Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/18/sush_1597729276.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/18/sush_1597729276.jpg. Show all posts

Tuesday, August 18, 2020

એપ્રિલમાં પણ દિશા સુશાંતના ટચમાં હતી, બંને વચ્ચેની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા

સુશાંત સિંહ રાજપૂત અને તેની એક્સ મેનેજર દિશા સલિયનનું જૂન મહિનામાં એક અઠવાડિયાની અંદર મૃત્યુ થયું હતું. સુશાંતે 14 જૂને તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર પંખે લટકીને આત્મહત્યા કરી હતી. દિશાએ 8 જૂને એક ફ્લેટના 14મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. હવે દિશા અને સુશાંતના વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા છે, જે સાબિત કરે છે કે બંને એપ્રિલમાં એકબીજાના સંપર્કમાં હતા.

દિશા અને સુશાંત વચ્ચે 2 અને 7 એપ્રિલ વચ્ચે વાત થઇ હતી

ચેટથી ખબર પડે છે કે દિશા સુશાંતનું PR હેન્ડલ કરી રહી હતી અને તે નવા પ્રોજેક્ટ્સ માટે સતત સંપર્કમાં હતા. આ સિવાય ચેટથી એમ પણ ખબર પડે છે કે સુશાંતને એપ્રિલમાં ટીવી એડ માટે ઓફર પણ મળી હતી.

7 અને 10 એપ્રિલ વચ્ચે દિશા અને સુશાંત વચ્ચે વાતચીત

10 દિવસમાં 4 વખત ચેટ થઇ
ચેટમાં દિશા અને સુશાંત એક બ્રાન્ડ સાથે જોડાવા અને તેના દ્વારા થતી ઓફર પર ચર્ચા કરી રહ્યા છે. દિશાએ તેના માટે એક ઓનલાઇન ઈન્ટરેક્શન સેશનનું પણ આયોજન કર્યું હતું. આ ચેટમાં સિદ્ધાર્થ પીઠાણીનું નામ પણ સિડ તરીકે સામે આવ્યું છે. દિશા અને સુશાંત વચ્ચે 2, 7, 10 અને 11 એપ્રિલે આ વાત થઇ છે.

10 એપ્રિલે દિશા અને સુશાંત વચ્ચે વાતચીત થઇ

અગાઉ દિશાને માત્ર એક વખત મળવાનો દાવો કરાયો હતો
આ પહેલાં દિશાના પરિવાર અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે અને સુશાંત માત્ર એક વાર મળ્યા હતા. વોટ્સએપ ચેટના આ સ્ક્રીનશોટ તે દાવાને ખોટા સાબિત કરે છે. તેમાં બંને પ્રોફેશનલ લાઈફને લઈને લાંબી વાતો કરી રહ્યા છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દિશાની માતા વસંતી સલિયને કહ્યું હતું કે, દિશા અમને કામની બધી વાત શેર કરતી હતી. કોની સાથે કામ કરે છે, શું કામ કરી રહી છે તે બધું. મેં ક્યારેય સુશાંત વિશે નથી સાંભળ્યું. આ બધા પહેલાં હું સુશાંતને વધુ ઓળખતી પણ ન હતી.

ઘડિયાળના પ્રોજેક્ટમાં સુશાંત સાથે કામ કરતી હતી
દિશા સુશાંત સિંહ સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતી હતી. તે શૂઝ અને વોચની એડમાં સુશાંત માટે કામ કરી રહી હતી. તે પ્રોજેક્ટ એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યો હતો પરંતુ લોકડાઉનને કારણે તે ક્યારેય શરૂ ન થઇ શક્યો.

દિશા સલિયનનું કરિયર
દિશા સલિયન મુંબઈમાં જ તેના પરિવાર સાથે દાદરમાં ફ્લેટમાં રહેતી હતી. એક ન્યૂઝ પેપરથી તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ દિશા વર્ષ 2013માં IPAN નામની કંપની સાથે જોડાઈ. દિશાએ 2015માં એક ફિલ્મ માટે ઐશ્વર્યા રાયનું કામ મેનેજ કર્યું હતું. ત્યારે તે સ્મિથ PR કંપની સાથે કામ કરતી હતી. છિછોરે ફિલ્મ સમયે તેણે એક્ટર વરુણ શર્માનું કામ મેનેજ કર્યું હતું. ત્યારે તે કાન એન્ટરટેનમેન્ટ એન્ડ માર્કેટિંગ સોલ્યુશન સાથે કામ કરતી હતી. એવું જણાવાઈ રહ્યું છે કે ત્યારે જ તેની સુશાંત સાથે મુલાકાત થઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિશા સલિયનનું મૃત્યુ 8 જૂને મુંબઈના મલાડ વિસ્તારની એક બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડવાને કારણે થયું. તેની પાસેથી કોઈ સુસાઇડ લેટર મળ્યો ન હતો.


from Divya Bhaskar https://ift.tt/321x2Wr
https://ift.tt/3aAOcyk

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...