Monday, June 1, 2020

Showing declared value on 'Bill of Lading' not mandatory, says expert

Rule 3 of the Rules Relating to the Bill of Lading (BL) set out in the Schedule to the Carriage of Goods by Sea Act, 1925, does not mandate that the value of the goods should be mentioned in the bill

from Today's Paper https://ift.tt/2ZXNfMY
via

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેના કુમારી સહિત પરિવારના સાત સભ્યો કોરોના પોઝિટિવ

ટીવી એક્ટ્રેસ મોહેના કુમારી સિંહ સહિત પરિવારના સાત સભ્યો (સાસુ-સસરા, પતિ, નણંદ, નણંદનો પાંચ વર્ષીય દીકરો)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 31 મેના રોજ તમામને ઋષિકેશની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. મોહેના કુમારીએ હાલમાં જ પરિવારને કોરોના થયો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહેના કુમારીના સસરા તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજ ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી છે. તેમણે હાલમાં જ ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત કરી હતી. સતપાલ મહારાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે જેટલાં લોકો સાથે મુલાકાત કરી હતી, તે તમામનો રિપોર્ટ કરાવવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં ટીવી કલાકાર કિરણ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કિરણ કુમારે ઘરમાં જ સારવાર કરી હતી અને હાલમાં જ તેમનો ત્રીજીવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

શું કહ્યું મોહેના સિંહે?
મોહેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેની સાસુ અમૃતા રાવતને તાવ આવતો હતો. જોકે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આથી પરિવારના દરેક સભ્યને હાશકારો થયો હતો. રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે પરિવારના અન્ય કોઈ સભ્યનો રિપોર્ટ કરાવ્યો નહોતો. જોકે, પછી તેમને ખ્યાલ આવ્યો કે સાસુમાને તાવ ઉતરતો નહોતો. થોડાં દિવસ બાદ ફરીવાર રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી ઘરના બધાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના લક્ષણ વગર તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં બધાની તબિયત સારી છે.

31 વર્ષીય મોહેનાએ હાલમાં એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સ્પોટબોય સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘આ વાત સાચી છે કે હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ છે. અમારા પરિવારના સાત લોકો કોરોનાનો ભોગ બન્યા છે અને બાકી સંસ્થાના સભ્યો છે. તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, ગભરાવવા જેવી વાત નથી. કોઈને પણ કોરોનાના લક્ષણો નહોતાઅને આથી જ તે વધુ ફેલાઈ ગયો. અમારામાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ બધું ક્યારે થઈ ગયું. ઘરની અંદર જ આ ફેલાઈ ગયો. હાલમાં અમારી સારવાર ચાલી રહી છે.’

વધુમાં મોહેનાએ કહ્યું હતું, ‘તમામ લોકો સુરક્ષિત છે. અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે તમામ સુવિધા છે. આથી અમે એક પણ બાબતને લઈ ફરિયાદ કરતા નથી. કારણ કે એવા પણ લોકો છે, જે કોરોનાવાઈરસનો ભોગ બનેલા હોય પણ તેમને વ્યવસ્થિત રીતે સારવાર મળતી નથી અને તેમને બેડ પણ મળતા નથી. મને આશા છે કે અમે જલ્દીથી ઠીક થઈ જઈશું. જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તમામ સભ્યો હોસ્પિટલમાં જ રહેશે’

2012મા ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું
મોહેનાએ વર્ષ 2012મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. મોહિના ટ્રેઈન્ડ ડાન્સર છે અને તે કોરિયોગ્રાફર પણ છે. રિયાલિટી શોમાં કામ કર્યાં બાદ મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. લગ્ન બાદથી મોહેનાએ એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન ગયા વર્ષે 14 ઓક્ટોબરે હરિદ્વારમાં યોજાયા હતાં. મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Yeh Rishta Kya Kehlata Hai fame Mohena Kumari Singh, along with family members, tests Covid-19 positive


from Divya Bhaskar https://ift.tt/2TXDL0A
https://ift.tt/2BmMNOd

‘રામાયણ’ ફૅમ દીપિકાએ પોતાની લવ સ્ટોરી જણાવી, કહ્યું- રિયલ લાઈફ ‘રામ’ને ક્યાં મળ્યાં હતાં?

ટીવી સિરિયલ ‘રામાયણ’માં સીતાનો રોલ પ્લે કરનાર દીપિકા ચિખલિયા હાલમાં સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ સોશિયલ મીડિયામાં અંગત જીવન તથા શૂટિંગને લઈને કિસ્સા શૅર કરતાં હોય છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના લગ્નને લઈ વાત કરી હતી. દીપિકાએ બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં છે. દીપિકાએ પોતાના રિયલ લાઈફ ‘રામ’ એટલે કે હેમંત સાથે કેવી રીતે મુલાકાત થઈ તે અંગે પોસ્ટ શૅર કરી હતી.

પહેલીવાર અહીંયા મળ્યાં હતાં
દીપિકાએ લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘તમને તમામને એ વાતનો ખ્યાલ છે કે સીતા તથા રામ કેવી રીતે મળ્યાં હતાં. જોકે, તમને એ ખ્યાલ નથી કે રિયલ લાઈફમાં રામ તથા સીતા એટલે કે હું અને હેમંત ટોપીવાલા કેવી રીતે મળ્યાં હતાં. વર્ષ 1961થી મારા પતિ હેમંતનો પરિવાર શૃંગાર નામ હેઠળ ટ્રેડિશનલ કોસ્મેટિક્સ વેચે છે. મારી પહેલી ફિલ્મ ‘સુન મેરી લૈલા’માં મેં એક મોડલનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં શૃંગાર કાજલની જાહેરાત હતી. હેમંત આ જાહેરાતનું શૂટિંગ જોવા માટે સેટ પર આવ્યા હતાં. મારી પહેલી મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી. ત્યારબાદ અમે બંને પોત-પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. જોકે, અમે બંને એકબીજા સાથેની પહેલી મુલાકાત ભૂલ્યાં નહોતાં.’

શૃંગારની જાહેરાતમાં દીપિકા
દીપિકાએ બીજી પોસ્ટમાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો જાહેરાતનો છે. આ જાહેરાત શૃંગાર ડિલક્સ કાજલની છે. દીપિકાએ આ જાહેરાતમાં આ બ્રાન્ડની કાજલ લગાવેલી હોય છે અને સ્ટાઈલિશ લુકમાં પાર્ટીમાં જોવા મળે છે. આ જાહેરાતના શૂટિંગ દરમિયાન હેમંત તથા દીપિકાની પહેલી મુલાકાત થઈ હોય છે. આ વીડિયો સાથે દીપિકાએ કેપ્શન આપ્યું હતું, ‘તેમની બ્રાન્ડની પ્રોડક્ટ કાજલનું શૂટિંગ હતું. અત્યારે પણ કાજલ, ચાંદલો તથા કંકુ બનાવે છે.’

ફેરા ફરતાં સમયની તસવીર શૅર કરી
દીપિકાએ લગ્ન સમયે ફેરા ફરતાં હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મારું ઈન્સ્ટા ફેમિલી... અમારી સ્ટોરી આગળ વધી. અમે સેટ પર અમારી કરિયરને લઈ વાત કરતાં હતાં. આ જ સમયે તેમણે અભ્યાસની સાથે સાથે પિતાનો બિઝનેસ પણ સંભાળવાની શરૂઆત કરી. વર્ષો બાદ તેમણે મને મારા ઘરની નજીક આવેલા પાર્લરમાં જોઈ હતી. તેમણે મને પછી કહ્યું હતું કે આટલા વર્ષોમાં હું તેમના મનમાં રહી હતી. અંતે, ફેમિલી ફ્રેન્ડની મદદથી 1991માં 28 એપ્રિલના રોજ અમારી મુલાકાત થઈ. અમે બે કલાક સુધી એકબીજા સાથે વાતો કરી હતી. ઘરે આવીને અમે અમારા પરિવારને કહ્યું કે અમને અમારો લાઈફ પાર્ટનર મળી ગયો છે. બીજા જ દિવસે મારો જન્મદિવસ હતો. એટલે કે 29 એપ્રિલે અમારા ગોળધાણા થયા. આ જ વર્ષે અમારા લગ્ન થઈ ગયા. બાકીનો ઈતિહાસ છે...’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Ramayan' fame Deepika Chikhlia shared her real life love story


from Divya Bhaskar https://ift.tt/2ZXOSui
https://ift.tt/2zP9s5i

‘સૂર્યવંશી’ તથા ‘83’ના પ્રોડ્યૂસર શિબાશીષ સરકાર કોરોના પોઝિટિવ, કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

મોરાની પરિવાર, કિરણ કુમાર, કનિકા કપૂર જેવા સેલિબ્રિટી કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે. હવે, ‘83’ તથા ‘સૂર્યવંશી’ના પ્રોડ્યૂસર તથા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપના CEO શિબાશીષ સરકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

શિબાશીષ શનિવારે દાખલ થયા
ન્યૂઝ એજન્સીના મતે, શિબાશીષને પહેલાં તાવ આવતો હતો. રિપોર્ટ કરાવવામાં આવ્યો તો કોરોના પોઝિટિવ આવ્યો. ત્યારબાદ શનિવાર (30 મે)ના રોજ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની હાલત સુધારા પર છે. ગુરુવાર (29 મે)એ તેમણે એક વેબીનાર પણ એટેન્ડ કર્યો હતો. વેબીનારમાં તેમણે ‘83’ તથા ‘સૂર્યવંશી’ની રિલીઝ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બંને ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં. લૉકડાઉન પૂરી રીતે હટાવી લેવામાં આવશે ત્યારે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

આ સેલેબ્સના ઘરમાં કોરોના
સેલેબ્સ ઉપરાંત બોની કપૂર તથા કરન જોહરના ઘરના સ્ટાફ મેમ્બર કોરોનાનો ભોગ બન્યા હતાં. ત્યારબાદ આ બંને ઘરને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ આ બંને પરિવારના સભ્યો તથા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેઓ હાલમાં હોમ ક્વૉરન્ટીન છે. જોકે, આ બંને સેલેબ્સના પરિવાર તથા અન્ય સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shibasish Sarkar, Producer of Sooryavanshi Gets COVID-19


from Divya Bhaskar https://ift.tt/3cnfdUQ
https://ift.tt/3eG9Vp0

સંગીતકાર વાજિદના મોત પાછળ કોરોના, માતા પણ ચેપગ્રસ્ત, બંને એક જ હોસ્પિટલમાં દાખલ હતાં

જાણીતા સંગીતકાર સાજિદ-વાજિદ ફૅમ મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન થયું છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, 42 વર્ષીય વાજિદ છેલ્લાં એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતાં. છેલ્લાં ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતાં. કહેવાય છે કે કોરોનાને કારણે તેમના મલ્ટી ઓર્ગન ફેલ થતાં તેમનું નિધન થયું હતું.

વાજિદને માતાને કારણે ચેપ લાગ્યો
વાજિદ ખાન સુપરસ્ટાર સલમાનની નિકટ હતાં. તેમની ઘણી ફિલ્મમાં સાજિદ-વાજિદે સંગીત આપ્યુંછે. સલમાનના મેનેજર જોર્ડી પટેલે કહ્યુંહતું, વાજિદની માતા કોરોના પોઝિટિવ છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આ જ હોસ્પિટલમાં વાજિદ ખાનને પણ એડમિટ કરવામાં આવ્યા હતાં.

જોર્ડી પટેલે કહ્યું હતું, ‘હાલમાં તો હું તેમના પરિવાર સાથે વાત કરી શક્યો નથી. જોકે, દુઃખની વાત એ છે કે વાજિદની માતા પણ કોવિડ 19 પોઝિટિવ છે. તેઓ પણ એ જ હોસ્પિટલમાં દાખલ છે. જોકે, તેમની તબિયત સુધારા પર છે. વાજિદ કિડનીની તપાસ માટે ત્યાં ગયા હતાં. ત્યારે જ તેઓ કોવિડની ચપેટમાં આવી ગયા.’

પટેલે આગળ કહ્યું હતું, ‘હોસ્પિટલમાં કોવિડના સંપર્કમાં આવ્યા બાદ વાજિદ સીધા વેન્ટિલેટર પર જતા રહ્યાં. કિડનીના પ્રોબ્લેમને કારણે આમ પણ તેમની ઈમ્યૂનિટી ઘણી જ ઓછી હતી. આવામાં કોરોનાવાઈરસ તેમના ફેફસાં સુધી પહોંચી ગયો. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમનામાં વાઈરસ સીધો ફેફસાં પર અટેક કરે છે. હાલમાં તેમની માતા હોસ્પિટલમાં જ છે.’

સૌથી પહેલાં રણવીર શૌરીએ દાવો કર્યો હતો
એક્ટર રણીવર શૌરીએ વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપીને દાવો કર્યો હતો કે તેમનું નિધન કોવિડ 19થી થયું છે. શૌરીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘હું નાનપણના મિત્રને ગુમાવીને દુઃખી છું. વાજિદ કોવિડ 19 આગળ ઝૂકી ગયા. હું આઘાતમાં છું. વાજિદ મારા ભાઈ તમને તથા તમારા પરિવારને આલિંગન મોકલી રહ્યો છું. આ ઘણું જ દુઃખદ છે.’

મમતા શર્માએ પણ પુષ્ટિ કરી
સાજિદ-વાજિદની સાથે ‘દબંગ 2’માં ‘ફેવિકોલ’ જેવા ગીતમાં પોતાનો અવાજ આપનાર મમતા શર્માએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે વાજિદ કોરોના ચેપગ્રસ્ત હતાં. તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે વાજિદની માતા પણ કોરોના પોઝિટિવ છે. આથી જ તેઓ દીકરાને અંતિમ વિદાય આપવા આવી શક્યા નહીં.

મમતાનાં મતે, કોઈએ પણ વાજિદની માતાને એ વાત જણાવી નથી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. તેમને આ સાંભળીને આંચકો લાગી શકે છે. મમતાએ દાવો કર્યો હતો કે પરિવારના અન્ય સભ્યો પણ કોરોનાવાઈરસ પોઝિટિવ હોઈ શકે છે. આથી જ વાજિદના અંતિમ સંસ્કાર સમયે પોલીસે ખાસ સતર્કતા દાખવી હતી.

પરિવાર હજી પણ સાચી વાત છુપાવી રહ્યું છે
એક બાજુ હોસ્પિટલ તથા નિકટના સાથીઓ એમ કહી રહ્યાં છે કે વાજિદ તથા તેમની માતા કોરોના પોઝિટિવ છે. તો ખાન પરિવાર હજી પણ આ વાતને છુપાવી રહ્યું છે. વાજિદના કાકાના દીકરા તથા સંગીતકાર અમઝદ નદીમ ખાને કહ્યું હતું, ‘ભાઈનું રવિવાર રાત્રે 1.30 વાગે નિધન થયું હતું. તેઓ બે-ત્રણ દિવસ વેન્ટિલેટર પર હતાં. તેમની માતાની તબિયત સારી છે. તેમનું નામ રઝિયા ખાન છે અને તેઓ 60 વર્ષના છે.’

અમઝદ ખાને આગળ કહ્યું હતું, ‘અમને ખબર નથી કે તેમને શું થયું હતું પણ હોસ્પિટલે જે કહ્યું તે સાચું છે. હવે, આના પર શું કહીએ? ડોક્ટર સાથે કોઈ દલીલ તો કરી શકાય નહીં. જો તેઓ કહી રહ્યાં છે કે તેમને કોવિડ છે તો ઠીક છે. વાત પૂરી થઈ. તે પણ વાજિદ ભાઈની સાથે જ હતી. તેમનું ધ્યાન રાખતી હતી. સુપુર્દ-એ-ખાક સમયે તે વર્સોવા કબ્રસ્તાન આવ્યા હતાં કે નહીં તે મને ખબર નથી. જોકે, ત્યાં એક એમબ્યુલન્સ જરૂર ઊભી હતી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
salman khan manager said Wajid mom Is also COVID positive, got infected from there


from Divya Bhaskar https://ift.tt/2Mhpyr9
https://ift.tt/3gHxijZ

સલમાન ખાને વાજિદને યાદ કરતાં કહ્યું, હંમેશાં પ્રેમ અને આદર, તમારી યાદ આવશે

વાજિદ ખાનના નિધન પર સલમાન ખાને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાજિદ-વાજિદે સલમાન ખાનની ફિલ્મથી જ પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વાજિદ ખાને છેલ્લે સલમાનના ઈદ સ્પેશિયલ સોંગ ‘ભાઈ ભાઈ’માં સંગીત આપ્યું હતું. સાજિદ-વાજિદ તથા સલમાન વચ્ચે ખાસ બોન્ડિંગ હતું. ઉલ્લેખનીય છે કે 31 મેની મોડી રાત્રે વાજિદ ખાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.
સલમાને શ્રદ્ધાંજલિ પાઠવી
સલમાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું. વાજિદનેહંમેશાં પ્રેમ, આદર. એક વ્યક્તિ તરીકે અને તમારી ટેલેન્ટને ઘણાં જ યાદ કરીશું અને હંમેશાં યાદ રાખીશું. તમને પ્રેમ અને તમારા આત્માને શાંતિ મળે.

42 વર્ષીય વાજિદ ખાનનું નિધન મલ્ટિપલ બીમારીને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. તેઓ કોવિડ 19 પોઝિટિવ પણ હતાં. સાજિદ-વાજિદ એક્ટર સલમાનના નિકટના સાથી ગણાતા હતાં. બંનેએ સલમાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. આમ તો ફિલ્મના મ્યૂઝિકનું શ્રેય હિમેશ રેશમિયા તથા જતિન-લલિતને જાય છે. જોકે, સાજિદ-વાજિદે અરબાઝ ખાન પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘તેરી જવાની’ કમ્પોઝ કરીને અલગ ઓળખ મેળવી હતી.

સલમાનની ઘણી ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું
‘પ્યાર કિયા તો ડરના ક્યા’ સમયે બંનેની સલમાન સાથે ખાસ દોસ્તી થઈ હતી. ત્યારબાદ બંનેએ સલમાનની ફિલ્મ ‘હેલ્લો બ્રધર’, ‘તુમકો ના ભૂલ પાયેંગે’, ‘તેરે નામ’, ‘મુઝસે શાદી કરોંગી’, ‘ગર્વ’, ‘પાર્ટનર’, ‘વોન્ટેડ’, ‘દબંગ’, ‘દબંગ 2’, ‘એક થા ટાઈગર’, ‘દબંગ 3’માં સંગીત આપ્યું હતું.
સલમાન સાથે ઝઘડો થયાની ચર્ચા હતી
સાજિદ-વાજિદ એક્ટર સલમાનને પોતાના ગોડફાધર માને છે. જોકે, એક સમય એવો પણ હતો કે બંને વચ્ચે મતભેદ થયાની ચર્ચા થતી હતી. ‘દબંગ 2’ પછી પાંચ વર્ષ સુધી સાજિદ-વાજિદે સલમાનની એક પણ ફિલ્મમાં સંગીત આપ્યું નહોતું. આ જ કારણે એમ માનવામાં આવતું કે બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જોકે, એક ઈન્ટરવ્યૂમાં સાજિદ-વાજિદે આ વાતને નકારી હતી. તેમણે કહ્યું હતું કે પિતા શરાફત અલી ખાનના નિધન બાદ તેઓ માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં. આ સમયે તેઓ કામ કરી શકે તેવી સ્થિતિમાં નહોતાં. તેમના માટે પરિવાર પહેલી પ્રાથમિકતા હતો. ખાસ કરીને તેમની અમ્મી આ આઘાત સહન કરી શક્યા નહોતાં. આ સમય દરમિયાન તેમને ફિલ્મની ઓફર મળી હતી પરંતુ તેમણે કામ કરવાની ના પાડી હતી. આથી જ લોકોએ સલમાન સાથે મતભેદ થયાની વાત ઉડાવી હતી. સલમાન તેમના મોટાભાઈ સમાન છે.
સલમાન માટે જ અંતિમ ગીત કમ્પોઝ કર્યું
સલમાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી વાજિદે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. કરિયરનું અંતિમ ગીત પણ સલમાન માટે જ બનાવ્યું હતું. તેમણે હાલમાં જ સલમાનના ઈદ સ્પેશિયલ ગીત ‘ભાઈ ભાઈ’ કમ્પોઝ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Remembering Wajid, Salman Khan said, always love and respect, you will remember


from Divya Bhaskar https://ift.tt/2XMulpL
https://ift.tt/3dopilN

સંગીતકાર વાજિદ ખાન વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક

42 વર્ષીય મ્યૂઝિક કમ્પોઝર તથા સિંગર વાજિદ ખાનનું 31 મે, રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેમને મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતાં. આ જ કબ્રસ્તાનમાં બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનને પણ સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતાં.

આદિત્ય પંચોલી જોવા મળ્યો
કબ્રસ્તાનની બહાર બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી તથા અલીમ હકીમ જોવા મળ્યાંહતાં. વાજિદ ખાનની પત્ની તથા બે બાળકો, ભાઈ સાજિદ ખાને ભીની આંખે વાજિદને અંતિમ વિદાય આપી હતી.

કમ્પોઝર તથા સિંગર સલીમ મર્ચન્ટે કહ્યું હતું કે વાજિદ ખાન છેલ્લાં ચાર દિવસથી વેન્ટિલેટર પર હતાં. તેમને ઘણાં બધા પ્રોબ્લેમ્સ હતાં. તેમને કિડનીની સમસ્યા હતીઅને બહુ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. હાલમાં જ તેમને કિડનીમાં ઈન્ફેક્શન થયું હતું. જોકે, તેમની તબિયત સુધરવાને બદલે બગડતી જતી હતી.

બોલિવૂડમાં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા, અર્જુન કપૂર, વરુણ ધવન, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના સેલેબ્સે સોશિયલ મીડિયામાં વાજિદ ખાનના આકસ્મિક નિધન પર દુઃખ પ્રગટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સાજિદ-વાજિદે 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કરિયરની શરૂઆત કરી હતી. સાજિદ-વાજિદ તથા સલમાન વચ્ચે ખાસ બોન્ડિંગ હતું. તેમણે સલમાનની ફિલ્મ ‘તેરે નામ’, ‘મુઝસે શાદી કરોંગી’, ‘પાર્ટનર’ તથા ‘દબંગ’માં સંગીત આપ્યું હતું. હાલમાં જ સલમાન ખાને ઈદ પર રિલીઝ કરેલું ‘ભાઈ ભાઈ’ સોંગમાં સાજિદ-વાજિદે જ સંગીત આપ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વાજિદ ખાનની પત્ની તથા દીકરો, ભાઈ સાજિદ ખાન


from Divya Bhaskar https://ift.tt/3dkqd72
https://ift.tt/3ezJth1

હોસ્પિટલમાં પણ વાજિદ ખાન સંગીતથી દૂર નહોતા, ભાઈ સાજિદ માટે ‘મૈં હૂ દંબગ’ ગીત ગાયું હતું

મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનનું 31 મે, રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ છેલ્લાં ઘણાં સમયથી હોસ્પિટલમાં દાખલ હતાં. વાજિદના નિધન બાદ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જૂનો છે. આ વીડિયોમાં વાજિદ ખાન ભાઈ સાજિદ માટે ‘દબંગ 3’નું ટાઈટલ સોંગ ગાતા જોવા મળ્યાં હતાં.

વીડિયોમાં જોતા ખ્યાલ આવે છે કે વાજિદના હાથમાં સલાઈન ડ્રિપ છે. વીડિયોના અંતે તો ભાઈને લવ યુ બ્રધર કહે છે. વાજિદને કિડનીની બીમારી હતી. થોડાં સમય પહેલાં તેમનું ઓપરેશન પણ થયું હતું. જોકે, તેઓ ઓપરેશન બાદ પણ તબિયતને લઈ ઘણાં જ ચિંતિત હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Even in the hospital, Wajid Khan sang mai hu dabang for Bhai Sajid


from Divya Bhaskar https://ift.tt/3gGNS3z
https://ift.tt/2XkQUCZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...