોઈ.

રૂપાલીએ વધુમાં કહ્યું કે, હું હકીકતમાં ઈચ્છું છું કે મારું સંતાન પ્રથમ ફિલ્મ તરીકે મિસ્ટર ઇન્ડિયાને જ જોવે. ‘હવા હવાઈ સોન્ગ’માંથી શ્રીદેવીની બાદબાકી શક્ય નથી. તેમનાં ડાન્સ મૂવ્સ અલ્ટીમેટ હતાં. મેં બાળપણમાં શ્રીદેવીની ફિલ્મનાં ઘણા સોન્ગ પર પર્ફોર્મ કર્યું છે. તે મારા મનપસંદ આઈડીયલ રહ્યા છે. હું તેમના કામની સૌથી મોટી ચાહક છું. આ શૂટથી શ્રીદેવીને એક નાનકડી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

રૂપાલીની સાથે બાકીના કલાકાર પારસ કલનાવત, મુસ્કાન બામને, આશિષ મેહરોત્રા, જસવીર કૌરે પણ સોન્ગમાં ડાન્સ કર્યો છે. જન્માષ્ટમીના તહેવાર પર એપિસોડમાં ડાન્સ પર્ફોર્મન્સ ઉમેરવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Through The Anupama Show, Rupali Ganguly Gave Sridevi A Tribute,shares Special Memories Related To The Film And Song


from Divya Bhaskar https://ift.tt/31MDYXh
https://ift.tt/2XTuOHI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...