Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/sushant-gf1597293734_1597311294.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/13/sushant-gf1597293734_1597311294.jpg. Show all posts

Thursday, August 13, 2020

એક્ટરના ખાતામાંથી તેની એક્સ ગર્લફ્રેન્ડના ફ્લેટનો હપ્તો ભરવામાં આવતો હતો, તે ગર્લફ્રેન્ડ આજે પણ તે જ ફ્લેટમાં રહે છે

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં ED મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ કરી રહી છે. હવે એક મોટો ખુલાસો થયો છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર સુશાંતના ખાતામાંથી તેની એક્સ ગર્લફ્રેન્ડના ફ્લેટનો હપ્તો ભરવામાં આવી રહ્યો હતો. ખાસ વાત એ છે કે તે એક્સ ગર્લફ્રેન્ડ હજુ પણ તે જ ફ્લેટમાં રહે છે. જોકે, આ એક્સ ગર્લફ્રેન્ડ કોણ છે તેનો ખુલાસો થયો નથી.

તપાસમાં અત્યારસુધી આ ખુલાસો થયો

બે CAના ખાતામાં 2.63 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા
રિપોર્ટ્સ અનુસાર સુશાંતના ખાતામાં મે 2019થી એપ્રિલ 2020 વચ્ચે 2.63 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન બે CAના ખાતામાં થયા હતા. તેમાં એકનું નામ સંદિપ શ્રીધર છે જે સુશાંતના મૃત્યુ પહેલાં તેની સાથે એક વર્ષ સુધી કામ કરતો હતો.

બે FDમાંથી બે દિવસમાં 2.5 કરોડ ઓછા થયા
સુશાંતે તેની બહેન રાની માટે 2 FD બનાવી હતી. બંનેમાં ટોટલ 4.5 (2.5+2) રૂપિયા હતા. પરંતુ બે દિવસ પછી જ બંને FD માંથી 2.5 (1.5+ 1) રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. 26 નવેમ્બર 2019ના રોજ આ બંને FD બનાવવામાં આવી હતી અને 28 નવેમ્બરે તેને તોડવામાં આવી હતી. સુશાંતના પરિવારનો આરોપ છે કે બંને CAના ખાતામાં 2.63 કરોડ રૂપિયા ટ્રાન્સફર અને FDમાંથી 2.5 કરોડ રૂપિયાનો ઘટાડો રિયા ચક્રવર્તીના ઈશારે થયો હતો.

ખાતામાં 10 કરોડથી વધુ રૂપિયાનો હિસાબ મળ્યો
સુશાંતના પિતા કેકે સિંહે આરોપ લગાવ્યો છે કે દીકરાના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે. જોકે, EDના સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે તેમને સુશાંતના ખાતામાં 15 કરોડ રૂપિયા નથી મળ્યા. તપાસમાં 10 કરોડ રૂપિયાથી વધુની બાબત સામે જરૂર આવી છે. EDને શંકા છે કે સુશાંતના ખાતામાંથી જે પૈસા ટ્રાન્સફર થયા તે નકલી શેલ કંપની મારફતે થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શેલ કંપનીઓનું કનેક્શન રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સાથે છે.

રિયાએ બે વર્ષમાં 3 કરોડની પ્રોપર્ટી બનાવી
ED રિયાની ત્રણ પ્રોપર્ટીની તપાસ કરી રહી છે. તેમાં એક ખાર વિસ્તારમાં , બીજી જુહુ અને ત્રીજી નવી મુંબઈમાં છે. આ ત્રણેય પ્રોપર્ટીની હાલ બજારમાં કિંમત 3 કરોડ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રિયાએ આ ત્રણેય પ્રોપર્ટી 2018 અને તેના પછી ખરીદી છે. ED જાણવાની ટ્રાય કરી રહી છે કે માત્ર બે જ વર્ષમાં રિયાએ કરોડોની પ્રોપર્ટી કઈ રીતે ખરીદી લીધી. રિયાએ તેની ખારવાળી પ્રોપર્ટી વિશે જ સ્પષ્ટ માહિતી આપી છે.

રિયાએ એક કરોડથી વધુ રૂપિયાની પ્રોપર્ટી વેચી
રિયા ચક્રવર્તીની ઇન્કમ ટેક્સ રિટર્ન ડીટેલ્સ મુજબ, 2017-18માં તેણે પોતાની કમાણી 18.85 લાખ રૂપિયા ગણાવી હતી, જ્યારે 2018-19માં કમાણી 18.35 લાખ બતાવી. તેમ છતાં આ બે વર્ષમાં સુશાંતની કંપનીઓમાં તે 76 લાખ રૂપિયાની શેર હોલ્ડર બની ગઈ. આટલું જ નહીં, આ બે વર્ષમાં તેણે પ્રોપર્ટી વેચીને અંદાજે એક કરોડ ત્રણ લાખ રૂપિયા કમાયા. હવે સવાલ એ છે કે રિયાએ આટલી ઓછી કમાણીમાં આ બધું કર્યું કઈ રીતે?

સુશાંતની કંપનીનું IP એડ્રેસ ઘણીવાર બદલવામાં આવ્યું
એક રિપોર્ટ મુજબ સુશાંતની એક કંપનીનું IP એડ્રેસ એક વર્ષમાં 17-18 વખત બદલવામાં આવ્યું હતું. સુશાંતના મૃત્યુ પછી તેને 3 વાર બદલવામાં આવ્યું. આટલું જ નહીં કંપનીનું ડોમેન પણ બદલવામાં આવ્યું હતું. સુશાંતની કંપનીનું IP એડ્રેસ છેલ્લે 7 ઓગસ્ટે બદલવામાં આવ્યું હતું. આ એ જ દિવસ હતો જ્યારે પહેલી વખત રિયા EDની પૂછપરછમાં સામેલ થઇ હતી.

કંપની સુશાંતની પણ સિગ્નેચર શોવિકની ચાલતી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતે તેની 4 કંપનીઓમાંથી 2ની પેટન્ટ કરાવી હતી. તેમાં એક કંપની વિવિડ્રેઝ રિઆલિટી એક્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર રિયા અને શોવિક હતા. સુશાંતના સ્ટાર્ટઅપ હેઠળ આ કંપનીઓ સપ્ટેમ્બર 2019માં રજિસ્ટર્ડ કરાવી હતી. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ગેમિંગ કંપની હતી, જેના પેટન્ટના લીગલ રાઇટ્સ રિયા, શોવિક અને સુશાંત પાસે છે. જો આ પેટન્ટને વેચવામાં આવે તો કરોડોની કમાણી થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ આખો કેસ શંકાસ્પદ છે. આ કંપનીની શરૂઆત સુશાંતે કરી હતી પરંતુ તેના પર માલકીહક અને સહી શોવિક ચક્રવર્તીની ચાલતી હતી.

રિયા સુશાંતના દરેક નિર્ણય લેતી હતી
સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીએ EDના અધિકારીઓને જણાવ્યું કે સુશાંતના દરેક પ્રકારના નિર્ણય રિયા લેતી હતી. પછી તે તેના બિઝનેસ સાથે જોડાયેલ હોય કે પછી બીજું કંઈપણ.

અત્યારસુધી આટલા લોકોની પૂછપરછ થઇ
મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધી રિયાની બે રાઉન્ડમાં 19 કલાક પૂછપરછ થઇ. તેના ભાઈ શોવિકની ત્રણ રાઉન્ડમાં અંદાજે 33 કલાક પૂછપરછ થઇ. રિયાના પિતા ઇન્દ્રજીતની બે વખત પૂછપરછ થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવાર તપાસમાં સહકાર નથી આપી રહ્યો. આ સિવાય સુશાંતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી, સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી અને રિયાના CA રિતેશ શાહની પણ પૂછપરછ થઇ.

ચક્રવર્તી પરિવારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત
10 ઓગસ્ટે EDએ રિયા અને તેના પરિવારના ચાર મોબાઈલ હેન્ડસેટ જપ્ત કરી લીધા હતા. તેમાં બે ફોન રિયાના છે અને એક તેના પિતા અને ભાઈનો છે. બે આઇપેડ અને એક લેપટોપ પણ EDએ જપ્ત કરી લીધેલ છે. આ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તપાસ માટે ફોરેન્સિક લેબ મોકલી દેવામાં આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંતના પિતા કેકે સિંહે આરોપ લગાવ્યો કે દીકરાના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે


from Divya Bhaskar https://ift.tt/2FenZd2
https://ift.tt/3iD3W6q

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...