Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/firoz1597461867_1597488588.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/firoz1597461867_1597488588.jpg. Show all posts

Saturday, August 15, 2020

જ્યારે ફિરોઝ ખાને લાહોરમાં કહ્યું, ભારતના મુસ્લિમ પ્રગતિ કરી રહ્યા છે, પાકિસ્તાનના મુસ્લિમ જ મુસ્લિમને પછાડી રહ્યા છે, ત્યારબાદ પાકિસ્તાને તેમની એન્ટ્રી બેન કરી હતી

ભારત અને પાકિસ્તાન હંમેશાં તેના તણાવભર્યા સંબંધને લઈને ચર્ચામાં રહ્યા છે. આ તણાવ વર્ષોથી ચાલતો આવ્યો છે. ભારતીયોએ હંમેશાં પાકિસ્તાનને વળતો સટીક જવાબ આપ્યો છે. તેનાથી સ્તબ્ધ થઈને ઘણીવાર પાકિસ્તાને આપણી ફિલ્મો બેન કરી દીધી તો કોઈવાર આપણા બોલિવૂડ સ્ટાર્સને બેન કરી દીધા. લેટ એક્ટર ફિરોઝ ખાન બોલિવૂડના એ જ સ્ટાર્સમાંના એક હતા જેને પાકિસ્તાને તેમના સ્ટેટમેન્ટને લઈને બેન કરી દીધા હતા.

ફિરોઝે પાકિસ્તાનને તેમની ઔકાત યાદ કરાવી હતી
ઘટના ફિરોઝ ખાનના નિધનના ત્રણ મહિના પહેલાં એટલે કે એપ્રિલ 2006ની છે. ફિરોઝ તેના ભાઈ અકબર ખાનની ફિલ્મ તાજમહલના પ્રમોશન માટે પાકિસ્તાનના લાહોરમાં ગયા હતા. આ દરમ્યાન તેમને ઉશ્કેરવા માટે કહેવામાં આવ્યું કે ભારતમાં મુસ્લિમોની સ્થિતિ ઘણી ખરાબ છે. આ વાત પર વળતો પ્રહાર કરતા ફિરોઝે કહ્યું કે, ઇન્ડિયા એક સેક્યુલર દેશ છે. ત્યાં મુસ્લિમ પ્રોગેસ કરી રહ્યા છે. અમારા રાષ્ટ્રપતિ મુસ્લિમ છે, પ્રધાનમંત્રી સિખ છે. પાકિસ્તાન ઇસ્લામના નામે બનાવવમાં આવ્યો પરંતુ જુઓ કેવી રીતે મુસ્લિમ જ મુસ્લિમને કાપી રહ્યા છે.

તમારી સરકાર અમારી ફિલ્મોને રોકી નથી શકતી
ફિરોઝ ખાને ઇવેન્ટ દરમ્યાન કહ્યું હતું કે, હું જાતે અહીંયા નથી આવ્યો, મને બોલાવવામાં આવ્યો છે. અમારી ફિલ્મો ઘણી પાવરફુલ હોય છે. માટે તમારી સરકાર તેને વધુ દિવસ સુધી અટકાવી શકશે નહીં. આ વાતની પુષ્ટિ તે ઇવેન્ટ દરમ્યાન હાજર ઇન્ડિયન ડેલિગેશનના સભ્યોએ તે સમયે મીડિયા સાથેની વાતચીતમાં કરી હતી.

એક્ટ્રેસ પર એન્કરની વાંધાજનક કમેન્ટથી ફિરોઝ ભડકી ગયા હતા
આ ઇવેન્ટ દરમ્યાન એક્ટ્રેસ મનીષા કોઈરાલા વિશે એન્કર ફખ્ર-એ-આલમે જ્યારે વાંધાજનક કમેન્ટ કરી તો ફિરોઝ ખાન ભડકી ગયા હતા. ત્યારે એન્કર મનીષા સાથે વાત કરી રહ્યા હતા અને તે થોડા ખચકાઈ રહ્યા હતા. ત્યારે એન્કરે કહ્યું, મેમ તમે ધ્રુજી રહ્યા છો... માટે હું તમને સવાલ નહીં પૂછું. ફિરોઝ મનીષાની બાજુમાં જ બેઠા હતા અને તેમને ગુસ્સો આવતા એન્કરને ફટકારતા કહ્યું, સારું રહેશે કે તમે એક્ટ્રેસની માફી માગો, નહીં તો હું તારી હાલત બગાડી નાખીશ.

મહેશ ભટ્ટે ફિરોઝ વતી એન્કર પાસે માફી માગી
આખી ઘટના પછી ડિરેક્ટર મહેશ ભટ્ટે એન્કર અને પાકિસ્તાની જનતા પાસે ફિરોઝ ખાન વતી માફી માગી હતી. મહેશ ભટ્ટે કહ્યું હતું ખાનના વર્તન માટે હું ફખ્ર-એ-આલમ અને પાકિસ્તાની જનતાની માફી માગું છું. આશા છે કે તેઓ અમને માફ કરી દેશે.

મહેશ ભટ્ટ તે સમયે ઇન્ડિયન ડેલિગેશનનો હિસ્સો હતા. ડેલિગેશનમાં સામેલ બાકી લોકોએ પાકિસ્તાનની માફી માગી હતી. ઇન્ડિયાથી પાકિસ્તાન ગયેલ ડેલિગેશનમાં ફિરોઝ સાથે તેના ભાઈ અકબર ખાન, સંજય ખાન, પહલાજ નિહલાની, ફરદીન ખાન, શ્યામ શ્રોફ, શત્રુઘ્ન સિન્હા, મહેશ ભટ્ટ, વિકાસ મોહન અને તાજમહલ ફિલ્મની અન્ય કાસ્ટ સામેલ હતી.

પરવેઝ મુશર્રફે એન્ટ્રી પર બેન લગાવ્યો હતો
ફિરોઝ ખાનનું વર્તન એટલું ખૂંચ્યું કે પાકિસ્તાનીઓએ તેમની એન્ટ્રી પર રોક લગાવી દીધી. ઇમરજન્સી રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશ્નરને ઓર્ડર આપ્યો હતો કે ફિરોઝ ખાનને પાકિસ્તાનના વિઝા ન આપવામાં આવે. 27 એપ્રિલ 2009ના રોજ બેંગ્લુરુમાં ફેફસાના કેન્સરને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફિરોઝ ખાન તેના ભાઈ અકબર ખાનની ફિલ્મ તાજમહલના પ્રમોશન માટે પાકિસ્તાનના લાહોર ગયા હતા.


from Divya Bhaskar https://ift.tt/3kOHMQA
https://ift.tt/2FryzxA

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...