Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/4_1597306888.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/4_1597306888.jpg. Show all posts

Thursday, August 13, 2020

સુશાંત સિંહ રાજપૂતના જિમ પાર્ટનર અંગદ હસીજાએ કહ્યું, તેના મોતના સમાચાર સાંભળીને લાગ્યું કે મારે પણ આ ઈન્ડસ્ટ્રી છોડી દેવી જોઈએ

સુશાંત સિંહ રાજપૂતના મોતથી અનેકને ઘેરો આઘાત લાગ્યો છે. ખાસ કરીને તેના નિકટના લોકો હજી પણ શોકમાં છે. એક્ટર અંગદ હસીજા, સુશાંતનો સારો મિત્ર હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અંગદે કહ્યું હતું કે જ્યારે તેણે સુશાંતના સુસાઈડના ન્યૂઝ સાંભળ્યા ત્યારે તેને લાગ્યું કે તે પણ આ ઈન્ડસ્ટ્રી છોડી દે.

અંગદે કહ્યું હતું, મેં હજી સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી, કારણ કે મને લાગ્યું કે કેટલાંક લોકો માત્ર પોતાના ફાયદા માટે સુશાંતના નામનો ઉપયોગ કરે છે અને આ ખોટું છે. સુશાંત અને મારી વચ્ચે ‘ઝરા નચકે દિખા’ શો દરમિયાન મિત્રતા થઈ હતી. આ સમયે સુશાંતે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

વધુમાં અંગદે કહ્યું હતું, એવું નહોતું કે અમે રોજ એકબીજા સાથે મેસેજ પર વાત કરતા હતા. જોકે, અમે એકબીજાના સંપર્કમાં હતા. તે ટૂંક સમયમાં સ્ટાર બની ગયો હતો.

મને લાગ્યું, મારે ઈન્ડસ્ટ્રી છોડી દેવી જોઈએ
અંગદે આગળ વાત કરતા કહ્યું હતું, જ્યારે મને ખબર પડી કે સુશાંત ઉદાસ હતો તો મને લાગ્યું કે તેના જેટલો શાનદાર અભિનેતા પણ ઉદાસ છે તો મનોરંજન ઉદ્યોગમાં જીવન તથા કરિયરનું કોઈ મૂલ્ય નથી. એવું લાગ્યું કે મારે આ ઈન્ડસ્ટ્રી છોડી દેવી જોઈએ.

મને બોલિવૂડ ડેબ્યૂની કોઈ આશા નથી
એક્ટરે આગળ વાત કરતા કહ્યું હતું, એવું સાંભળવા મળ્યું કે તે ઉદાસ હતો, દવા લેતો હતો. ખબર નહીં આગળ શું-શું હતું. મારો તો એક જ વિચાર છે કે જો તેના જેવા પ્રતિભાશાળી તથા સારા કલાકારને ઉદ્યોગને કારણે આટલું નુકસાન સહન કરવું પડે છે તો મને તો બોલિવૂડમાં એન્ટ્રી અંગે કોઈ આશા જ નથી.

દિવસો સુધી જમી ના શક્યો
અંગદે કહ્યું હતું, મને નવાઈ લાગી કે તેના જેવો વ્યક્તિ કેવી રીતે આત્મહત્યા કરી શકે. હું અનેક દિવસો સુધી યોગ્ય રીતે જમી શક્યો નહીં. મને આ વાતનો વિશ્વાસ જ થતો નહોતો.

સુશાંતને ન્યાય મળવો જોઈએ
અંગદ તથા સુશાંત એક જ જિમમાં જતા હતા. આ અંગે અંગદે કહ્યું હતું, જિમમાં તે હંમેશાં એનર્જેટિક રહેતો હતો. તેની આસપાસ પોઝિટિવ માહોલ રહેતો હતો. અમે એકબીજાની ઘણી જ મજાક કરતા. હું ખુશ છું કે CBI આ કેસની તપાસ કરશે. હજી પણ વિશ્વાસ નથી થતો કે સુશાંત જેવી વ્યક્તિ પોતાનો જીવ લઈ શકે છે. સુશાંતના મોત પાછળ કોઈ વ્યક્તિ જવાબદાર છે તો તેને દંડ મળવો જોઈએ. સુશાંત માટે ન્યાયની આશા છે.

રિયાલિટી શો દરમિયાન મિત્રતા થઈ હતી
ડાન્સ રિયાલિટી શો ‘ઝરા નચકે દિખા’ની બીજી સિઝનના સેટ પર અંગદ તથા સુશાંતની મુલાકાત થઈ હતી. બંને મસ્ત કલંદર બોય્ઝ ટીમમાં હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput's gym partner Angad Hasija said, "After hearing the news of his death, I felt that I too should quit the industry.


from Divya Bhaskar https://ift.tt/3gSNZc7
https://ift.tt/33RxJUZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...