Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/actresses-late-pregnancy730-x-548_1597389692.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/actresses-late-pregnancy730-x-548_1597389692.jpg. Show all posts

Friday, August 14, 2020

39 વર્ષીય કરીના બીજીવાર માતા બનવાની છે તો 43 વર્ષની ઉંમરે ફરાહ ખાને ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો

39 વર્ષીય કરીના કપૂર ખાન બીજીવાર માતા બનવાની છે. સૈફ અને કરીનાએ બીજા બાળકની ખુશીના સમાચાર થોડા દિવસ પહેલાં જ તેના ફેન્સ સાથે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી શેર કર્યા હતા. આ પહેલાં કરીનાએ 36 વર્ષની ઉંમરે પહેલા બાળક તૈમુરને જન્મ આપ્યો હતો.

સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર પછી માતા બનવું ઘણું લેટ માનવામાં આવે છે પરંતુ હવે આ માન્યતા તૂટી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસને સફળ કરિયર અને લેટ મેરેજ પછી લેટ પ્રેગ્નન્સીમાં કોઈ વાંધો નથી હોતો.

નજર કરીએ એવી બોલિવૂડ એક્ટ્રેસ જેમણે 35 વર્ષની ઉંમર પછી ફેમિલી પ્લાનિંગ કર્યું.

1. ઐશ્વર્યા રાય બચ્ચન


20 એપ્રિલ 2007ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં બાદ ચાર વર્ષ પછી ઐશ્વર્યા માતા બની. તે સમયે તેની ઉંમર 38 વર્ષ હતી. અત્યારે ઐશ્વર્યા 44 વર્ષની છે તેની દીકરી આરાધ્યા 8 વર્ષની છે.

2. માધુરી દીક્ષિત


17 ઓક્ટોબરે 1999માં ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા બાદ માધુરીએ 37 વર્ષની ઉંમરે તેના પહેલા બાળક એરિનને જન્મ આપ્યો. ત્યારબાદ 39 વર્ષની ઉંમરે તેણે બીજા દીકરા રયાનને જન્મ આપ્યો. માધુરી અત્યારે 55 વર્ષની છે અને તેનો મોટો દીકરો 17 વર્ષનો છે અને નાનો દીકરો 15 વર્ષનો છે.

3. રાણી મુખર્જી


2014માં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યાં પછી 2015માં રાણીએ દીકરા આદિરાને જન્મ આપ્યો. ત્યારે તેની ઉંમર 38 વર્ષ હતી. અત્યારે રાણી 43 વર્ષની છે અને તેનો દીકરો 5 વર્ષનો છે.

4. શિલ્પા શેટ્ટી


22 નવેમ્બર 2009ના રોજ શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં હતા. 2012માં 38 વર્ષની ઉંમરે તેણે પહેલા દીકરા વિયાનને જન્મ આપ્યો જે હાલ 8 વર્ષનો છે. 44 વર્ષે શિલ્પા ફરીવાર દીકરી સમિષાની માતા બની, જેનો જન્મ સરોગસીથી થયો છે કારણકે શિલ્પાને કંસીવ કરવામાં મુશ્કેલી થતી હતી.

5. ફરાહ ખાન


2004માં પોતાનાથી 8 વર્ષ નાના ડિરેક્ટર શિરીષ કુંદર સાથે લગ્ન કરનાર કોરિયોગ્રાફર ફરાહ ખાન 43 વર્ષની ઉંમરે માતા બની હતી. તેણે 43 વર્ષની ઉંમરે ટ્રિપ્લેટ્સને જન્મ આપ્યા હતા. તેમને એક દીકરો સિઝાર અને બે દીકરીઓ આન્યા અને દિવા છે. ફરાહ અત્યારે 54 વર્ષની છે અને તેના બાળકો 12 વર્ષના છે.

6. ગુલ પનાગ


2011માં ઋષિ અટારી સાથે લગ્ન કર્યાં બાદ 7 વર્ષ પછી ગુલ દીકરાની માતા બની. તેણે 39 વર્ષની ઉંમરે 2018માં દીકરા નિહાલને જન્મ આપ્યો જે અત્યારે 2 વર્ષનો છે. ગુલ અત્યારે 41 વર્ષની છે.

7. નેહા ધૂપિયા


2018માં જ્યારે નેહા ધૂપિયાએ તેના બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે લગ્ન કર્યાં ત્યારે જ તે પ્રેગ્નન્ટ હતી. લગ્નના થોડા મહિના પછી જ નેહાએ 2018માં દીકરી મેહરને જન્મ આપ્યો અને ત્યારે નેહાની ઉંમર 37 વર્ષની હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood Actresses Who Opted For Late Pregnancy


from Divya Bhaskar https://ift.tt/3aoBwu1
https://ift.tt/31PyxqO

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...