Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/16/sush_1597560689.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/16/sush_1597560689.jpg. Show all posts

Sunday, August 16, 2020

એક્ટરના પાર્થિવ દેહ પાસે કાળી બેગ સાથે એક યુવક દેખાયો, નીચે ઊતરીને એક શંકાસ્પદ યુવતીને મળ્યો અને બેગ ગાયબ થઈ ગઈ

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ મામલે બે કેન્દ્રીય એજન્સી CBI અને EDની તપાસ ચાલુ છે. આ દરમિયાન એક ન્યૂઝ ચેનલે સુશાંતના મૃત્યુના દિવસનો અનસીન વીડિયો મળ્યો હોવાનો દાવો કર્યો છે. વીડિયોમાં એક શંકાસ્પદ યુવક અને યુવતી દેખાઈ રહ્યા છે. સુશાંતના પરિવારે આ બંને ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે.

રિપબ્લિક ટીવીએ જાહેર કરેલા આ વીડિયોમાં બ્લેક ડ્રેસમાં એક યુવક સુશાંતના પાર્થિવ દેહની બાજુમાં કાળા રંગની બેગ લઇને ઉભેલો દેખાઈ રહ્યો છે. તેણે આછા ગુલાબી રંગની ટોપી પહેરી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત હોઈ શકે છે. તેણે હાથમાં એક બેગ પકડીને સીડી ઉતરતા પર જોઈ શકાય છે.

વીડિયોમાં બ્લૂ અને વ્હાઈટ રંગની ટીશર્ટ પહેરેલી એક યુવતી સુશાંતની બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં દોડતી દેખાઈ રહી છે. તે બ્લેક ડ્રેસવાળા માણસને મળે છે અને કઈક વાત કરે છે. ત્યારબાદ બ્લેડ ડ્રેસવાળી વ્યક્તિના હાથમાંથી બ્લેક બેગ ગાયબ થઇ જાય છે. આ દરમિયાન ખાસ વાત તો એ છે કે, જે સમયે આ બધું થઇ રહ્યું હતું ત્યારે મુંબઈ પોલીસ પણ ત્યાં હાજર હતી.

પરિવારના પ્રશ્નો
આ વીડિયો જોયા પછી સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહે શંકાસ્પદ વ્યક્તિ, બેગ અને મહિલાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જો કોઈ માણસ ઘરમાંથી કઈક લઇને જાય છે તો તે શંકાસ્પદ છે. તે એક છોકરી સાથે વાત પણ કરે છે અને પછી ગાયબ થઇ જાય છે. આ બધું ઘણું શંકાસ્પદ છે. આ છોકરી કોણ છે તેની તપાસ થવી જોઈએ. વિકાસ સિંહે મુંબઈ પોલીસ પર પ્રશ્નો કર્યા છે. તેમનું કહેવું છે કે, મુંબઈ પોલીસની હાજરીમાં કેવી રીતે બે વ્યક્તિ ક્રાઈમ સીનમાં આવ-જા કરી શકે છે. આ બધું પુરાવાને નષ્ટ કરવા માટે થયું હોય તેમ બની શકે છે.

પોસ્ટમોર્ટમને લઈને પણ પ્રશ્ન
વકીલ વિકાસ સિંહે સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને પણ પ્રશ્નો કર્યા છે. વિકાસ સિંહે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે, મેં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો છે. તેમાં મૃત્યુનો સમય લખ્યો નથી. આ જાણકારી ઘણી જરૂરી છે. તેનું મૃત્યુ કરીને લટકાવ્યો હતો કે તે લટકીને મૃત્યુ પામ્યો? આ બધું મૃત્યુના સમયથી જ સ્પષ્ટ થાય છે.

વધુમાં તેમણે કહ્યું કે, પુરાવા નષ્ટ થઇ જતા CBIનું કામ અધરું થઇ ગયું છે. મુંબઈ પોલીસ સક્ષમ છે, પણ આ કેસમાં નથી. એવું કહેવાઈ રહ્યું છે કે, સુશાંતે સવારે જ્યૂસ પીધું હતું પરંતુ કોઈએ
તેને પીતા જોયો નહોતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સમયથી અન્ય ઘણી માહિતીઓ સામે આવી શકે છે કે તેનું મૃત્યુ એક રાત પહેલાં તો નથી થયું? કૂપર હોસ્પિટલ પાસેથી તો કોઈને પણ આરામથી કોઈ પણ સર્ટિફિકેટ મળી જાય છે. આ હોસ્પિટલની છાપ પહેલેથી સારી નથી અને ત્યાં જ સુશાંતનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તે પણ શંકાસ્પદ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Death Case: Mystery Woman Seen In Building Compound On The Day Of Actor's Death In Unseen Video, Family Raised Questions


from Divya Bhaskar https://ift.tt/30YtCEE
https://ift.tt/311pG6k

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...