Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/8_1597315153.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/8_1597315153.jpg. Show all posts

Thursday, August 13, 2020

આઈલેન્ડ તથા પ્રાઈવેટ જેટ ખરીદવા માગતી હતી, હોટલ ખરીદવાનું પણ સપનું જોતી હતી, વીડિયો વાઈરલ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ED રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગ એન્ગલથી તપાસ કરી રહી છે. એક્ટરના પિતાએ રિયા પર આક્ષેપ કર્યો છે કે તેણે દીકરાના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી. આ દરમિયાન એક્ટ્રેસનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં રિયા પોતાના મોટા-મોટા સપનાઓ અંગે વાત કરે છે.

એક જૂની ઈન્ટરવ્યૂ વીડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ક્લિપમાં રિયાને પૂછવામાં આવ્યું હતું કે તે જીવનમાં શું મેળવવા માગે છે, જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે આઈલેન્ડ ખરીદવા માગે છે, પ્રાઈવેટ જેટ ખરીદવા માગે છે અને ઈચ્છે છે કે તેની પોતાની હોટલ હોય. તેને હોટલ બહુ જ પસંદ છે. આટલું કહ્યાં બાદ રિયા હસવા લાગે છે.

સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ
રિયાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, તમારી પાસે પૈસા હોય તો ખરીદો પરંતુ બીજાના પૈસે નહીં. તો અન્ય એક કહ્યું હતું કે જલદીથી ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ થઈશ. અમે ભારતીય લોકો તારું બિલ ભરીશું. હોટલનું નામ છે જેલ. રહેવા, જમવાનું ફ્રી. એક યુઝરે કહ્યું હતું કે હવે તે કહેશે કે હું વકીલનો ખર્ચ ચૂકવવા માગું છું.

બે વર્ષમાં રિયાએ સારી એવી પ્રગતિ કરી
રિયા ચક્રવર્તીએ બે વર્ષમાં સારી એવી પ્રગતિ કરી છે. રિયાના ITR (ઈનકમ ટેક્સ રિટર્ન) પ્રમાણે, 2017-18માં તેની આવક 18.85 લાખ હતી. જ્યારે 2018-19માં તેની કમાણી 18.35 લાખ હતી. જોકે, બે વર્ષમાં તે સુશાંતની કંપનીમાં 76 લાખ રૂપિયાની શૅર હોલ્ડર બની ગઈ હતી.

આટલું જ નહીં બે વર્ષમાં રિયાએ બે પ્રોપર્ટી વેચીને એક કરોડ ત્રણ લાખની કમાણી કરી હતી. રિયાએ ત્રણ પ્રોપર્ટી ખરીદી પણ હતી, જેમાંથી એક ખાર, બીજી જુહૂ તથા ત્રીજી નવી મુંબઈમાં છે. આ ત્રણેય પ્રોપર્ટીની માર્કેટ કિંમત 3 કરોડ રૂપિયા છે.

આ પહેલા પણ રિયાનો વીડિયો વાઈરલ થયો હતો
આ પહેલા પણ રિયાનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં રિયા ટપોરી ભાષા બોલે છે. તે આ વીડિયોમાં કહેતી હતી, અપુન તાઈ હૈં. અપુન કો પતા હૈં કિ એસે છોટા મોટા ગુંડા લોગ કો કૈસે મેનુપુલેટ કરના હૈં. ઈસલિયે અપના બોયફ્રેન્ડ ભી ગુંડા હૈં. ગુંડે કે માફિક સમઝતા હૈં અપને આપકો. જોકે, આ વીડિયો કોઈ સ્ટેન્ડઅપ કોમેડીનો હોવાનું ચર્ચાતું હતું. આ વીડિયોને કારણે પણ રિયા ઘણી જ ટ્રોલ થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
rhea big dream Wanted to buy island and private jet, also dreamed of buying hotel, video goes viral


from Divya Bhaskar https://ift.tt/2Y0m1Um
https://ift.tt/30SbhJl

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...