Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/3_1597300657.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/3_1597300657.jpg. Show all posts

Thursday, August 13, 2020

આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ ડિસ્લાઈક મેળવનારું ટ્રેલર બન્યું

આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર તથા પૂજા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે, નેપોટિઝ્મને કારણે આ ટ્રેલરને અત્યાર સુધીમાં યુટ્યુબ પર સૌથી વધુ ડિસ્લાઈક મળી છે. સુશાંતના ચાહકોએ આ ટ્રેલર પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુશાંતના મોત બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ, ઈનસાઈડર તથા આઉટસાઈડરને લઈ ઘણી જ દલીલો થઈ રહી છે. કંગના રનૌતે કરન જોહર, મહેશ ભટ્ટ પર નેપોટિઝ્મને ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત કંગના એમ પણ કહે છે કે આલિયા ભટ્ટને એક્ટિંગ આવડતી નથી પરંતુ તે નેપોટિઝ્મને કારણે ઈન્ડસ્ટ્રીમાં ટકી રહી છે. આ જ વાતને યાદ રાખીને સુશાંતના ચાહકોએ ફિલ્મના ટ્રેલરને સૌથી વધુ ડિસ્લાઈક કર્યું છે.

આ ફિલ્મને મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તેમની બે દીકરીઓ પૂજા ભટ્ટ તથા આલિયા ભટ્ટ છે. ચાહકોએ આ ફિલ્મને નેપોટિઝ્મ સાથે સાંકળી છે. 24 કલાકની અંદર જ આ ફિલ્મના ટ્રેલર સૌથી વધુ ડિસ્લાઈક મળી હતી. આ ફિલ્મ 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હોટસ્ટારના રોજ સ્ટ્રીમ થશે. 1991માં આવેલી ‘સડક’ની આ સિક્વલ છે. આ ફિલ્મમાં સંજય દત્ત તથા પૂજા ભટ્ટ લીડ રોલમાં હતાં. મહેશ ભટ્ટે 21 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કર્યું છે. તેમણે છેલ્લે 1999માં ફિલ્મ ‘કારતૂસ’ ડિરેક્ટ કરી હતી.

આ લખાય છે ત્યાં સુધી આ ટ્રેલર યુટ્યુબ પર 17 મિલિયન (એક કરોડ, 70 લાખ)થી વધુ વાર જોવાઈ ચૂક્યું છે પરંતુ આ ટ્રેલરને 56 લાખથી વધુ ડિસ્લાઈક મળી છે અને 3 લાખ 10 હજાર લોકોએ જ ટ્રેલરને લાઈક કર્યું છે.

ફિલ્મના ટ્રેલરની લાઈક તથા ડિસ્લાઈકમાં આસમાન-જમીનનું અંતર છે. યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા આ ટ્રેલરને 12 કલાકની અંદર 36 લાખથી વધુ ડિસ્લાઈક મળી હતી. આઠ કલાકની અંદર 20 લાખથી વધુ લોકોએ ડિસ્લાઈક કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં 94 ટકા મત સાથે વિશ્વમાં સૌથી નાપસંદ કરનાર ટોપ 50 વીડિયોમાં ‘સડક 2’ 7મા સ્થાને છે.

‘સડક 2’ ભારતનું સૌથી વધુ ડિસ્લાઈક ધરાવતું ટ્રેલર
ભૂતકાળના રેકોર્ડ તરફ નજર કરીએ તો સ્વિડિશ ગેમર પ્યુડીપાઇના વીડિયો ‘કેન ધિસ વીડિયો ગેટ 1 મિલિયન ડિસ્લાઈક્સ’ને યુટ્યુબ પર 4.89 મિલિયન ડિસ્લાઈક મળી હતી. આલિયા ભટ્ટની ફિલ્મના ટ્રેલરે સ્વિડિશ ગેમરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત ફિલ્મ ‘કોલ ઓફ ડ્યૂટી ઈન્ફિનિટી વૉરફેર રિવેલ ટ્રેલર’ને 3.89 મિલિયન ડિસ્લાઈક મળી હતી. આલિયા ભટ્ટની ફિલ્મનું ટ્રેલર હાલમાં ભારતમાં સૌથી વધુ ડિસ્લાઈક ધરાવતું ટ્રેલર તથા મોસ્ટ ડિસ્લાઈક વીડિયો બન્યો છે. આલિયાની ફિલ્મના ટ્રેલર ‘ગંગનમ સ્ટાઈલ’, અમેરિકન સિંગર રેબેકા બ્લેકના સોંગ ‘ફ્રાઈડે’ને પણ પાછળ મૂકી દીધું છે.

કંગના ફરીવાર મહેશ ભટ્ટ પર ભડકી
‘સડક 2’ના ટ્રેલરના એક સીનમાં આલિયા ભટ્ટ આધ્યાત્મિક ગુરુની તસવીર જોઈને કહે છે, ઈન ગુરુઓં કી વજહ સે મૈંને કિસી અપને કો ખોયા હૈં. આ સંવાદ પર એક ફિલ્મ ક્રિટિકે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું, ટ્રેલરમાં આલિયા ભટ્ટ ગુરુને બદલે મૌલવી કે પાદરી શબ્દ બોલે મહેશ ભટ્ટ. કોઈ ચર્ચા જ નહીં. બસ આ શબ્દને હટાવીને ટ્રેલર બીજીવાર લોન્ચ કરવામાં આવે. બસ આટલી જ માગણી.

આ ટ્વીટ પર કંગનાએ રિએક્શન આપતા કહ્યું હતું, સારું અવલોકન, શું ગુરુને મૌલવી અને કૈલાશ સ્કેન્ડલને મક્કા સ્કેન્ડલમાં બદલાવી શકાય? સાધુઓની લિચિંગની ઘટનાઓ આવા જ પૂર્વગ્રહ સાથે સંબંધિત છે. કેમ પાકિસ્તાની એજન્ટોને ભારતમાં પૂર્વગ્રહ તથા ધાર્મિક વિદ્વેષ ફેલાવવાની પરવાનગી છે?

સોશિયલ મીડિયા યુઝર્સમાં આક્રોશ
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા અને પછી પણ સોશિયલ મીડિયામાં યુઝર્સે આક્રોશ જોવા મળ્યો હતો. ફિલ્મને બોયકૉટ કરવાની માગણી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The trailer of Alia Bhatt's film 'Sadak 2' got more dislikes than likes


from Divya Bhaskar https://ift.tt/3amYsd3
https://ift.tt/31RkmBo

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...