Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/sushant-rhea1597383621_1597390536.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/sushant-rhea1597383621_1597390536.jpg. Show all posts

Friday, August 14, 2020

એક્ટરના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા તેની પુષ્ટિ થઇ, પરંતુ એક પણ રૂપિયો રિયાના ખાતામાં સીધો ટ્રાન્સફર નથી થયો

રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. ED સાથે જોડાયેલ સૂત્રોના હવાલે દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી રિયાના ખાતામાં ડિરેક્ટ ટ્રાન્ઝેક્શનના કોઈ પુરાવા નથી મળ્યા. જોકે, આ વાત સ્પષ્ટ છે કે એક્ટરના અકાઉન્ટમાંથી અંદાજે 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. ED આ વાતની જાણકારી ભેગી કરી રહી છે કે આ પૈસા કોના ખાતામાં જમા થયા.

નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડથી થયેલ ટ્રાન્ઝેક્શનની તપાસ પણ ચાલુ
મુંબઈ મિરરના ન્યૂઝ મુજબ, સુશાંતના ખાતાઓમાંથી નેટબેકિંગ અને ડેબિટ કાર્ડ દ્વારા થયેલ ટ્રાન્ઝેક્શનની તપાસ હજુ ચાલુ છે. ED સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું કે, આ ટ્રાન્ઝેક્શનનું મેપિંગ કરીને એ જાણવામાં મદદ મળશે કે પૈસા ક્યાં ગયા અને આવું કરવાનો હેતુ શું તો? સૂત્રએ એવું પણ કહ્યું કે, અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે ડેબિટ કાર્ડ્સ અને નેટબેન્કિંગનો ઉપયોગ કોણ કરતું હતું. જેની પાસે પિન અને પાસવર્ડ હશે તે એક્સેસ કરતા હશે અને તે ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

જરૂરિયાતમંદ નજીકના લોકોની મદદ કરવા તૈયાર રહેતો હતો
EDની તપાસમાં જાણવા મળ્યું કે સુશાંતે 2.78 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. તેમાં GST પણ સામેલ છે. આ સિવાય એવી વાત પણ સામે આવી છે કે તે ઘણો ઉદાર હતો અને ઘણીવાર તેના જરૂરિયાતમંદ નજીકના લોકોની મદદ માટે તૈયાર રહેતો હતો. એક અન્ય સૂત્રએ જણાવ્યું કે રિયા અને સુશાંત એકબીજાને ડેટ કરી રહ્યા હતા માટે તેમની વચ્ચે બીજા અન્ય ખાતાઓમાંથી નાના મોટા ટ્રાન્ઝેક્શનની આશા રાખવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધીમાં જે માહિતી સામે આવી છે તે મુજબ જે ખાતામાંથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા તે ખાતામાંથી રિયાના ખાતામાં કોઈ રકમ ટ્રાન્સફર થઇ નથી.

ED તપાસ કરી રહી છે કે સુશાંત રિયા બિઝનેસમાં સાથે કઈ રીતે આવ્યા
ED એ જણાવાની ટ્રાય કરી રહી છે કે સુશાંત રિયા અને તેના ભાઈ શોવિક સાથે બિઝનેસમાં કઈ રીતે જોડાયો. સુશાંતની બે કંપનીઓમાં રિયા અને તેનો ભાઈ શોવિક ડિરેક્ટર છે.

ગુરુવારે ટેલેન્ટ મેનેજર જયંતિ સાહાની પૂછપરછ થઇ
ગુરુવારે સેલિબ્રિટી ટેલેન્ટ મેનેજર જયંતિ સાહાની અંદાજે 11 કલાક પૂછપરછ થઇ જે 2019થી તેની એજન્સી અને સુશાંત વચ્ચેના લેણદેણ હેન્ડલ કરતા હતા. ટૂંક સમયમાં ED સુશાંતના બોડીગાર્ડ, કૂક અને હાઉસ સ્ટાફના પણ સ્ટેટમેન્ટ રજિસ્ટર કરશે. આ પહેલાં EDએ રિયા, તેના ભાઈ શોવિક, તેના પિતા ઇન્દ્રજીત, CA રિતેશ શાહ, સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી, ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરી લીધી છે.

સુશાંતના પિતાએ 15 કરોડની હેરાફેરીનો આરોપ લગાવ્યો
સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે આરોપ લગાવ્યો હતો કે તેના દીકરાના બેન્ક અકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા હતા જેમાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ ગઈ. તેમણે રિયા, તેના પિતા, ભાઈ, માતા સંધ્યા અને બે મેનેજર શ્રુતિ મોદી અને સેમ્યુઅલ મિરાન્ડા વિરુદ્ધ FIR ફાઈલ કરેલ છે. 31 જુલાઈએ EDએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કરી તપાસ શરૂ કરી દીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર દીકરાના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે


from Divya Bhaskar https://ift.tt/2DUpe0P
https://ift.tt/31LLbae

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...