Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/5_1597308424.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/5_1597308424.jpg. Show all posts

Thursday, August 13, 2020

પરિવારના વકીલ વિકાસ સિંહે સિદ્ધાર્થ પિઠાનીને ઈન્ટેલિજન્ટ ક્રિમિનલ ગણાવ્યો, કહ્યું- તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવે તો સત્ય બહાર આવશે

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહના વકીલ વિકાસ સિંહે સુશાંતના મિત્ર તથા ફ્લેટ-મેટ સિદ્ધાર્થ પિઠાની પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે આ કેસમાં સિદ્ધાર્થને શંકાસ્પદ તથા ઈન્ટેલિજન્ટ ક્રિમિનલ ગણાવ્યો હતો. સિંહના મતે, પિઠાની પટનામાં રિયા વિરુદ્ધ ફરિયાદ થઈ તે પહેલાં સુધી સુશાંતના પરિવારના સંપર્કમાં હતો અને મદદનો પ્રયાસ કરતો હતો. જોકે, પોલીસ ફરિયાદ થયા બાદ તે રિયાની મદદ કરવા લાગ્યો.

ન્યૂઝ એજન્સી ANIના ટ્વીટ પ્રમાણે, વિકાસે કહ્યું હતું, પોલીસ ફરિયાદ થયા બાદ તેનું (પિઠાની) વર્તન, તેને રિયાને મેલ કર્યો હતો. રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ ફરિયાદ થઈ હોય તેને મદદ કરવી, એ દર્શાવે છે કે બંને વચ્ચે કોઈ કૉમ્પિલિસિટી છે. ધરપકડ કરીને પૂછપરછ કરવી જોઈએ. ત્યારબાદ સત્ય સામે આવશે.

સુશાંતના ગળા પર આત્મહત્યા કરી હોય તેવા નિશાન નથીઃ વિકાસ સિંહ
આ પહેલાં ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં વિકાસ સિંહે સુશાંતના મોતને હત્યા ગણાવી હતી. તેમણે કહ્યું હતું, જ્યારે કોઈએ સુશાંતને ગળેફાંસો ખાતી હાલતમાં જોયો નથી તો કેવી રીતે માની લેવામાં આવે કે તેણે આત્મહત્યા કરી છે. તેમણે દાવો કર્યો હતો કે સુશાંતના ગળા પરના નિશાન કોઈ કપડાંના હોય તેમ લાગતું નથી. આ બેલ્ટના નિશાન જેવા છે. તેમણે સિદ્ધાર્થની ભૂમિકા શંકાસ્પદ ગણાવી અને અનેક સવાલ કર્યા હતા.

  • સિંહના મતે, ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હતી. આખરે એવું તો કયું કારણ છે કે કોઈએ પણ સુશાંતને ગળેફાંસો ખાતી હાલતમાં જોયો નથી. તેમના મતે, સુશાંતની જેટલી પણ તસવીરો સામે આવી તે તમામમાં શબ પલંગ પર હતું.
  • સિંહનો બીજો સવાલ છે કે સિદ્ધાર્થે ચાવી બનાવનારને બોલાવ્યો હતો. લૉક ખોલવામાં આવ્યું અને ચાવીવાળાને દરવાજા સુધી તે મૂકવા ગયો હતો. ત્યારબાદ સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો. અંતે એવું કયુ કારણ હતું કે તેણે ચાવીવાળાને ઘરની બહાર મોકલ્યો. લૉક ખુલતા જ તે સૌથી પહેલા રૂમમાં શું છે તે જાણવા માટે કેમ રૂમની અંદર ના ગયો.
  • વિકાસ સિંહે સવાલ કર્યો હતો કે સિદ્ધાર્થે સુશાંતના પાર્થિવ શરીરને ઊતાર્યું તો સુશાંતની બહેન મીતુના આવવાની કેમ રાહ ના જોઈ. તે તો માત્ર 10 મિનિટના અંતરે રહે છે. સિદ્ધાર્થે દાવો કર્યો હતો કે સુશાંતની ગળેફાંસો ખાધેલી હાલતમાં નીચે ઉતારવામાં આવ્યો ત્યારે તેનું મોત થઈ ચૂક્યું હતું. તો 5-10 મિનિટ કેમ રાહ ના જોઈ.

14 જૂનના રોજ ઘરમાં ચાર લોકો હાજર હતા
14 જૂનના રોજ સુશાંત બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ફ્લેટમાં તે સમયે ચાર લોકો હતો. સિદ્ધાર્થ પિઠાની, દીપેશ સાવંત, નીરજ સિંહ (હાઉસ કીપર) અને કેશવ (કુક), આમ ચાર લોકો હતા. નીરજે એક વાતચીતમાં સુશાંતના મોત પહેલાની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે સુશાંતે સવારે નાસ્તો કર્યો હતો પરંતુ 10-10.30એ જ્યારે સ્ટાફે તેને પૂછ્યું કે લંચમાં શું બનાવવાનું છે તો તેણે દરવાજો ખોલ્યો નહીં. એક કલાક બાદ સિદ્ધાર્થને કંઈક શંકાસ્પદ લાગ્યું તો તેણે મીતુને ફોન કર્યો હતો અને ચાવી બનાવનારને બોલાવ્યો હતો. કહેવાય છે કે રૂમમાં સૌ પહેલા સિદ્ધાર્થ જ ગયો હતો અને સુશાંતને પંખા સાથે લટકતો જોઈને ડરી ગયો હતો. તેણે સુશાંતને નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ સુશાંતની બહેન મીતુ આવી હતી. મુંબઈ પોલીસે આવીને તપાસ શરૂ કરી દીધી હતી. મુંબઈ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમણે પણ સુશાંતને ગળેફાંસો ખાતી હાલતમાં જોયો નહોતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Family lawyer Vikas Singh called Siddharth Pithani an intelligent criminal, saying the truth would come out if he was arrested and questioned.


from Divya Bhaskar https://ift.tt/2PKKzMq
https://ift.tt/3asjWp5

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...