Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/food-6_1597473984.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/food-6_1597473984.jpg. Show all posts

Saturday, August 15, 2020

સોનુ સૂદ માટે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ જ આઝાદીનો સાચો તહેવાર, કહ્યું, ‘સ્કૂલ-કોલેજમાં મદદને એક ટોપિકની જેમ ભણાવવો જોઈએ’

74મા સ્વતંત્રતા દિવસ પર એક્ટર સોનુ સૂદે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી. સોનુ કહ્યું કે, મારા માટે આઝાદીનો અર્થ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમણે દુઃખમાંથી મુક્ત કરવાનો છે. મદદ કરવાનો ટોપિક સ્કૂલ-કોલેજોમાં પણ ભણાવવો જોઈએ. હાલ મારું ફોકસ ફિલ્મો પર નહિ પણ લોકોની મદદ કરવા પર છે.

સોનુએ કહ્યું કે, લોકડાઉનમાં ઘણી સ્ક્રિપ્ટ મારા સુધી આવી છે, પણ તેમને વાંચવાનું મન થતું નથી. મારી પાસે મદદ માગનારા લોકોના રોજ 1500થી વધારે ઈમેલ આપી રહ્યા છે. હાલની વાત કરું તો આ અઠવાડિયે અમે ફિલિપિન્સના 1થી 4 વર્ષની ઉંમરના બાળકોને ભારત લાવ્યા છીએ, આ બધાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે.

સોનુ માટે આ સેલિબ્રેશન
‘આ ઓપરેશન દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં થાય છે. લોકડાઉનને લીધે ફ્લાઈટ ચાલુ નથી આથી બાળકોના પરિવારજનોએ મને વાત કરી હતી. ત્યારબાદ અમે શુક્રવારે તેમને 39 ડોનર્સની સાથે લઈને આવ્યા. મારા માટે આ બધું જ સેલિબ્રેશન છે.’

ડોક્ટરને મદદ માટે વિનંતી
‘એક જેવલિન થ્રો પ્લેયર છે સુદામા. હોંગકોંગમાં પ્રેક્ટિસ દરમિયાન તેના ખભા પર ઈજા થઇ હતી. કોઈએ તેની મદદ ના કરી. આથી તેને ઘરે બેસવું પડ્યું. કોઈકે મને તેના વિશે કહ્યું અને ત્યારબાદ મેં તેની મદદ કરવાનું વિચારી લીધું. હું ડોક્ટરને પણ કહેતો રહું છું કે, ઓછામાં ઓછા કોઈ એક પેશન્ટને દત્તક લઇને તેના ઓપરેશન અને તેની સર્જરીની જવાબદારી લે.’

સૌથી મોટી સિદ્ધિ
‘મને ઘણો ફેરફાર પણ દેખાઈ રહ્યો છે. એક ડોક્ટરે મને ટેગ કરીને લખ્યું કે, તેણે 4 કોરોના પેશન્ટને દત્તક લીધા અને તેમની સારવાર કરી હાલ તેઓ સ્વસ્થ થઇ રહ્યા છે. મારા કોઈ વિચારથી કોઈ પણ વ્યક્તિને પ્રેરણા મળે તો તે મારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.’

સાચી દેશભક્તિ છે
‘મારી ઈચ્છા છે કે, સ્કૂલો-કોલેજોના અભ્યાસક્રમમાં એક વધારે વિષય જોડવો જોઈએ, જેમાં લોકોને મદદ કરવા બાબતે ભણાવવામાં આવે. નારા લગાવવા દેશભક્તિ નથી, લોકોની મદદ કરવી દેશભક્તિ છે. કોરોના ટાઈમમાં મારી સાથે ઘણી સ્ક્રિપ્ટ પણ આવી પણ હું માત્ર બે કે ત્રણ પેજ જ વાંચી શકું છું. તેને વાંચવાનું મન થતું નથી . થોડી સ્ટોરી વાચું અને ફરીથી લોકોની મદદ કરવા જોડાઈ જઉં છું.’

દેશ માટે વિચારવાનો સમય
‘લોકોના જીવનમાં હું એટલા બધા દુઃખ જોઈ રહ્યો છું કે મને મારા વિશે વિચારવાનો સમય જ મળતો નથી. મારા પ્રોજેક્ટ બેકફૂટ પર છે. આ સમય દેશ માટે વિચારવાનો છે, પોતાના માટે નહિ. રોજ મને દોઢથી બે હજાર ઈમેલ આવે છે. લોકો મદદ માટે મને વિનંતી કરે છે. મેં મારી વાઈફ અને બાળકોની ડ્યુટી પણ ઈમેલ વાંચવામાં લગાવી દીધી છે. ચાર-પાંચ મિત્રોને સોશિયલ મીડિયા પર નજર રાખવા કહ્યું છે, જેથી કોઈ છૂટી ન જાય. હું ભગવાનને પ્રાર્થના કરતો રહું છું કે, જે લોકોને મારી મદદની જરૂર છે તે બધા સાથે મને કનેક્ટ કરે.’

પોતાના અભિયાન વિશે સોનુએ કહ્યું કે, લોકોને એક મેસેજ ગયો છે કે, એક વ્યક્તિ મદદ કરવા નીકળ્યો છે. એરપોર્ટ જેવી જગ્યાઓ પર ક્લિયરન્સ મળી જાય છે. હું બ્યુરોકેટ્સ સાથે વાત કરું છું. દરેક તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આથી જ વિદેશોથી લોકોને અહિ લાવવામાં સરળતા થઇ છે.

સોનુએ કહ્યું કે, તિરંગાને લહેરાતો જોઈને જે અનુભવ થાય છે તેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકું. એવું લાગે છે કે, આપનો જન્મ જ તિરંગાને સલામી આપવા થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood Says Helping Others Is Real Meaning Of Freedom For Me, I Am Not Feeling Comfortable Reading Scripts Now A Days.


from Divya Bhaskar https://ift.tt/3iHMP3r
https://ift.tt/3kOibqT

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...