Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/3_1597385830.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/3_1597385830.jpg. Show all posts

Friday, August 14, 2020

સંજય દત્તે સારવાર માટે કામમાંથી બ્રેક લીધો, ‘ભુજ’ના મેકર્સ ફિલ્મ અટકી ના પડે તે માટે પાયલટ સાઉન્ડથી કામ ચલાવશે

સંજય દત્તે હાલમાં જ મેડિકલ સારવાર માટે થોડો સમય કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને લંગ કેન્સર છે અને તે સારવાર માટે વિદેશ જશે. સંજય દત્તે બ્રેક લેતા તેની સીધી અસર તેની ફિલ્મ પર પડી છે અને તે ફિલ્મ અધવચ્ચે અટકી પણ શકે છે. ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ના મેકર્સે ફિલ્મને અસર ના થાય તે માટે અલગ જ રસ્તો શોધ્યો છે.

ફિલ્મમાં સંજય દત્ત ભારતીય જાસૂસની ભૂમિકામાં છે. તે પાકિસ્તાનમાં રહીને ત્યાંની માહિતી ભારત સુધી પહોંચાડે છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ફિલ્મ એડિટિંગ ટેબલ પર છે. અજય દેવગનનો માસીનો દીકરો ધર્મેન્દ્ર શર્મા ફિલ્મને એડિટ કરી રહ્યો છે. આ કામ લગભગ પૂરું થઈ ગયું છે અને હવે ફિલ્મનું ડબિંગ કરવામાં આવશે.

ડબિંગ સમયે સંજય દત્તની જરૂર પડશે
અજય દેવગન ફિલ્મ્સના લોકોનું કહેવું છે કે ડબિંગ સમયે સંજય દત્તની જરૂર પડશે. આ ફિલ્મ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. પ્રોડક્શન સાથે સંકળાયેલા લોકોએ સંજય દત્તને લઈ પ્લાન બી બનાવીને રાખ્યો છે.

સંજયને પૂરતો સહયોગ કરશે
પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું હતું કે તેઓ સંજય દત્તની સુવિધાનું પૂરું ધ્યાન રાખશે. જો તેઓ ડબિંગ કરવા માટે આવે છે તો ઠીક છે નહીંતર તેઓ પાયલટ સાઉન્ટ ટેકનિકની મદદ લેશે. આ સાથે જ સંજય દત્તની પરવાનગીથી કોઈ પણ મિમિક્રી આર્ટિસ્ટની મદદ પણ લેવામાં આવશે.

શું છે પાયલટ સાઉન્ડ ટેકનિક?
મેકર્સ જે પાયલટ સાઉન્ડ ટેકનિકની વાત કરી રહ્યા છે તે બીજું કંઈ નહીં પણ શૂટિંગના સમયે સેટ પર સંજય દત્તનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો તેનો ઉપયોગ કરવામાં આવશે. આને જ પાયલટ સાઉન્ડ કહે છે. આ અવાજને ટ્યૂન કરીને ડબિંગ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત સંજય દત્ત ઘરેથી જ ફોન પર અવાજ રેકોર્ડ કરીને મોકલી શકે છે.

110 કરોડમાં ફિલ્મની ડીલ ફાઈનલ થઈ
કહેવાય છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવા માટે મેકર્સને 110 કરોડ રૂપિયા મળ્યા છે. આ સાથે જ સ્ટાર્સે પણ પોતાની ફી ઓછી કરી દીધી છે. ટૂંકમાં બધા જ પ્રોડ્યૂસરને શક્ય તેટલી મદદ કરી રહ્યા છે.

ફિલ્મમાં સંજય દત્તના સંવાદો ઓછા
ફિલ્મમાં સંજય દત્ત પગીના રોલમાં છે અને તે પાકિસ્તાન રહે છે. ફિલ્મમાં સંજય દત્તના સંવાદો બિલકુલ ઓછા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt takes break from work for treatment, makers of 'Bhuj' will work with pilot sound so that the film does not get stuck


from Divya Bhaskar https://ift.tt/3459q5Q
https://ift.tt/3gWPXrQ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...