Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/6_1597310167.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/6_1597310167.jpg. Show all posts

Thursday, August 13, 2020

ઈરફાન ખાન, રિશી કપૂર માટે જીવલેણ સાબિત થઈ આ બીમારી, સોનાલી ચોથા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી, બચવાના માત્ર 30 ટકા ચાન્સ હતા

સંજય દત્તને સ્ટેજ થ્રીનું લંગ કેન્સર હોવાની જાણ થતાં ચાહકો સ્તબ્ધ છે. સંજય સારવાર માટે અમેરિકા જઈ શકે છે. બધાને આશા છે કે સંજય જલદીથી ઠીક થઈને ભારત પરત ફરે. જોકે, છેલ્લાં બે વર્ષમાં બોલિવૂડમાં જાણીતા સેલેબ્સ કેન્સરનો ભોગ બન્યા છે. આમાંથી કેટલાક કેન્સર સામેનો જંગ જીતી ગયા પરંતુ કેટલાકનું મોત પણ થયું. 2020માં કેન્સરને કારણે પાંચ સેલેબ્સનો જીવ ગયો, જેમાં રિશી કપૂર, ઈરફાન ખાન, રિતુ નંદા જેવા સેલેબ્સ સામેલ છે.

1. રિશી કપૂર

રિશી કપૂરને લ્યૂકેમિયા હતું, જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે

રિશી કપૂરને ત્રણ ઓક્ટોબર, 2018ના રોજ કેન્સર હોવાની જાણ થઈ હતી. ભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે રિશી સપ્ટેમ્બરમાં સારવાર માટે અમેરિકા ગયો છે. તેઓ લ્યૂકેમિયા સામે લડી રહ્યા હતા. અમેરિકામાં બેન મેરો ટ્રિટમેન્ટ ચાલતી હતી. અહીંયા રિશી કપૂર 11 મહિના રહ્યા હતા. જોકે, એપ્રિલ 2020માં તેમની તબિયત ખરાબ થઈ અને મુંબઈ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 30 એપ્રિલના રોજ 67 વર્ષીય રિશી કપૂરનું નિધન થયું હતું.

2. ઈરફાન ખાન

54 વર્ષીય ઈરફાનને ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર હતું

ઈરફાને માર્ચ, 2018માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરો એન્ડક્રાઈન ટ્યૂમર હતું. તેમણે સો.મીડિયામાં કહ્યું હતું, ક્યારેક ક્યારેક તમે એક ઝાટકો વાગે તો જાગી ઊઠો છો. હું દુર્લભ બીમારીથી પીડિત છું. મેં જીવનમાં ક્યારેય સમાધાન કર્યું નથી. હું હંમેશાં મારી પસંદ માટે લડતો રહ્યો છું અને આગળ પણ આમ જ કરીશે. મિત્રો તથા પરિવાર સાથે છે. ઈરફાન ખાને લંડનમાં સારવાર કરાવી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ પણ કર્યું હતું. ઈરફાન પછી ભારત આવી ગયા હતા. અહીંયા આવ્યા બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી અને 29 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું.

3. સોનાલી બેન્દ્રે

સોનાલીને હાઈગ્રેડ મેટા-સ્ટેટિક કેન્સર હતું. આ કેન્સર ફોર્થ સ્ટેજમાં પહોંચી ગયું હતું

સોનાલીને પણ 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી. 44 વર્ષીય સોનાલીને કેન્સર હોવાની જાણ થતાં જ તે તાત્કાલિક પતિ સાથે અમેરિકા ગઈ હતી. અહીંયા દોઢ વર્ષ સારવાર કરાવી હતી. સોનાલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જ્યારે સારવાર માટે અમેરિકા ગઈ ત્યારે ડોક્ટર્સે તેને કહ્યું હતું કે તેના બચવાના ચાન્સ માત્ર 30 ટકા છે, કારણ કે કેન્સર ફોર્થ સ્ટેજમાં છે. જોકે, સોનાલીએ મક્કમતાથી કેન્સરનો સામનો કર્યો અને ડિસેમ્બર, 2019માં કેન્સર સામેની જંગ જીતીને ભારત પરત ફરી.

4. રાકેશ રોશન

69 વર્ષની ઉંમરમાં કેન્સરને માત આપી, રીતિકે ફાઈટર કહ્યા

રાકેશ રોશનને સ્કેમ્સ સેલ્સ કાર્સિનોમા હોવાની જાણ 2019માં થઈ હતી. આ એક પ્રકારનું ગળાનું કેન્સર છે. રાકેશ રોશનને ફર્સ્ટ સ્ટેજનું કેન્સર હતું, એટલે બહુ વાંધો આવ્યો નહોતો. સર્જરીથી કેન્સરના કોષો દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ કેન્સર ફ્રી છે.

5. તાહિરા કશ્યપ

તાહિરાને જમણાં બ્રેસ્ટમાં કેન્સર હતું

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને જમણાં બ્રેસ્ટમાં કેન્સર હોવાની જાણ 2018માં થઈ હતી. સર્જરી બાદ કીમોથેરપી પણ કરાવી હતી. 35 વર્ષીય તાહિરા કેન્સર ફ્રી જીવન જીવી રહી છે.

6. રિતુ નંદા

71 વર્ષીય રિતુ નંદા કેન્સર સામેનો જંગ હારી ગયા હતા

બોલિવૂડના શો મેન રાજ કપૂરની દીકરી તથા રિશી-રણધીર કપૂરની બહે રિતુ નંદાનું 14 જાન્યુઆરી, 2020ના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. તેઓ અમિતાભ બચ્ચનના વેવાણ હતા. તેમના દીકરા નિખીલ સાથે અમિતાભની દીકરી શ્વેતાના લગ્ન થયા છે. 1948માં જન્મેલા રિતુ નંદા ઈન્શ્યોરન્સ બિઝનેસમાં વ્યસ્ત હતા. તેમના લગ્ન બિઝનેસમેન રાજન નંદા સાથે થયા હાત. રાજન નંદાનું અવસાન ઓગસ્ટ, 2018માં થયું હતું.

7. મોહિત બઘેલ

27 વર્ષીય મોહિત બઘેલ પણ કેન્સર સામેનો જંગ હારી ગયો હતો

22 મે, 2020ના રોજ ટીવી તથા ફિલ્મ એક્ટર મોહિત બઘેલનું કેન્સરને કારણે અવસાન થયું હતું. મોહિત એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘રેડી’માં જોવા મળ્યો હતો. છેલ્લે તે પરિણીતી ચોપરા તથા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘જબરિયા જોડી’માં દેખાયો હતો.

8. દિવ્યા ચોક્સે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood and cancer Irrfan Khan, Rishi Kapoor's life-threatening illness, Sonali battling stage IV cancer, had only a 30 per cent chance of survival


from Divya Bhaskar https://ift.tt/30SI7tz
https://ift.tt/30QBgRl

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...