Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/2_1597384490.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/2_1597384490.jpg. Show all posts

Friday, August 14, 2020

44 વર્ષ જૂનું ગુલમોહરનું ઝાડ તોફાનમાં પડી ગયું, અમિતાભે માતાના નામ પર ફરીથી વાવ્યું

અમિતાભ બચ્ચન બીજી ઓગસ્ટના રોજ કોવિડ 19ની સારવાર લઈને ઘરે આવ્યા હતા. આટલા દિવસ બાદ અમિતાભ ઘરની બહાર નીકળ્યા હતા અને તેમણે સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી હતી. પ્રતિક્ષા બંગલામાં 44 વર્ષ જૂનું ગુલમોહરનું ઝાડ પડી જતા તે જ જગ્યા પર બિગ બીએ નવું ગુલમોહરનું ઝાડ લગાવ્યું હતું. તેમણે માતા તેજવંત કૌર સુરીની યાદ આ ગુલમોહર વાવ્યું છે.

પિતાની પંક્તિ શૅર કરીને આ વાત કહી
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં પિતા હરિવંશ રાય બચ્ચનની લખેલી પંક્તિઓ શૅર કરી હતી. ‘જો બસે હૈં વે ઉજડતે હૈં, પ્રકૃતિ કે જડ નિયમ સે, પર કિસી ઉજડે હુએ કો, ફિર બસાના કબ મના હૈં?...હૈ અંધેરી રાત પર દીવા જલાના કબ મના હૈં?’

પંક્તિ શૅર કરીને માતાની વાત કરી
અમિતાભે પંક્તિઓ બાદ લખ્યું હતું, 1976માં અમારું પહેલું ઘર પ્રતિક્ષા મળ્યું હતું ત્યારે મેં આ મોટા ગુલમોહરના ઝાડને મેં એક છોડના રૂપે લગાવ્યો હતો. જોકે, હાલમાં જ આવેલા તોફાનમાં તે પડી ગયું પરંતુ માતાના બર્થ ડે 12 ઓગસ્ટના રોજ મેં એક નવો ગુલમોહર તે જ જગ્યાએ માતાના નામથી વાવ્યો. આ સાથે જ અમિતાભે તસવીરો પણ શૅર કરી હતી.

અમિતાભે બ્લોગમાં માતા તેજી બચ્ચન તથા તેમના છોડ તથા બગીચાના પ્રેમ પ્રત્યે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની માતા ઘરની આસપાસ બગીચો તથા ફૂલો અચૂકથી રાખતા હતા. તેમને ફૂલો તથા બગીચા બહુ જ પ્રિય હતાં. જ્યારે પણ ઘર શિફ્ટ કરવામાં આવે તો તે નવા ઘરની આસપાસ ફૂલો તથા બગીચા હોય જ. તેઓ ઘરમાં રોજ ફૂલોની સુગંધ આવે તેમ ઈચ્છતા હતા, ખાસ કરીને તેમના રૂમમાં. તેમનું મનપસંદ ફૂલ ગુલાબ હતું.

માતા સાડી અને તેમની ફૂલોની સુગંધ માટે જાણીતા હતા
અમિતાભે બ્લોગમાં આગળ લખ્યું હતું કે ભાગલા પહેલાના પંજાબમાં તેમની માતા થોડો સમય એક કોલેજમાં જતા હતા અને અહીંયા તે પોતાની સાડી તથા ફૂલોની સુગંધ માટે જાણીતા હતા. આ વાત લગ્ન પહેલાના વર્ષોની છે. કોલેજમાં વિદ્યાર્થીઓ એક ખૂણામાં ઊભા રહીને માતા પસાર થાય તેની રાહ જોતા અને તેમને કેવી સાડી પહેરી હશે તે વિશે વાત કરતા હતા અને ફૂલોની સુગંધની ચર્ચા કરતા.

અમિતાભને આ ફૂલો ગમે છે
અમિતાભ બચ્ચને બ્લોગમાં માત્ર માતાના ફેવરિટ ફૂલ અંગે જ નહીં પણ પોતાના મનપસંદ ફૂલો અંગે પણ વાત કરી હતી. અમિતાભે કહ્યું હતું કે તેમને મોગરો, પારિજાત તથા રાતરાણી વધુ ગમે છે. રાતમાં આ ફૂલોમાંથી હળવી હળવી સુગંધ આવતી હોય છે અને તેમાંય ખાસ કરીને દિલ્હીના શિયાળામાં આ ફૂલો રાત્રે વધુ સુગંધ આપતા હોય છે. ખાસ કરીને પારિજાતના ફૂલો બહુ જ સુંદર હોય છે. તેમાં નારંગી રંગની દાંડી અને સફેદ ફૂલો હોય છે. એકદમ હળવા હોય છે અને ભગવાનને અર્પણ કરવા માટે તેને બહુ કાળજી પૂર્વક લેવામાં આવે છે.

પ્રતિક્ષામાં આ ફૂલો ઉગાડશે
વધુમાં અમિતાભે કહ્યું હતું કે સન્ડે મિટિંગ દરમિયાન ચાહકોને પણ ફૂલોની સુગંધ આવે તે માટે તે ફરીવાર પ્રતિક્ષામાં આ ફૂલો ઉગાડશે. જો જગ્યા હશે તો તેઓ જલસામાં પણ ફૂલો ઉગાડશે. રવિવારે જ્યારે પણ શુભેચ્છકો આવે ત્યારે તેમને આ સુગંધ સાથે તેઓ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
44-year-old Gulmohar tree falls in storm, Amitabh replants in mother's name


from Divya Bhaskar https://ift.tt/2E3WUIU
https://ift.tt/2DKtJLs

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...