સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સમાં ખુલાસો થયો છે કે તે બોલિવૂડના અનેક સેલેબ્સના સંપર્કમાં હતી, જેમાં આમિર ખાન, મહેશ ભટ્ટ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ તથા રાણા દગ્ગુબતી સહિતના સ્ટાર્સ સામેલ છે. સુશાંત મોત કેસમાં CBI ઉપરાંત ED પણ તપાસ કરે છે.
ન્યૂઝ એજન્સીએ રિયાની કૉલ ડિટેલ્સની માહિતી આપતા કહ્યું હતું કે રિયાએ એકવાર આમિર ખાનને ફોન કર્ય હતો તો સામે તે જ નંબર પરથી રિયાને ત્રણવાર SMS આવ્યા હતા. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ એજન્સીને એ વાતની પુષ્ટિ આપી હતી કે રિયાને જે નંબરથી મેસેજ મળ્યા તે આમિરનો જ નંબર છે.
રકુલપ્રીત તથા આદિત્ય રોય કપૂર સાથે પણ વાત થઈ હતી
કૉલ ડિટેલ્સ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે રિયાએ રકુલપ્રીત સિંહને 30 વાર ફોન કર્યો હતો જ્યારે રકુલે સામે 14 વાર ફોન કર્યો હતો. રિયા એક્ટર આદિત્ય રોય કપૂરના સંપર્કમાં પણ હતી. તેણે આદિત્યને 16 વાર ફોન કર્યો હતો આદિત્યે સામે 7 વાર ફોન કર્યો હતો.
શ્રદ્ધા કપૂરને ત્રણ વાર ફોન કર્યો હતો
આ ઉપરાંત રિયાએ શ્રદ્ધા કપૂરને ત્રણ વાર ફોન કર્યો હતો અને શ્રદ્ધાએ સામે 2 વાર ફોન કર્યો હતો. રાણા દગ્ગુબતીને રિયાએ 7 વાર ફોન કર્યો હતો અને દગ્ગુબતીએ સામે 4 વાર ફોન કર્યો હતો.
સરોજ ખાનને ત્રણ વાર ફોન કર્યો હતો
રિયા જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનના સંપર્કમાં હતી. તેણે સરોજ ખાનને 3 વાર તો સરોજ ખાને સામે 2 વાર ફોન કર્યો હતો. સરોજ ખાનનું ત્રણ જુલાઈના રોજ નિધન થયું હતું. રિયાએ ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ ફૅમ સની સિંહ સાથે પણ ઘણીવાર વાત કરી હતી.
મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી
આ ઉપરાંત રિયા તથા મહેશ ભટ્ટ વચ્ચે 16 વાર વાત થઈ હતી, જેમાં રિયાએ 9 વાર તો મહેશ ભટ્ટે 7 વાર ફોન કર્યો હતો.
EDએ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા હતા
આ પહેલાં સુશાંત સિંહ કેસની તપાસ અર્થે EDએ 10 ઓગસ્ટે રિયા, તેના પિતા ઈન્દ્રજીત તથા ભાઈ શોવિકની પૂછપરછ કરી હતી. આ દરમિયાન EDએ ત્રણેયના ચાર મોબાઈલ જપ્ત કર્યા હતા. બે આઈપેડ તથા એક લેપટોપ પણ જપ્ત કર્યું હતું. આ તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ફોરેન્સિક લેબને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gTBhtj
https://ift.tt/33VGQnG