Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/food-5_1597471324.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/food-5_1597471324.jpg. Show all posts

Saturday, August 15, 2020

અમિતાભ બચ્ચને કોરોના વોરિયર્સને સલામ કરીને લખ્યું, ‘આજ સે આઝાદ અપના દેશ ફિર સે’, અક્ષયકુમારે રેકડીવાળાની મદદ કરવા વિનંતી કરી

દેશભરમાં 74મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. દેશવાસીઓ એકબીજાને આ દિવસની શુભેચ્છા આપી રહ્યા છે અને આઝાદી અપાવનારા દરેક સ્વતંત્રતા સેનાનીઓને નમન કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને પોતાનો સંદેશ આપી રહ્યા છે.

બિગ બીએ કોરોના વોરિયર્સને સલામ કર્યું
બિગ બી અમિતાભ બચ્ચને એક કવિતા શેર કરી છે અને કોરોના વોરિયર્સનો આભાર માન્યો છે. તેમણે કેપ્શનમાં કહ્યું કે, કોવિડ વિરુદ્ધ જંગ લડી રહેલા તમામ વોરિયર્સને સલામ અને આઝાદીની આ શુભ દિવસે શાંતિ અને સમૃદ્ધિ રહે. બિગ બીએ કવિતાને આજ સે આઝાદ દેશ ફિર સે ટાઈટલ આપ્યું છે.

અક્ષયે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું કહ્યું
અક્ષય કુમારે એક વીડિયો શેર કર્યો છે, તેમાં ફૂટપાથ પર રેકડી લગાવનારા, શાકભાજી-ચાની લારીવાળા, ચારરસ્તે નાની-મોટી વસ્તુઓ વેચનારા લોકોની મદદ કરવાનું કહ્યું છે. આ દરેકની આજીવિકા કોરોના અને લોકડાઉનને લીધે પ્રભાવિત થઇ છે.

અક્ષયે કેપ્શનમાં લખ્યું કે, આપણે આ દરેક લોકોને ઓળખીએ છીએ અને આપણી જિંદગીમાં તેમનો મહત્ત્વનો ફાળો છે. આ સ્વતંત્રતા દિવસે તેમની માટે અને દેશ માટે આગળ આવો અને બને તેટલી મદદ કરો. તેમની દેખભાળ કરો. જય હિંદ.

અજય દેવગણનું ‘તાન્હાજી’ સેલ્યુટ
અજય દેવગણે વીર જવાનોને પોતાના અંદાજમાં સેલ્યુટ કર્યું છે. તેણે લખ્યું કે, 74મા સ્વતંત્રતા દિવસ પર દરેક વીર અને અનસંગ હીરોને તાન્હાજી સલામ કરે છે. તેણે તાન્હાજી ફિલ્મનું પ્રમોશન પણ કર્યું છે. ફિલ્મ મૂવી ચેનલ પર ટેલિકાસ્ટ થવાની છે.

અનુપમે શુભેચ્છા આપી
અનુપમ ખેરે દેશવાસીઓને શુભેચ્છા આપતા લખ્યું કે, દરેક ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરીશ કે, આપનો દેશ હજારો વર્ષ સુધી સમૃદ્ધ રહે અને પ્રગતિની ઊંચાઈ સુધી પહોંચે. ભારત માતાની જય. જય હિંદ. દરેકને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.

લતા મંગેશકરે ગીત રજૂ કર્યું
સ્વર કોકિલા લતા મંગેશકરે પોતાનું ગીત ‘સારે જહાં સે અચ્છા’ સોન્ગની યુટ્યુબ લિંક શેર કરીને દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે લખ્યું કે, નમસ્કાર, તમને બધાને સ્વતંત્રતા દિવસની ઘણી શુભકામનાઓ. જય હિંદ.

વિકી કૌશલ, સ્વરા ભાસ્કર, સુનીલ ગ્રોવર સહિત અન્ય સેલેબ્સે પણ દેશવાસીઓને શુભેચ્છા આપી છે.

વિકી કૌશલે લખ્યું કે, 74મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.

View this post on Instagram

Happy 74th Independence Day! 🇮🇳❤️

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on Aug 14, 2020 at 6:07pm PDT

સ્વરા ભાસ્કરે લખ્યું, દરેક દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.

સુનીલ ગ્રોવરે લખ્યું, સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. ભારતીય હોવા પર અમને ગર્વ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
On Independence Day, Amitabh Bachchan Salutes Covid Warriors, Akshay Kumar Appeal To Help The Needy


from Divya Bhaskar https://ift.tt/3fYj4d8
https://ift.tt/31SZ0DR

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...