સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી તેના પિતા કેકે સિંહે દીકરાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો, ચોરી, ફ્રોડ વગેરેનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેસની તપાસ CBIને સોંપી દેવાઈ છે.
રિયા અને તેના પરિવાર પર સુશાંતના 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ પણ છે જેની તપાસ ED કરી રહી છે. રિયા વિશે તો રોજ કોઈને કોઈ માહિતી સામે આવતી રહે છે. પરંતુ તેના નાના ભાઈ શોવિક વિશે વધુ માહિતી સામે નથી આવી. આવામાં આજે શોવિકનું બેકગ્રાઉન્ડ અને તેની સાથે જોડાયેલ અમુક ફેક્ટ્સ જોઈએ.
બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં ભણ્યો
શોવિક પરિવારનો સૌથી નાનો સભ્ય છે. તેનો જન્મ 28 ઓગસ્ટે 1996માં બેંગ્લુરુમાં થયો હતો. શોવિકના પિતા ઇન્દ્રજીત આર્મીમાં ડોક્ટર હતા જેને કારણે સમયાંતરે તેમનું ટ્રાન્સફર થતું રહેતું. તેને કારણે શોવિકનું શરૂઆતનું સ્કૂલિંગ અંબાલામાં આર્મી પબ્લિક સ્કૂલમાં થયું. ત્યાં જ તેની બહેન રિયા પણ ભણી હતી.
ત્યારબાદ પરિવાર મુંબઈ શિફ્ટ થઇ ગયો. અહીંયા શોવિકે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં આગળનું સ્ટડી પૂરું કર્યું. શોવિક ફાઇનાન્સના સ્ટડી માટે આગળ વિદેશ જવા ઈચ્છતો હતો પરંતુ આવું ન બન્યું. પરંતુ રિયા જ્યારે સુશાંત સાથે લિવ ઈન રિલેશનશિપમાં આવી તો શોવિકના જાણે ભાગ્ય ખૂલી ગયા.
23 વર્ષની ઉંમરે બે કંપનીઓનો ડિરેક્ટર
રિયાએ સપ્ટેમ્બર 2019માં સુશાંતના પૈસાથી બે કંપનીઓ શરૂ કરી જેમાં 23 વર્ષીય શોવિક ડિરેક્ટર બની ગયો. આ બે કંપનીઓના નામ ફ્રન્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન ફોર વર્લ્ડ અને વિવિડ્રેઝ રિઆલિટી એક્સ પ્રાઇવેટ લિમિટેડ છે.
વિવિડ્રેઝ રિઆલિટી એક્સ પ્રાઇવેટ લિમિટેડમાં વેબસાઈટ મેન્ટેનન્સ અને મલ્ટિમીડિયા પ્રેઝન્ટેશન પર કામ થાય છે જ્યારે ફ્રન્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન ફોર વર્લ્ડ એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે જે ગરીબોની મદદ માટે બનાવવામાં આવ્યું છે. EDને આ જ બે કંપનીઓ મારફતે રિયા અને શોવિક પર પૈસા લઇ લેવાની શંકા છે જેની તપાસ ચાલી રહી છે.
મોડલને ડેટ કરી રહ્યો છે શોવિક
શોવિકની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે જમીલા કલકત્તાવાલા નામની એક મોડલને ડેટ કરી રહ્યો છે. તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુશાંત અને રિયાનો એક જૂનો ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. આ ફોટોમાં શોવિક જમીલા સાથે દેખાયો હતો.
શોવિકને પાર્ટી કરવાનો ઘણો શોખ છે. તેનો અંદાજો તેના ઇન્સ્ટા અકાઉન્ટ પરથી લગાવી શકાય છે. તેના ઇન્સ્ટા પર વધારે પડતી પોસ્ટ તેના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતાની જ છે. રસપ્રદ વાત એ પણ છે કે બે-ત્રણ વર્ષ પહેલાં મોટેભાગે ગોવામાં પાર્ટી કરનાર શોવિક રિયા અને સુશાંત સાથે આવ્યા બાદ ઇટલી અને યુકેની ટ્રિપમાં મિત્રો સાથે જવા લાગ્યો હતો.
સુશાંત માટે પોસ્ટ લખી હતી
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર શોવિકે તેની છેલ્લી પોસ્ટ સુશાંત માટે લખી હતી. 24 જુલાઈએ તેણે સુશાંત સાથેના અમુક ફોટોઝ શેર કર્યા હતા. આ પોસ્ટને લીધે શોવિક ઘણો ટ્રોલ થયો હતો.
View this post on InstagramA post shared by Showik Chakraborty (@showikk) on Jul 24, 2020 at 5:06am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DOizoP
https://ift.tt/3gTsN5F