Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/karan-johar1597486924_1597494950.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/karan-johar1597486924_1597494950.jpg. Show all posts

Saturday, August 15, 2020

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના બે મહિના પછી કરણ જોહરે પહેલીવાર પોસ્ટ શેર કરી, ટ્રોલિંગથી ત્રસ્ત થઈને આ પ્લેટફોર્મથી દૂર થયો હતો

સુશાંત સિંહની આત્મહત્યા બાદ ગાયબ થયેલ ફિલ્મમેકર કરણ જોહરે બે મહિના પછી સોશિયલ મીડિયા પર કમબેક કર્યું છે. શનિવારે બપોરે તેણે રાષ્ટ્રધ્વજનો ફોટો શેર કરી સ્વતંત્રતા દિવસની શુભકામના આપી. તેણે પોસ્ટ શેર કરી લખ્યું, આપણા મહાન દેશ માટે, જે સંસ્કૃતિ, વારસો અને ઇતિહાસનો ખજાનો છે. સ્વતંત્રતા દિવસની શુભકામના. જય હિન્દ. કરણની આ પોસ્ટ પર સિલેક્ટેડ લોકોની જ કમેન્ટ્સ છે કારણકે તેણે કમેન્ટ સેક્શન લિમિટેડ રાખ્યું છે.

અગાઉની પોસ્ટ 14 જૂને શેર કરી હતી
આ પહેલાં કરણ જોહરે 14 જૂને સુશાંતના મૃત્યુ પછી પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે સુશાંતને યાદ કરી લખ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં હું તારા સંપર્કમાં ન રહ્યો તે માટે હું ખુદને દોષી માનું છું. મેં ઘણીવાર ફીલ કર્યું છે કે તને તારી વાતો શેર કરવા માટે ઘણીવાર લોકોની જરૂર પડે છે પરંતુ ક્યાંકને ક્યાંક હું આ વાતને મારા જીવનમાં ઉતારી ન શક્યો. હું હવે તે ભૂલ ક્યારેય નહીં કરું.

સુશાંતના મૃત્યુ બાદ કરણ ખૂબ ટ્રોલ થયો
સુશાંતના મૃત્યુ પછી આ વાત સામે આવી હતી કે તે ડિપ્રેશનમાં હતો. ત્યારપછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ કે સુશાંત બોલિવૂડમાં ફેલાયેલ નેપોટિઝ્મને કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેને પ્રોત્સાહન આપવા માટે કરણ જોહરને જવાબદાર ગણવામાં આવ્યો. સોશિયલ મીડિયા યુઝર્સે કરણ જોહરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ટ્રોલિંગથી કંટાળીને તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું ચાલુ કરી દીધું અને તેણે મોબાઈલ નંબર પણ બદલી દીધો.

ટ્વિટર પર મિત્રોને અનફોલો કર્યા
સતત ટ્રોલિંગથી હેરાન થઈને કરણ જોહરે તેના ટ્વિટર અકાઉન્ટ પરથી ઘણા લોકોને અનફોલો કરી દીધા છે જેમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાજોલ સહિત ઘણા સેલેબ્સ સામેલ છે. હાલ કરણ 8 લોકોને જ ફોલો કરી રહ્યો છે જેમાં તેના પ્રોડક્શન હાઉસના અમુક લોકો સિવાય પીએમ નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને શાહરુખ ખાન સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કરણ જોહર પર બોલિવૂડમાં નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આરોપ છે


from Divya Bhaskar https://ift.tt/3kQ8Mz4
https://ift.tt/3kMHB8y

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...