Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/18/2_1597732150.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/18/2_1597732150.jpg. Show all posts

Tuesday, August 18, 2020

સંરક્ષણ મંત્રાલયની અનુમતિ વગર જ્હોન અબ્રાહમ-નિખિલ અડવાણી ‘ગોરખા’નું શૂટિંગ શરૂ કરશે નહીં

બોલિવૂડમાં ડિફેન્સ અંગેની ફિલ્મ બનતી રહેતી હોય છે. હવે જ્હોન અબ્રાહમ ‘ગોરખા’ બનાવી રહ્યો છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં તે ઘણી બાબતોનું ધ્યાન રાખવા માગે છે, કારણ કે હાલમાં જ ‘ગુંજન સક્સેના’ અંગે જે વિવાદ થયો તે આવો કોઈ વિવાદ પોતાની ફિલ્મ માટે થાય તેમ ઈચ્છતો નથી.

જ્હોન હાલમાં ‘મુંબઈ સાગા’ તથા ‘સત્યમેવ જયતે 2’માં વ્યસ્ત છે. નિખિલ અડવાણીના બેનરની ‘ગોરખા’ સેનાના ગોરખા રેજિમેન્ટ પર આધારિત છે. પ્રોડક્શન હાઉસના સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે ફિલ્મમાં કેરેક્ટર કેવું હશે અને ફિલ્મની વાર્તા શું છે તે અંગે ડિફેન્સ મિનિસ્ટ્રીને જાણ કરવામાં આવી છે.

પ્રોડક્શન હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે લૉકડાઉનમાં ડિફેન્સ મિનિસ્ટ્રીની પરવાનગી લેવા માટેની તમામ ઔપચારિકતા પૂર્ણ કરી લેવામાં આવી હતી. હવે ડિફેન્સ મિનિસ્ટ્રી ફિલ્મ અંગે ક્યારે હા પાડે તેની રાહ જોવાઈ રહી છે.

સંરક્ષણ મંત્રાલયની પરવાનગી મળ્યા બાદ ફિલ્મના શૂટિંગનું શિડયૂઅલ નક્કી કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસ નથી ઈચ્છતું કે મંત્રાલય ફિલ્મ અંગે કોઈ આપત્તિ કે વિરોધ કરે.

હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુંજન સક્સેના’ તથા 2016માં રિલીઝ થયેલી ‘એરલિફ્ટ’ને સંબંધિત મંત્રાલયની નારાજગી સહન કરવી પડી હતી. ‘એરલિફ્ટ’ રિલીઝ થઈ ત્યારે વિદેશ વિભાગના અનેક બ્યૂરોક્રેટે કહ્યું હતું કે ક્રિએટિવ લિબર્ટીના નામ પર ફિલ્મના તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ ફિલ્મ અંગે ડિરેક્ટર રાજા કૃષ્ણ મેનને ઓન રેકોર્ડ કહ્યું હતું કે તે લોકોએ શૂટિંગ પર જતા પહેલાં વિદેશ મંત્રાલયને સ્ક્રિપ્ટ તથા પત્ર મોકલ્યો હતો. જોકે, અનેક અઠવાડિયા સુધી જવાબ ના આવતા તેમણે મજબૂરીમાં શૂટિંગ શરૂ કરવું પડ્યું હતું.

‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં જે રીતે એરફોર્સની ઈમેજ બતાવવામાં આવી છે તે અંગે એરફોર્સે નારાજગી વ્યક્ત કરી છે. વાયુસેનાના પૂર્વ મહિલા અધિકારીએ કહ્યું હતું કે ફિલ્મમાં ખોટી બાબતો બતાવવામાં આવી છે. ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘કૅપ્ટન નવાબ’ સંરક્ષણ મંત્રાલય તરફથી જવાબ મોડો આવતા ફિલ્મ શરૂ જ થઈ શકી નહોતી.

જ્હોન તથા નિખિલ આ પ્રકારના વિવાદ ઈચ્છતા નથી. આથી જ ‘ગોરખા’નું શૂટિંગ શરૂ થાય તે પહેલા ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી તમામ પરવાનગી લેવા ઈચ્છે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
John Abraham-Nikhil Advani will not start shooting for 'Gorkha' without permission from Defence Ministry


from Divya Bhaskar https://ift.tt/324BjbA
https://ift.tt/328fgRI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...