Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/rhea1597428262_1597476346.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/rhea1597428262_1597476346.jpg. Show all posts

Saturday, August 15, 2020

હવે ખુદને સુશાંતની ગર્લફ્રેન્ડ ગણાવતી રિયા ચક્રવર્તી તેના મૃત્યુના બે મહિના પહેલાં અફેરની વાતને નકારી રહી હતી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછીથી રિયા ચક્રવર્તી ખુદને તેની ગર્લફ્રેન્ડ ગણાવી રહી છે અને દાવો કરી રહી છે કે તે તેની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પરંતુ એક્ટરના મૃત્યુના બે મહિના પહેલાં એપ્રિલમાં જ તેની સાથેના અફેરની વાત તેણે નકારી દીધી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે સુશાંતને ડેટ કરી રહી છે? જવાબમાં તેણે કહ્યું હતું, ના આ સાચું નથી.

રિયાએ કહ્યું હતું- સુશાંત અને હું સારા ફ્રેન્ડ્સ છીએ
રિયાએ કહ્યું હતું કે, મેં અને સુશાંતે ક્યારેય આ વાત સ્વીકારી નથી. માટે આ સાચું નથી. સુશાંત અને હું અમે ખરેખર સારા મિત્રો છીએ. હું તેને આઠ વર્ષથી ઓળખું છું. અમે યશરાજ ફિલ્મ્સમાં સાથે હતા અને લાંબા સમય સુધી અમારી મેનેજર પણ એક જ રહી છે. આ વર્ષોમાં અમારી મિત્રતા આગળ વધી. હું મારા બધા મિત્રોને ઘણો પ્રેમ કરું છું અને તેને છુપાવતી નથી.

હું મારી જિંદગીમાં સામેલ લોકો પ્રત્યેના પ્રેમને લઈને ઘણી પબ્લિક છું. પછી ભલે તે છોકરો હોય કે છોકરી. જ્યાં સુધી સુશાંતની વાત છે ત્યાં સુધી હું જે લોકોને ઓળખું છું તેમાંનો સૌથી સારો અને કૂલ માણસ છે. હું તેના વિશે નથી જાણતી પણ મારા માટે તે સુપર ક્યૂટ અને અટ્રેક્ટિવ છે. જોકે, મને નથી ખબર કે તે મારા વિશે શું વિચારે છે.

સુશાંતની એક આદત જે રિયાને ગમતી ન હતી
જ્યારે રિયાને પૂછવામાં આવ્યું કે સુશાંતની એવી આદત જે તેને ગમતી ન હોય તેના જવાબમાં તેણે કહ્યું, સુશાંત ઘણો સમજદાર છે, તે દરેક વસ્તુ વિશે વધારે જાણે છે. આ આદત નથી, તે એવો જ છે. ત્યારે તમને થોડો ગુસ્સો આવી શકે છે, જ્યારે તમને લાગે છે કે તમે ઘણા સ્માર્ટ છો પરંતુ સુશાંત સાથે વાતચીત કર્યા પછી તમારે બીજીવાર વિચારવું પડે છે.

રિયા સાથે સુશાંત લગ્ન કરવા ઈચ્છતો હતો
ઓગસ્ટ 2019માં એવા ન્યૂઝ આવ્યા હતા કે સુશાંત તેની પ્લેબોય રેપ્યુટેશનમાંથી નીકળવા માટે રિયા સાથે લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ રિયા હજુ વધુ સમય લેવા ઇચ્છતી હતી. આ પહેલાં સુશાંતે એક ઇન્ટરવ્યૂમાં રિયા સાથે તેના રિલેશનમાં હોવાની વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે, હાલ તો કંઈપણ કહેવું યોગ્ય નથી. લોકોએ આવી બાબતે વાત કરવી ન જોઈએ જે હજુ શરૂ જ થઇ હોય. જો તમે મારા વિશે સવાલ કરો તો હું તેના જવાબ આપી શકું પણ તમે કોઈ અન્ય વ્યક્તિ વિશે પૂછો તો મારે તેમને પૂછવું પડશે. રિયા પહેલાં સુશાંતનું નામ અંકિતા લોખંડે, કૃતિ સેનન અને સારા અલી ખાન સાથે જોડાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
When Rhea Chakraborty Denies Relationship With Sushant Singh Rajput


from Divya Bhaskar https://ift.tt/2FraM0K
https://ift.tt/3g0P6oA

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...