Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/23_1597273548.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/23_1597273548.jpg. Show all posts

Thursday, August 13, 2020

મોતના 58 દિવસ બાદ પહેલી વખત સામે આવ્યાં 15 પેજ, જેમાં લખ્યું હતું કે - પરિવાર સાથે રહેશે, કોઇ તેમનાથી દૂર ના જાય તેનું ધ્યાન રાખશે

સુશાંત સિંહ રાજપૂતની ડાયરીના 15 પેજ તેમની મોતના 58 દિવસ બાદ સામે આવ્યાં છે. આ પેજમાં તેમના સપના હતા, પોતાને તૈયાર કરવાની ઇચ્છા હતી અને કેટલીક વ્યથાઓ પણ હતી. તેમાં બોલિવૂડથી હોલિવૂડ સુધીની ફ્યૂચર પ્લાનિંગ હતું. બહેન અને ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોની વાતો હતી.

સુશાંતની ડાયરીમાં 2020ની પ્લાનિંગમાં સૌથી મહત્વનું તે પેજ હતું, જેમાં સુશાંતને તેવું લાગી રહ્યું હતું કે પરિવાર તેનાથી દૂર જઈ રહ્યો છે. પરિવારથી તે છૂટો પડી રહ્યો હતો. જો કે, તેમણે પ્લાનિંગ કર્યો અને લખ્યું પણ કે, તેઓ 2020માં પોતાની પ્લાનિંગમાં પરિવાર સાથે રહેશે. કોઇ તેમનાથી દૂર ના જાય તેનું ધ્યાન રાખશે. પબ્લિક લાઇફમાં સેલ્ફલેસ, કેરિંગ અને રિસ્પોન્સિબલ બનશે.

આ ડાયરીના પેજની 5 મહત્વની વાતો

  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ 15 પેજ પોલીસની મદદથી મીડિયા પાસે આવ્યાં છે. કહેવાઈ રહ્યું છે કે, આ પેજની મદદથી સુશાંતની પ્લાનિંગ સામે લાવવામાં આવી રહી છે.
  • આ એક રીતે સુશાંતના પરિવારના તે આરોપોનો જવાબ છે કે જેમાં એવું કહેવાઈ રહ્યું હતું કે, સુશાંતને રિયાએ બંધક બનાવી દીધો હતો અને ફરિયાદ કર્યા બાદ પણ પોલીસે કંઇ નથી કર્યું.
  • આ પેજમાં બહેન પ્રિયંકાનું નામ આવવાથી તેવો મેસેજ પણ મળે છે કે, સુશાંત પરિવારને લઇને ચિંતાતુર હતો અને તેમની સાથે મળીને કોઈ મોટું કામ કરવા માગતો હતો.
  • આ પેજમાં સુશાંતના ઇન્ટેલેક્ચ્યુએલ લેવલ અને તેમની મેનેજમેન્ટ સ્કિલની પણ ઝલક મળે છે. તેમના શબ્દોમાં સ્પષ્ટતા અને દૂરની વિચારતા હોવાનું દેખાઈ રહ્યું છે.
  • આ પેજ સામે આવવાથી રિયાને પણ થોડી મદદ મળી શકે છે, કારણ કે તેમની પર સુશાંતને મજબૂર કરવાની, તેના પૈસા પડાવવાની અને પરિવારથી દૂર કરવાના આરોપો લાગ્યાં છે.

નીચે વાંચો 15 પેજ પર લખેલી કહાની, દરેક પેજની પોતાની કહાની -

  • 1. સુશાંતે પોતાના વિશે લખ્યું
ડાયરીના આ પેજ પર હેડિંગમાં “I” એટલે કે પોતાની ઉપર શું-શું કરવાનું છે તેના પાંચ પોઇન્ટ લખેલા છે. 1. પોતાની એક્ટિંગ સ્કિલને બહુ જ મોટા પ્રમાણમાં અપગ્રેડ કરવી અને લેંગ્વેજ-કલ્ચરમાં માસ્ટરી મેળવવી. 2. હોલિવૂડમાં કોઇ મોટી એજન્સી સાથે એસોસિએશન બનાવવું. 3. ક્રિએટીવ ફિલ્ડમાં ટોપ પ્લેયર સાથે સંબંધ બનાવવા. 4. સિનેમે, એજ્યુકેશન અને ઇન્વાયરમેન્ટ માટે અપગ્રેડ કરવું છે. 5. આ પોઇન્ટમાં કોર ટીમ સાથે દરેક અઠવાડિયે મિટિંગ કરવાની વાત લખી છે.
  • 2. 2020માં એન્ટરટેઇન વર્લ્ડમાં સુશાંતની યોજના - 1
ડાયરીના આ પેજ પર પ્લાનિંગ માટે તેમણે પેજને આડું ફેરવીને એક ફ્લો ચાર્ટ બનાવ્યો છે. જેમાં સૌથી ઉપર અસેટ ક્રિએશનમાં 50 કરોડ રૂપિયા લખ્યા છે. જેમાં સાથે જ પોતાનો તમામ ખર્ચ અને ફિક્સ્ડ ઇન્કમ વચ્ચે બરાબરનું નિશાન કર્યું છે. આ સાથે વચ્ચે કોર ટીમ અને તેમના વિઝનને 4 પોઇન્ટમાં લખ્યું છે. સાથે જ કોર ટીમના ચાર મોટા સ્કોપ એરિયાની વાત પણ ચાર બોક્સ બનાવીને લખી છે. તેમાં રેપ્યુટેશન મેનેજમેન્ટ + બ્રાન્ડ બિલ્ડિંગ, ક્રિએટીવ ઇન્કમ માટેની તક, લીગલ આસપેક્ટ્સ + મની મેનેજમેન્ટ અને પ્લાનિંગ + સ્ટ્રેટેજી જેવા શબ્દો લખ્યા છે. વિઝનમાં સોથી મોટી વાત 2020માં હોલિવૂડમાં સારી રીતે સક્રિય થવું, ટોપ 50 થિંકર્સ/પ્લાનર ટીમ, એજ્યુકેશન-એનવાયર્મેન્ટ સિનેમા અને ફ્રી ટાઇમ લખ્યો છે.
  • 3. 2020માં એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં સુશાંતની યોજના - 2
સુશાંતની ડાયરીના આ પેજ પર તેમણે એન્ટરટેઇનમેન્ટ હેડિંગથી ત્રણ પ્લાનિંગ કરી હતી. પહેલી પ્લાનિંગ - 2020માં હોલિવૂડ અને બોલિવૂડ. બીજા પ્લાનિંગમાં પહેલા પ્રોડક્શન હાઉસ લખ્યું અને છેકી નાખ્યું, પછી ક્રિએટિવ કન્ટેન્ટ લખ્યું. તેને આગળ બેભ ભાગમાં - આઇડિયા ડેવલપમેન્ટ અને પ્રોડક્શન હાઉસમાં વહેંચ્યું. આઇડિયા ડેવલપમેન્ટમાં ટોપ રાઇટર્સને સામેલ કર્યા અને પ્રોડક્શન હાઉસમાં એક્સપિરિયન્સ વિશે લખ્યું. તેની નીચે ટીમ સ્ટ્રક્ચર પણ બનાવ્યું છે. જેમાં રાઇટર અને સ્ક્રિનિંગ યોજના છે. ત્રીજી પ્લાનિંગ - આ સૌથી મહત્વપૂર્ણ છે અને તેમાં ઇમર્જેન્ટ ટેક્નોલોજીનું સ્ટાર્ટ અપ શરૂ કરવાની યોજનાની વાત લખી છે.
  • 4. સુશાંતે લખ્યું આગળ કયા પગલાં લેશે
ડાયરીના આ પેજ પર Next Initiate Steps વિશે લખ્યું છે. જેમાં તીરના ત્રણ નિશાન છે. પહેલા નિશાન પાસે લખ્યું છે કે - વિચારવું અને નામ, સ્ટેક હોલ્ડર, કેપિટલ, આઇપી પ્રોટેક્શન અને લીગલ ટીમ વિશે નિર્ણય લેવાનો છે. બીજું એક્શન પોઇન્ટ - બેસ્ટ ફોરેન ફિલ્મ્સ અને રાઇટર્સની ઓળખાણ કરવાનો છે. ત્રીજા એક્શન પોઇન્ટમાં બહેન પ્રિયંકાના નામ સાથે મેઘા(લીગલ) અને પીડી+શ્રદ્ધા(એક્સક્લૂઝિવ) લખ્યું છે.

5. સુશાંતે અહીં પોતાની ભાવી ક્રિએટિવ ટીમ વિશે લખ્યું

સુશાંતની ડાયરીના આ પેજ પર તેમની ક્રિએટિવિટીની પ્લાનિંગ દેખાઈ રહી છે. જેને તેમણે પાંચ ભાગમાં વહેંચી છે. પહેલા સ્ટેપમાં કંપની બનાવવી, બીજા સ્ટેપમાં પોતાને એક્સપ્લોર કરવાની વાત લખી છે. સાથે જ પીડી અને શ્રદ્ધાનું નામ પણ લખ્યું છે. સ્ટેપ 3ને 3 ભાગમાં વહેચ્યો હતો - પહેલું સ્ક્રિનિંગ માટે આઇડિયા પર ફોકસ કરવો, બીજો ભાગ તેને એક્ઝિક્યૂટ કરવો અને ત્રીજો ભાગ લોકોની સાથે મિટિંથી જોડાયેલું રહેવું તેમ હતો. ચોથા સ્ટેપમાં કન્ટેન્ટ જનરેશન લખ્યું હતું, પરંતુ પછી તેને છેકી નાખ્યું હતું અને આ સ્ટેપમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે IP કો પોતાની ચિંતા જણાવતા હોય તે રીતે બે ‘??’ પ્રશ્નાર્થ ચિહ્ન કર્યા હતા. આ પેજના છેલ્લા સ્ટેપમાં, ઉપરથી અધૂરી મૂકેલી કન્ટેન્ટ ક્રિએશનની વાત લખી હતી.

6 સુશાંતની પ્લાનિંગ વિશે માહિતી આપતું પેજ

સુશાંતે પોતાની ડાયરીના આ પેજને પોતાના ક્રિએટિવ કામના ચોથા સ્ટેપને વધુ વિસ્તારથી અને પછી ચાર સ્ટેપમાં વહેંચીને દર્શાવ્યા છે. સ્ટેપ 1 - આમાં 3 પોઈન્ટ છે. જેમાં કોઇક પ્રિયંકા અને મેઘા મહેતાનું નામ છે. ત્રણ અઠવાડિયાના સમયની વાતો લખી છે. જેમાં તેમના સાથે કામ કર્યું હતું તે કોન્ટ્રીબ્યુટરોના નામ, સ્ટોકહોલ્ડર, કેપિટલ અને આઈપી પ્રોટેક્શનની વાત કરી છે. સ્ટેપ 2 - આમાં તીરના નિશાન બનાવેલા છે. પહેલા નિશાનમાં દુનિયાના પ્રખ્યાત રાઈટર્સના પ્રોજેક્ટ બેઝ માટે ઓળખાણ કરવાની વાત લખી છે. બીજા નિશાન સામે સાચા ટેલેન્ટની ઓળખ અને ત્રીજામાં પ્રિયંકાના નામની આગળ પીડી + શ્રદ્ધાના નામની આગળ એક્સક્લૂઝિવિટી જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. સ્ટેપ 3 - આમાં પર્મેનેન્ટ મેમ્બર એક સ્ક્રિનિંગ પ્રોસેસ લઈને આવશે. ત્યારબાદ તેને એક્ઝીક્યૂટ કરી છેલ્લે લોકો સાથે વ્યક્તિગત રીતે મળીને ટીમ બનાવવાની વાત છે. સ્ટેપ 4 - આમાં કન્ટેન્ટ જનરેશન શબ્દ લખીને તેની આગળ બે ‘!!’ ચિહ્નો કર્યાં છે.


8 સુશાંતને પરેશાન કરી રહેલા આરોપો ઉપર તેમની પીડા અને રિયાનો ઉલ્લેખ

સુશાંતે આ પાનામાં પતોની જરૂરિયાતોને લાલ સ્યાહી વડે N કોડનેમ સાથે લખી છે. હું વિચારવા માગુ છું, મારા માટે, મારા પરિવાર માટે. હું કોઈને પણ જવા દેવા માગતો નથી. હું પ્રોટેક્ટિવ, કેરિંગ અને સમજદાર થવા માગુ છું. મુક્કુ મારી જરૂરિયાતોને પૂરી કરે છે. પોતાની પબ્સિકલી ઇમેજ અથવા સામાજિક ઇમેજને Pથી ઈન્ડિકેટ કરી છે. નીચે પોતાને સ્વાર્થરહિત, કેરિંગ અને ત્યાગ કરવાવાળો દર્શાવ્યો છે. ત્યારપછી સુશાંતે આ પેજ અને આના પછીના પેજમાં ટ્રેજિક ફ્લો એટલે પોતાના એ 3 કલંકો વિશે લખ્યું છે, જે તેમને ખૂબ પરેશાન કરતા હતા. P અને Nને ડિકોડ કરતા સુશાંતે લખ્યું છે. સામાજિક છબી મારી અંગત જરૂરિયાતો ઉપર હાવી થઈ રહી છે. બિન્દ્રાએ મને યાદ અપાવવું જોઈએ કે, મારો મુક્કુ સાથે ખૂબ સ્વાર્થી સંબંધ છે, જે ઘણા લોકો માટે પરેશાની ઉભી કરી શકે છે. એટલે મારે તેને અવોઈડ કરવું જોઈએ/ કરી જ દેવું જોઈએ.

9. અહીં પરેશાન સુશાંતે ત્રણમાંથી બે કલંકોનો ઉલ્લેખ ગાણિતિક અંદાજમાં કર્યો છે

ઉપરના પેજ સાથે જોડાયેલા આ પેજની માહિતી હેરાન કરી દે તેવી છે. આમાં બુક માર્ક કરેલા પેજ પરના અડધા ભાગમાં રહસ્યમયી રીતે પોતાને દોષી સાબિત કરવાની વાત અને #MeToo વિશે લખ્યું છે. આમાં તેમણે જાણી જોઈને ટ્રેજિક ફ્લા એટલે કે બે કલંકો વિશે લાલ સ્યાહીથી જાણી જોઈને લખ્યું છે. જેમાં તેમણે બે નામોને N અને P કોડથી લખ્યા છે. N અને Pને લાલ સ્યાહીથી લખી અને ગોળ દોરી બંન્ને અક્ષરો વચ્ચે ગ્રેટર ધેનનું ચિહ્ન બનાવ્યું છે અને નીચે બ્લૂ સ્યાહિથી વિસ્તારમાં લખેલું છે - હું હાર માની રહ્યો છું, મુક્કુને આમ પીડા ભોગવતો નથી જોઈ શકતો. ( Me Too) તીરના નિશાન સાથે લાલ સ્યાહીથી ટ્રેજિક ફ્લા (3) લખ્યુ છે અને અહીં Pને Nથી મોટો દર્શાવાયો છે. નીચે બ્લૂ સ્યાહીથી ડિટેઇલમાં લખેલું છે - જ્યારે હું પોતાના માટે અને પોતાની જરૂરિયાતો માટે નથી વિચારતો.

10 કેમેરાની સામે એક્ટિંગની તૈયારી માટેની નોટ્સ - 1

આ પેજનું હેડિંગ છે - કેમેરા માટે એક્ટિંગની તૈયારી - એક સ્ક્રિપ્ટને વાંચી તેને ફરીવાર વાંચવી. 1. કોઈપણ મટિરિયલ માટે સમજને વધારવી સૌથી વધારે જરૂરી છે. 2. કોઈપણ પાત્ર તેની વાર્તા સાથે કેવી રીતે જોડાય છે? - જો તમે સાવધાનીપૂર્વક જોશો કે સ્ક્રિપ્ટમાં બીજો વ્યક્તિ તમારા વિશે શું કહે છે?, તો તમે પોતાના વિશે સારી વાતો જાણી શકશો. આ રીતે તમે એ જાણી શકશો કે, તમે દુનિયાને કેવી રીતે પ્રભાવિત કરશો અને તે લોકો સાથેના પોતાના સંબંધોને પણ જાણી શકશો. - જ્યારે તમે એ બહારની દુનિયાને જાણવાની કોશિશ નહીં કરો, જે તમે જુઓ છો અને પોતાના શબ્દો વિશે જાણશો તો તમે પોતાને જાણવાનું શરૂ કરશો. - તમે જે કરો છો, તે એટલું જ મહત્વપૂર્ણ છે, જેટલુ તમે કહો છો. - કેમ નહીં? કહેવું અને કરવું જ આને અદ્રશ્ય બનાવે છે.
  • 11. કેમેરાની સામે એક્ટિંગની તૈયારી માટે નોટ્સ - 2
આ પેજ ઉપરના પેજનો જ ભાગ છે. આમાં સુશાંતે લખ્યું છે, સ્ક્રિપ્ટના સ્ટ્રક્ચરલ પેટર્નને શોધો. કયું મટિરિયલ ઉપયોગમાં લેવામાં આવશે. સીનને એક્સાઈટિંગ બનાવવા માટે જરૂરી તમામ વસ્તુઓને શોધીને તેને પોતાના પર્ફોર્મેન્સના માધ્યમ થકી સામે લાવી શકાય. પોતાની તૈયારીમાં શરૂઆતથી જ મટિરિયલના અંતમાં પ્લે કરવાના લોભને દૂર રાખો. એક્ટર ઈચ્છે છે કે તે તમામ તથ્યોને એક જ સમયે ભજવે. જેથી તેઓ વધુ ઊંડાઈ લાવી શકે, જે ખોટું છે. તેવી વસ્તુ સાથે જોડાવો કે જે તમને કોઈ એક ચોક્કસ ક્ષણમાં આગળ લઇ જઈ શકે છે.
  • 12. કેમેરાની સામે એક્ટિંગની તૈયારી માટે નોટ્સ - 3
આ પેજ પણ ઉપરની તૈયારીઓનું છે - આમાં સુશાંતે સીન વિશે લખ્યું છે કે, તમે ભાવુક ક્યાં છો?, સીનના શરૂઆતમાં. ભાવુકતાનો લય કેવો છે? ખૂબ ઝડપી, ધીમી અથવા સામાન્ય. બહારની દ્રષ્ટીએ - તમારા વિઘ્નો કયા કયા છે? કોણ અને શું તમારા માર્ગમાં ઊભું છે? બીજા માણસોની લાઈનો. તમે જે વિઘ્નોનો સામનો કરી રહ્યા છો, તેના માટે પોતાને સંવેદનશીલ બનાવો. જે કહેવામાં નથી આવી રહ્યું તેને સમજો. વ્યક્તિગત રીતે કયો વિચાર, કમજોરીઓ તમને તે જરૂરિયાતો પૂરી નથી કરવા દેતી અને તેને મુશ્કેલ બનાવે છે.
  • 13. પોતાની સ્ક્રિપ્ટ તૈયાર કરવા બબાતે સુશાંતની નોટ્સ - 1
ડાયરીના આ નવા પેજનું હેડિંગ છે - પોતાની સ્ક્રિપ્ટ માર્ક કરવી. પહેલો મુદ્દો - છેલ્લી લાઈન. આ મહત્વનું છે કે, જેટલું બની શકે તેટલું પોતાના કામને દરેક વખતે ક્લિયર રાખો. કામ કોઇ પણ સમયે સરળ હોવું જોઇએ. સિમ્પલ મોમેન્ટ એટલે કે તેને પામવા માટેનો સૌથી ઝડપી રસ્તો છે કે સીનની છેલ્લી લાઇનને શોધી લો. એટલે કે સીન કયા વિષય પર છે, તમે જે ઇચ્છો છો તે પૂરું થાય છે કે નહીં. આ જ વાત સીનને આગળ લઇ જાય છે. જો તૈયારી સારી હશે તો આટલું જ કામ તમારા નામ પર પૂરતું છે.
  • 14. પોતાની સ્ક્રિપ્ટ તૈયાર કરવા બબાતે સુશાંતની નોટ્સ - 2
એક્ટિંગની સ્કિલ સુધારવા સાથે જોડાયેલી તૈયારીઓના આ પેજમાં સુશાંત લખે છે કે, આવું તમારે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તમને અન્ય પ્રેરણા તમને કોઇક તરફની બોટમ લાઇન (B.L) સુધી ના લઈ જાય. - કોઈ પણ કેરેક્ટરના બધા પાત્રોને હંમેશા એકની એક જ રીતે ના ભજવો. એક વારમાં માત્ર એક જ રોલ ઉપર મહેનત કરો અને તેને બનાવો (સિંપલ ). - તમારું કામ એકદમ સ્પષ્ટ, મજબૂત અને ડાયનેમિક થશે. હવે કોઈપણ સીનના બોટમ લાઈનની વાત કરીએ, તો તેમાં નક્કી કરવાની સૌથી સહેલી રીત એ હશે કે કઈ મોટી તાકાત છે કે જે તમને કોઈપણ સીનમાં આગળ લઈ જાય છે. તમે જીવનના કોઇ એક તબક્કામાં શું મેળવવાનું જરૂરી સમજો છો? પોતાને ઓવર ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે વધારે હોશિયારીથી ભરશો નહીં. બસ, પોતાની બોટમ લાઈનને પ્લે કરો. - પોતાની લાઈનોને ગોખશો નહીં. - આગળ આવનારા રિસ્પોન્સથી પોતાને માટે એક ટ્રિગર એટલે કે કોઇ પ્રેરણા મેળવો. - હવે થોડું સાચવો - ટ્રિગર/સ્ટિમુલસ એટલે કે કોઈ પ્રેરણા - એક જ વખતમાં આવનારી કોઈ ડાયનેમિક પ્રતિક્રિયા.
  • 15. પોતાની સ્ક્રિપ્ટ તૈયાર કરવા બબાતે સુશાંતની નોટ્સ - 3
આ પેજમાં એક મોટી પોઝિટિવ ફિલોસોફી લખી છે કે, તમે કેવી રીતે દર્શકોના અવિશ્વાસને વિશ્વાસમાં ફેરવી શકો છો. સુશાંતે લખ્યું છે કે, જો તમારે દર્શકોનો વિશ્વાસ જીતવો હોય તો પહેલા આ કરવું જોઇએ, પણ કેવી રીતે? એવી વસ્તુઓને શોધો કે, જે તે કેરેક્ટર માટે પ્રેમ અને સહાનુભૂતિ પેદા કરતું હોય અથવા કમસે કમ તે વાતોને સમજો. દરેક વ્યક્તિએ કેટલાક એવા લક્ષ્યો માટે પ્રયત્નો કરવા જોઇએ કે જે સકારાત્મક હોય. તેણે તૈયારી માટે મહેનત કરવી જોઇએ, પ્રદર્શન માટે નહીંય. તમારે તૈયારીને પોતાની અંદર ઉતારી લેવી જોઇએ, તેને તે વ્યક્તિને જ આકાર આપવા દો, જે તમે છો, પછી પોતાને એવા અનુસાશનમાં રાખો જેનાથી જ્યારે તમે કામ શરૂ કરો ત્યારે પાક્કુ કરી લો કે પોતાનું સાંભળીને જ તૈયારીનો વિચાર જતો રહે.
આ પેજ પર કોઇ હેડિંગ નથી અને આ પાછળની પેજની વાતોને વિસ્તારપૂર્વક સમજવી છે. જેમાં તીરના નિશાનની સાથે પાંચ એક્શન પોઇન્ટ્સ છે - હંમેશા પોતાને ધ્યાનમાં રાખીને કામ કરો - પોતાની તૈયારીથી તમે પોતાને ઓળખી લો કે તમે કેવા માણસ છો. - આપ કોણ છો - પરિવર્તનશીલ? અભિમાની? વિનમ્ર કે તર્ક કરવાવાળા? તમે એવી કઇ વાત પોતાની અંદર ભરો છો કે જે તમને મટિરિયલ એટલે કે ભૌતિક વસ્તુઓથી અલગ કરે છે. - કોઈ કામની શરૂઆતમાં તમે તેની સાથે કેટલા ઇમોશનલી કનેક્ટ થાઓ છો. કોઇ પણ એક્શન લેતા પહેલા, પોતાની એક્ટિવિટી પર 30થી 60 સેકન્ટ સુધી નજર રાખો. - તમને કઇ વસ્તુ આગળ લઇ જાય છે? તમારે કંઇક પૂરું કરવા માટે શું કરવું જોઇએ? તેને શક્ય બનાવો(તેમાં ઉર્જા ભરો). હંમેશા કોરને જ મહત્વ આપો, કોઇ પણ પરિસ્થિતિમાં બની શકે તેટલું પોતાને લોજિકલ અને ક્રેડિબલ બનાવો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
For the first time after 58 days of death, 15 pages came out, in which it was written that - stay with family, take care that no one goes away from them.


from Divya Bhaskar https://ift.tt/2DXE7Pw
https://ift.tt/3akZTZR

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...