Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/vlcsnap-2020-08-14-09h37m38s3021597378151_1597381900.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/vlcsnap-2020-08-14-09h37m38s3021597378151_1597381900.jpg. Show all posts

Friday, August 14, 2020

સુશાંતના અકાઉન્ટમાંથી જ પૈસાની હેરાફેરી થતી હતી, બહેન અને જીજુએ અકાઉન્ટન્ટને પકડ્યો હતો, ઝાટકણી કરતો વીડિયો સામે આવ્યો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને આજે શુક્રવારે બે મહિના થઇ ગયા છે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુશાંતની બહેન પ્રિયંકા સિંહ દેખાઈ રહી છે અને તેમાં સાથે સુશાંતના જીજુ સિદ્ધાર્થ તંવર પણ છે. બંને સુશાંતનું અકાઉન્ટ હેન્ડલ કરનાર રજત મેવાતીની પૂછપરછ કરી રહ્યા છે.

વીડિયોમાં ઝાટકણી કરતા દેખાયા
વીડિયોમાં બંને રજત સાથે કડકાઈથી વાત કરતા દેખાયા. આ વીડિયો 3 એપ્રિલ, 2019ના રોજનો હોવાનું જણાવાઈ રહ્યું છે. બંને વારંવાર એવું પૂછતાં દેખાયા કે પૈસા કોને ટ્રાન્સફર કર્યા, અમને નામ જણાવ. તે સતત એમ જ કહી રહ્યો હતો કે કોઈના કહેવા પર પૈસા ટ્રાન્સફર કર્યા. અમને નામ જણાવ નહીં તો કડક એક્શન લેશું. તે દરમ્યાન રજત મોઢું નીચું રાખીને ઊભો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પૈસાની હેરાફેરીના સંદેહમાં રજત મેવાતીને હટાવીને સેમ્યુઅલ મિરાન્ડાને અપોઈન્ટ કરવામાં આવ્યો. તેના વિરુદ્ધ પણ સુશાંતના પિતાએ પટનામાં FIR ફાઈલ કરી છે. તેમાં આરોપ છે કે સેમ્યુઅલને રિયા ચક્રવર્તીએ રાખ્યો હતો. તે રિયા માટે કામ કરતો હતો.

બહેનની સહમતી બાદ મિરાન્ડાને નોકરી પર રાખવામાં આવ્યો હતો
જોકે, સૂત્રો તો એવું પણ કહી રહ્યા છે કે મિરાન્ડાને ઓફિસમાં રાખવા માટે પ્રિયંકાએ જ સહમતી આપી હતી. વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત ક્યાંપણ નથી દેખાતો. સુશાંત કેસમાં પૈસાને લઈને જ બધા સવાલ થઇ રહ્યા છે. રિયા પર તેના આરોપ છે. વીડિયો બનાવવાર પણ પ્રિયંકા સિંહનો જાણીતો લાગી રહ્યો છે.

એક અઠવાડિયામાં 28 લાખ ઉપાડવામાં આવ્યા
EDના સૂત્રોના જણાવ્યા મુજબ, સુશાંતના ખાતામાંથી એક અઠવાડિયામાં 28 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા, તેમાંથી પાંચ લાખ રૂપિયા ચેકથી, બે-બે લાખ ATMથી કાઢવામાં આવ્યા હતા. આ પૈસા 13થી 21 નવેમ્બર 2019 દરમ્યાન કાઢવામાં આવ્યા.

સુશાંત વૃધ્ધોને દાન પણ કરતો હતો
સુશાંતના નોકરે આ વાતનો ખુલાસો કર્યો કે તે વૃધ્ધોને પણ દાન કરતો હતો. સુશાંત ઘણીવાર અનાથઆશ્રમમાં પણ જતો હતો અને ત્યાં પણ ડોનેશન કરતો હતો. તે તેના સ્ટાફ સાથે પણ સારી રીતે વર્તન કરતો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વીડિયોમાં સુશાંતની બહેન અને જીજુ અકાઉન્ટ હેન્ડલ કરનારને ઠપકો આપતા દેખાયા


from Divya Bhaskar https://ift.tt/3iEgiLD
https://ift.tt/2DP8jws

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...