Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/1_1597382205.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/1_1597382205.jpg. Show all posts

Friday, August 14, 2020

બહેને 15 ઓગસ્ટના રોજ ભાઈ માટે ગ્લોબલ પ્રેયરનું આયોજન કર્યું, સો.મીડિયાના માધ્યમથી લોકોને જોડાવવાની અપીલ કરી

સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ 15 ઓગસ્ટના રોજ ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું છે. શ્વેતાએ પૂરી દુનિયાના લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાવવાની અપીલ કરી છે.

શ્વેતાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, હું તમામને અપીલ કરું છું કે સુશાંત માટે 24 કલાકની ગ્લોબલ સ્પ્રિચ્યુઅલ તથા પ્રેયર ઓબ્ઝર્વેશનમાં અમારી સાથે જોડાવો. આપણે સત્ય સામે લાવી શકીએ અને આપણે સુશાંતને ન્યાય આપી શકીએ.

શ્વેતાએ એક પોસ્ટર પણ શૅર કર્યુ
પોસ્ટરની સાથે શ્વેતાએ કહ્યું હતું કે આ ગ્લોબલ પ્રેયર 15 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે થશે. અહીંયા સુશાંત માટે તમામ લોકો સાથે મળીને મૌન રહીને પ્રાર્થના કરીશું. આ પહેલાં શ્વેતાએ એક વીડિયો શૅર કરીને ભાઈના મોતની તપાસ માટે હાથ જોડીને CBI તપાસની માગણી કરી હતી. સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ પણ આનો સપોર્ટ કર્યો હતો.

સત્ય જાણવા માટે પરિવારની મદદ કરો
શ્વેતાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, આ જ સમય છે કે આપણને ન્યાય મળી શકે તે માટે સત્યની શોધ કરીએ. પ્લીઝ અમારા પરિવાર તથા પૂરી દુનિયાની મદદ કરો કે આખરે સત્ય શું છે અને એક નિષ્કર્ષ સુધી પહોંચી શકીએ. અમે સત્યને નહીં જાણીએ તો શાંતિથી ક્યારેય જીવી નહીં શકીએ. સુશાંત કેસની CBI તપાસ માટે પોતાનો અવાજ ઉઠાવો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sister organizes Global Prayer for Brother sushant on August 15, appeals to engage people through SoMedia


from Divya Bhaskar https://ift.tt/3fXpokQ
https://ift.tt/30X3ABU

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...