સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે પોતાની ચારેય બહેનો રાની, પ્રિયંકા, શ્વેતા તથા મીતુ સાથે જોવા મળે છે. વીડિયોમાં થતી વાતચીત પરથી ખ્યાલ આવે છે કે આ વીડિયો સુશાંતની ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થઈ તે સમયનો છે. સુશાંતની એક બહેન તેને મહેન્દ્ર સિંહ ધોની કહે છે તો બીજી બહેન કહે છે કે તેમને પોતાના ભાઈ પર ગર્વ છે. ચારેય ભાઈ-બહેનો એકદમ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.
View this post on InstagramA post shared by f_b_herosrk (@fatimabondarenko) on Aug 16, 2020 at 1:32am PDT
સુશાંતના જૂના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે
છેલ્લાં કેટલાંક દિવસથી સુશાંતના જૂના વીડિયો સતત વાઈરલ થઈ રહ્યા છે. હાલમાં જ સુશાંતના ત્રણ વીડિયો સામે આવ્યા હતા, જેમાં એકમાં તે શ્રીકૃષ્ણનું ભજન ગાતો જોવા મળ્યો હતો તો બીજા વીડિયોમાં બહેન મીતુની સાથે બાય-રોડ ચંદીગઢ જાય છે અને કિશોર કુમારનું ગીત ‘રાત કલી એક ખ્વાબ મૈં આઈ’ ગીત ગાતો હોય છે. ત્રીજા વીડિયોમાં તે બહેનો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો.
View this post on InstagramA post shared by VIRAL Entertainment (@viralentertainment01) on Aug 15, 2020 at 11:27pm PDT
બહેન સાથે અણબનાવ હોવાની વાત બાદ આ વીડિયો સામે આવ્યો
થોડાં સમય પહેલાં રિયા ચક્રવર્તી તથા સુશાંત સિંહ રાજપૂતની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. આ ચેટમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે સુશાંત પોતાની બહેન પ્રિયંકાથી નારાજ હતો. ચેટ પ્રમાણે, સુશાંતે બહેન પ્રિયંકાને દુષ્ટ કહી હતી. તેણે રિયાને મોકલેલી ચેટમાં એવું લખ્યું હતું, મારી બહેન આ વાતનું ધ્યાન (તે જ વાત જેને હું અને તું બહુ જ પાછળ મૂકી આવ્યા છીએ) બીજે દોરવા માટે હવે વિક્ટિમ કાર્ડ રમીને સિડ (સિદ્ધાર્થ પિઠાની) ભાઈને મેનિપ્યુલેટ કરે છે. મારી પર આવી જાય કે મેં તેમને ફિઝિકલી પનિશમેન્ટ આપી છે. આ બહુ જ નિરાશાજનક વાત છે.
પ્રિયંકા, સુશાંતની બહેન શ્વેતાએ પહેલા જ જવાબ આપ્યો હતો
રિયાની વ્હોટ્સએપ ચેટ પર સુશાંત તથા પ્રિયંકાની બહેન શ્વેતા સિંહે એક ઈન્ટરવ્યૂની વીડિયો ક્લિપ શૅર કરી હતી. આ વીડિયોમાં સુશાંતે કહ્યું હતું કે તે બહેન પ્રિયંકાની સૌથી વધુ નજીક છે.
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Aug 9, 2020 at 9:46am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g2f9vy
https://ift.tt/3iESdEu